આજે તમને એક એવી વસ્તુ વિષે જણાવીશું જેનો ઉપયોગ આપણા પૂર્વજો નાની મોટી બધીજ સમસ્યાને દૂર કરવાં માટે કરતા હતા. આ વસ્તુને આયુર્વેદમાં જડીબુટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુનો ઉપયોગ દરેક પ્રકાર ની બીમારિયો દૂર કરવા માટે થાય છે.
આ વસ્તુમાં ઘણા ઔષધીય ગુણો રહેલા છે અને આ વસ્તુ તમારા રસોડામાં સરળતાથી મળી રહે છે. આ વસ્તુ ડાયાબિટીસ, સંધિવા, હાડકા, દુખાવાની સમસ્યા, વજન, ચરબી વગેરેમાં રામબાણ સાબિત થાય છે. તો ચાલો જાણીએ આ વસ્તુ વિષે અને તેનો ઉપાય કરવાની રીતે.
સૌ પ્રથમ જણાવીએ કે આ વસ્તુ એટલે કે “મેથી”. મેથીનો ઉપયોગ લગભગ બધા ઘરોમાં કરવામાં આવે છે. મેથીને રસોડામાં મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. મેથીના ફાયદા ઘણા બધા છે પરંતુ જો મેથીનું પાણી પીવામાં આવે તો પણ તમને ઘણા બધા ફાયદા થઇ શકે છે. તો ચાલો જાણીએ મેથીના પાણીના ફાયદા અને તેનું પાણી બનાવવાની રીત.
વજન ઘટાડવા: સવારે ખાલી પેટ મેથીના પાણીનું સેવન કરવાથી મેટાબોલિઝમમાં સુધારો થાય છે. મેથીનું પાણી શરીરમાં રહેલ કચરાને બહાર કાઢવાનું કામ કરે છે. મેથી તાસીરે ગરમ હોય છે અને તેનું પાણી પીવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે જે તમારા શરીરનું વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. મેથીનું પાણી પીવાથી શરીરમાં ચરબી જમા નથી થતી અને તમારું વજન ઉતરવા લાગે છે.
પથરી: આજના સમયમાં પથરીની સમસ્યા ખુબજ વધી રહી છે. પથરીની સમસ્યા ખુબજ ગંભીર કહી શકાય છે કારણકે પથરીના દુખાવામાં ખુબજ હેરાન થવું પડતું હોય છે. પરંતુ મેથીનું પાણી પીવાથી કિડનીમાં રહેલ પથરીથી રાહત મેળવી શકાય છે કારણકે મેથીમાં હાજર તત્વો પથરીને ઓગાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
વાળની સમસ્યા: આજના સમયમાં વાળની સમસ્યા બધા લોકોમાં જોવા મળે છે પરંતુ મેથીનું પાણી વાળની બધીજ સમસ્યામાંથી છુટકારો મેળવવા મદદરૂપ થઇ શકે છે. સવારે વહેલાં મેથી પાણી પીવાથી અને અઠવાડિયામાં એકવાર મેથીના પાણીથી વાળ ધોવાથી વાળની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
ડાયાબિટીસ: ડાયાબિટીસના દર્દી માટે મેથી ફાયદાકારક છે. બે ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી અને સવારે તે પાણી પીવાથી ડાયાબિટીસને અંકુશમાં રાખે છે. મેથીના દાણાને ચાવી ચાવીને ખાવાથી સાંધાના દુખાવા અને સ્નાયુઓના દુખાવા દૂર થાય છે.
પાચન: જે લોકોની પાચનશક્તિ નબળી છે તે લોકો માટે મેથીનું પાણી ફાયદાકારક સાબિત થાય છે. મેથીનું પાણી પાચનમાં સુધારવાની સાથે તમારા શરીરને સ્વસ્થ રાખે છે સાથે તમારી ત્વચા અને પેટની ઘણી સમસ્યા જેવી કે કબજીયાત, અપચો અને એસિડિટીથી છુટકારો આપે છે.
હવે જાણીએ મેથીનું પાણી કેવી રીતે બનાવવું: સૌ પ્રથમ એક ગ્લાસ પાણીમાં બે ચમચી મેથીના દાણાને રાખી રાત પાણીમાં પલાળી રાખવા. સવારે ઉઠ્યા પછી આ પાણીને સારી રીતે ગાળી લેવું અને પછી આ પાણીનું ખાલી પેટ સેવન કરવું. જો તમે પલાળેલા દાણાને ચાવી ચાવીને ખાઓ છો તો તમને વધુ ફાયદો થઇ શકે છે.
સવારમાં ખાલી પેટે મેથીનું પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. એક વાતનું ધ્યાન રાખવું કે મેથી ગરમ હોય છે તેથી ઉનાળામાં તેનું વધુ સેવન ન કરવું સાથે સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની સલાહ મુજબ સેવન કરવું.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.
Thank you