માથામાં દુખાવો થવો એ આજના સમયમાં એક સામાન્ય સમસ્યા છે. પરંતુ જયારે માથાનો દુખાવો થાય છે ત્યારે તે ખુબ પીડાદાયક હોય છે. માથાનો દુખાવો નાના મોટા દરેક વ્યક્તિને કોઈ પણ સમયે થઈ શકે છે. માથાનો દુખાવો વધારે પડતા તણાવના કારણકે પણ થઈ શકે છે.
આ ઉપરાંત અન્ય કોઈ કારણથી પણ માથાનો દુખાવો થતો હોય છે. જયારે માથાનો દુખાવો થાય છે ત્યારે આપણે કોઈ પણ કામ કરવામાં મન લાગતું નથી. માટે માથાના દુખાવા દૂર કરવા માટેનો એક સરળ ઉપાય જણાવીશ. જે તમને માત્ર બે મિનિટમાં જ માથાના થતા દુખાવા માં રાહત અપાવશે.
આજની ભાગદોડ ભરી જીવનમાં અને કામકાજનાં તણાવ અને ટેન્શન ના કારણે માનવી માનસિક રીતે તણાવમાં રહે છે. જેના કારણે માથાના દુખાવા થતા હોય છે. માથાના દુખાવામાં છુટકાળો મેળવવા માટે બજારમાં મળતી અનેક દવાઓ ખાતા હોય છે. જેથી દુખાવામાં રાહત મળે છે.
પરંતુ જો તમે માથાના દુખાવા માટે દવા ખાશો તો તેની તમને આદત પડી જશે જેથી માથાના દુખાવા થાય ત્યારે દવા લીઘા વગર ચાલતું પણ નથી. વધારે પડતા દવાનું સેવન કરવું પણ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો વઘારે દવાનું સેવન કરવામાં આવે તો ઘણી બીમારીના શિકાર પણ થઈ શકીએ છીએ.
પરંતુ જો માથાના દુખાવામાં કાયમી છુટકાળો મેળવવો હોય તો દેશી ઘરેલુ ઉપાય થી મેળવી શકાય છે. માટે આજે અમે તમને ઘરેલુ ઉપાય જણાવીશું જે ખુબ જ સરળ છે. જે માથાના દુખાવામાં ઝડપથી રાહત આપશે.
આપણા રસોડામાં એવા કેટલાક ઔષઘીય મસાલા મળી આવે છે. જે આપણા માથાના દુખાવા સિવાય પણ અનેક બીમારીને દૂર કરવામાં કારગર સાબિત થાય છે. આજે અમે તમને માથાના દુખાવા રાહત આપે તેવા મસાલા વિષે જણાવીશું જેનું નામ અજમો છે.
અજમો આપણા રસોઈમાં સરળતાથી મળી આવે છે. માથાના દુખાવામાં માત્ર એક થી બે ચમચી અજમો આપણા માથામાં થઈ રહેલ દુખાવામાં રાહત અપાવે છે. અજમાની અંદર બળતરા વિરોઘી ગુણ મળી આવે છે. જે દુખાવા સામે લડવામાં સક્ષમ છે.
માટે સૌથી પહેલા એક કે બે ચમચી અજમો લઈ લો, હવે તેને કે તવીમાં થોડો શેકી લો ત્યાર પછી એક કપડામાં લપેટીને તેની પોટલી બનાવી લો, હવે તે પોટલીને માથાના દુખાવાની જગ્યા પર મૂકી રાખો, અજમો ઠંડો થશે એ પહેલા જ તમને માથાના દુખાવામાંથી રાહત મળી જશે.
જો તમને માથાનો દુખાવો થતો હોય તો અજમાને આ રીતે ઉપયોગ કરીને માથાના દુખાવામાં રાહત મેળવી શકાય છે. જો તમે માથાના દુખાવા માટેની દવાઓ ખાતા હોય તો દવાઓ ખાવાની બંઘ કરીને આ એક ઉપાય ને જરૂર અજમાવવો જોઈએ.
આ ઉપાય કરવાથી મગજ શાંત થાય છે. જો તમને માથાનો દુખાવો વારે વારે થતો હોય તો ઘ્યાનમાં રાખવાનુ કે વધારે પડતું ટેંશન, ચિંતા કરવાની ઓછી કરવી જોઈએ આ ઉપરાંત વારે વારે કોઈ ઓણ વાતમાં ગુસ્સો કરવો ના જોઈએ.
આ ઉપરાંત જો માથાનો દુખાવો રહેતો હોય તો દિસવમાં ચાર લિટરથી પણ વધારે પાણી પીવું જોઈએ. આ સિવાય આખા દિવસ દરમિયાન 7 કલાકની ઊંઘ લેવી અને લાંબા સમય સુધી ભૂખ્યા ના રહેવું જોઈએ.