મચ્છર કરડવાથી ખજવાળ તો આવે જ છે પરંતુ સાથે ઘણી ગંભીર બીમારી પણ લઈને આવી શકે છે. મચ્છર કરડવાથી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા ગંભીર બીનારીના શિકાર બનાવે છે. એક મચ્છર કરડવાથી આખું શરીર નબળું અને કમજોર પડી જાય છે.
જયારે મેલેરિયા થાય છે ત્યારે જાડા-ઉલટી થાય છે જેથી શરીર પાણીની ઉણપ પણ થઈ જાય છે જેના કારણે આપણે બોટલો પણ ચડાવવી પડે છે. જયારે ડેન્ગ્યુ રોગ થયો હોય છે ત્યારે આપણા શરીરમાં પ્લેટ લેટ ખુબ જ ઘટી જાય છે. જેના કારણે વ્યક્તિ ખુબ જ કમજોર પડી જાય છે આ ઉપરાંત ડેન્ગ્યુના કારણે વ્યક્તિના જીવનું જોખમ પણ વઘી જાય છે.
માટે ડેન્ગ્યુ રોગથી બચવા આપણા ઘરથી મચ્છરને દૂર રાખવા ખુબ જ જરૂરી છે. જયારે મચ્છર કરડવાથી ચિકનગુનિયા રોગ થાય ત્યારે આપણા હાથ પગ અને શરીર જકડાઈ જાય છે. ચિકનગુનિયા થાય છે ત્યારે તો તેની અસર તમને 3-6 મહિના સુઘી રહી શકે છે. ચિકનગુનિયા થવાના કારણે સાઘાના દુખાવા થતા હોય છે.
હાલના સમયમાં ઠેર ઠેર ગંદકી અને કચરો જોવા મળતો હોય છે જ્યાં ભરપૂર માત્રામાં મચ્છરો હોય છે. માટે આપણે આપણા ઘરની આસપાસ કોઈ પણ પ્રકારનો કચરો ભેગો થવો ના જોઈએ. અને ઘરની પણ સફાઈ કરીને સાફ અને ચોખ્ખું રાખવું જોઈએ. આ ઉપરાંત પાણી ભરાયેલ જગ્યા પર પણ મચ્છરનો ત્રાસ વધુ હોય છે.
માટે તમારી આસપાસ ભરાઈ રહેલ પાણીનો પણ નિકાલ કરવો જોઈએ જેથી મચ્છર વધુ ફેલાય નહીં. જો તમે પણ મચ્છર જન્ય રોગથી બચવા માંગતા હોય તો મચ્છરને ઘરેથી દૂર કરવા ખુબ જ જરૂરી બની જાય છે. મચ્છરને ભગાડવા માટે આપણે બજરમાં મળતી ઘણી બઘી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરીએ છીએ પરંતુ તેમાં રહેલ લિકવિડમાં કેમિકલ હોય છે.
જયારે તે કેમિકલ બહાર નીકળે છે ત્યારે તે આપણા શ્વાસ માં પણ જાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાનકારક સાબિત થાય છે. માટે આપણે એવી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ જે આપણા સ્વાસ્થ્ય ને પણ નુકસાન ના થાય અને મચ્છર આપણા થી દૂર રહે તેવા કેટલાક ઘરેલુ ઉપાય અપનાવવા જોઈએ.
જેથી આપણે ઘરથી મચ્છરને સરળતાથી દૂર કરી શકીએ અને આપણે અનેક બીમારીથી બચી શકીશું. તો ચાલો ઘરમાંથી મચ્છર દૂર કરવાના ઘરેલુ ઉપાય વિષે જાણીએ.
મચ્છર ભગાડવાના ઘરેલુ ઉપાય: સૌથી પહેલા 20ml લીમડાનું તેલ, 20ml નીલગિરીનું તેલ લઈ લો, હવે બંનેને સારી રીતે મિક્સ કરી લો, હવે તેમાં 6-7 કપૂરની ગોટી લઈને તેનો ભૂકો કરી તેને તેલમાં મિક્સ કરીને હલાવી લો, હવે તેને એક બોટલમાં ભરી લેવું, ત્યાર પછી ત્રણ કપૂર લઈ લો હવે તે કપૂરને બનાવેલ તેલમાં ડબોળીને નીકાળી લો,
ત્યાર પછી એક કોડિયામાં કપૂર મૂકી સળગાવી લો, આમ કરવાથી તેની સુગંઘથી મચ્છર આપમેળે ઘરની બહાર નીકળી જશે. આ ઉપરાંત તમે એક કોડિયામાં થોડા લીમડાના પાન લઈ લો, તેમાં ત્રણ કપૂર મુકો, હવે તેમાં બનાવેલ તેલ લીમડા પર છાંટવા નું છે.
ત્યાર પછી તેને સળગાવી લેવું, તેમાંથી નીકળતો ધુમાડો મચ્છરને માત્ર 5 સેકન્ડ માં જ બહાર નીકાળી દેશે. અને જો મચ્છર ઘરમાં જ ભરાઈ રહેશે તો મચ્છર અંદર જ મારી જશે.
આ બંને ઉપાય મચ્છર ભગાડવા માટે ખુબ જ અસકારક સાબિત થશે. બજારમાં મળતી પ્રોડકના નુકસાન થી બચવા માટે આ ઘરેલુ ઉપાય ખુબ જ ઉપયોગી સાબિત થશે. મચ્છર ઘરમાં પ્રવેશના કરે તે માટે તમારે ઘરમાં સાફ સફાઈ રાખવી જોઈએ.