આજની આધુનિક અને ભાડદોડ વારી જીવનશૈલીમાં પેટ સંબંધિત સમસ્યાઓ આપણામાંથી મોટાભાગના લોકોના જીવનનો એક ભાગ બની ગઈ છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે જ્યાં સુધી આપણું પાચન સારું ન હોય ત્યાં સુધી તમે સ્વસ્થ રહી શકતા નથી, કારણ કે જે પણ ખોરાકને પચાવીએ છીએ તેની સીધી અસર આપણા શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે.
પરંતુ જ્યારે તમારી પાચનક્રિયા નબળી હોય તો તેમાં ખલેલ પહોંચે છે, તેના કારણે તમને એસિડિટી, કબજિયાત, ગેસ, પેટમાં દુખાવો, માથાનો દુખાવો, ત્વચા સંબંધિત સમસ્યાઓ, એનિમિયા, શરીરમાં વિટામિન્સની ઉણપ વગેરે જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
જયારે આમાંથી કોઈ સમસ્યા, આપણને થાય છે ત્યારે આપણે આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે દવાઓનો આશરો લઈએ છીએ, જે તમારા શરીરને ધીરે ધીરે નુકશાન પહોંચાડે છે. આ ઉપરાંત જો તમને પાચનની કોઈ સમસ્યા થાય છે તો તમારે પાચનશક્તિ સુધારવા માટે દવાઓ પર નિર્ભર રહેવું જોઈએ નહીં.
દવા વગર પાચન કેવી રીતે સુધારવું: આયુર્વેદિક ડૉક્ટર પ્રમાણે આપણા પેટના સ્વાસ્થ્ય માટે કામ કરવું એ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને પાચન સંબંધી તમામ સમસ્યાઓથી કાયમ માટે છુટકારો મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તમે કોઈપણ પ્રકારની દવાઓ અને ગોળીઓનો આશરો લીધા વગર, તેમજ કોઈપણ પૈસા ખર્ચ્યા વગર તમારા પેટના સ્વાસ્થ્ય પર કામ કરવાનું શરૂ કરી શકો છો.
જમ્યા પછી વજ્રાસન મુદ્રામાં બેસો: તે તમારા પેટમાં રક્ત પરિભ્રમણને સુધારે છે, જે પાચન અને શોષણની પ્રક્રિયાને સરળ બનાવે છે. વજ્રાસન જમ્યા પછી તરત જ કરી શકાય તેવું આ એક માત્ર આસન છે તો તમારે જરૂરથી આ આસન કરવું.
બપોરના ભોજન પછી કે ભોજન સાથે છાશ લો: ઘણા નિષ્ણાતો કહે છે કે જે વ્યક્તિ દરરોજ છાશનું સેવન કરે છે , તેને બીમારીઓ થતી નથી. સાથે જ છાશના સેવનથી જે રોગો મટી જાય છે તે ફરીથી થતા નથી. જે રીતે દેવતાઓ માટે અમૃત.” તેવી જ રીતે આપણા માટે છાશ છે. છાશ તે કફ અને વાતને ઘટાડીને પાચનમાં સુધારો કરે છે.
વધારે ખોરાકનું સેવન ટાળો: વિરુધ આહાર અથવા વિરુદ્ધ ખોરાક જેમ કે ફળો સાથે દૂધ, માછલી સાથેનું દૂધ, મધ અને ગરમ પાણી, ઠંડા અને ગરમ ખોરાક વગેરે તમારા ચયાપચયને ધીમું કરે છે. તેથી, તેમને ટાળવું સ્વાસ્થ્ય માટે વધુ સારું છે. આ સાથે કોઈ પણ વસ્તુ પસંદ હોય તો પણ તેને વધુ નખાવી જોઈએ.
દાળ અને નટ્સ પલાળી રાખો: કઠોળ અને બદામમાં ફાયટીક એસિડ હોય છે જે આપણા આંતરડા માટે તેમાંથી પોષક તત્વોને શોષવાનું મુશ્કેલ બનાવે છે. આને પલાળવાથી ફાયટીક એસિડ બહાર આવે છે અને આપણા આંતરડા માટે ખોરાકને પચાવવા અને તેમાં રહેલા પોષક તત્વોને શોષવામાં સરળતા રહે છે.
દરરોજ 5000 પગલાં ચાલવા જોઈએ: બેઠાડુ જીવન તમને ઘણી બીમારીઓ આપી શકે છે. એટલા માટે નિષ્ણાતો સૂચવે છે કે તમારે થોડી શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ, કારણ કે જો તમારું શરીર હલતું નથી તો તમારું પાચન પણ સુધરતું નથી. જો તમારી પાસે વ્યાયામ કરવાનો સમય નથી, તો તમારે દિવસમાં ઓછામાં ઓછા 5000 પગલાં ચાલવા જોઈએ. આ તમને તમારા પાચનને સુધારવામાં મદદ કરશે.