આ માહિતીમાં તમને ત્રણ ફળ ના સમૂહ ને મિક્સ કરીને તેમાંથી બનતા ચૂર્ણ વિષે જણાવીશું જેને સવારે નરણાં કોઠે લેવાથી વાત પિત્ત અને કફ દોષ શાંત થઈ જાય છે. આ ચુર્ણના સેવનથી શરીરના બધા જ નાના-મોટા રોગોને શાંત થવું પડે છે. આયુર્વેદ એક અદભુત ચિકિત્સાશાસ્ત્ર છે જે જીવન વિજ્ઞાન છે.
આયુર્વેદના ગ્રંથોમાં અનેક પ્રકારના રોગોને મટાડવા નું જ્ઞાન છે. આયુર્વેદમાં વાત, પિત્ત અને કફના સમૂહને ત્રિદોષ કહેવાય છે. ત્રિદોષને શાંત રાખવા માટે અહીંયા તમને હરડે, બહેડા અને આમળાને લઈને તેનું ચૂર્ણ કેવી રીતે બનાવવું અને આ ચૂર્ણ લેવાથી તેના ફાયદા શું થાય છે એ આ માહિતીમાં તમને જણાવીએ.
આજના સમયમાં ત્રિફળાચૂર્ણ ખૂબ જ પ્રચલિત થયું છે. પ્રાચીન સમયથી લોકો ત્રિફળાનું સેવન કરતા આવ્યા છે. ત્રિફળા એટલે હરડે. બહેડા અને આમળા આ ત્રણ ફળ ના સમૂહ ને મિક્સ કરવાથી ત્રિફળા ચૂર્ણ બને છે. આ ચૂર્ણ વાયુ શાંત કરે છે અને ત્રિદોષ શાંત કરે છે.
બહેડાનું કામ કફ ને શાંત કરવાનું અને આમળાનું કામ પિત્તને શાંત કરવાનું છે. પરંતુ આ ત્રણ ફળ ના સમૂહને જયારે ભેગા કરવામાં આવે છે એટલે કે હરડે, બહેડા અને આમળાને ભેગા કરવામાં આવે છે ત્યારે તેના ફાયદાઓ અનેક ગણાં વધી જતા હોય છે.
અત્યારના સમયમાં એક પરંપરા છે કે ત્રિફળાનું ચૂર્ણ લેવાથી પેટ સાફ થાય છે પરંતુ તમને જણાવીએ કે ત્રિફળાનું ચૂર્ણ રસાયણ નું કામ કરે છે. ત્રિફળાના સેવનથી વિકૃત થયેલા ત્રણેય દોષોને શાંત રહેવું પડે છે. ત્રિફળા શરીરને નિરોગી રાખે છે. ત્રિફળા સંપ્તધાતુને પુષ્ટ કરે છે. ત્રિફળા વૃદ્ધાવસ્થાને અટકાવે છે.
હરડે વાયુ સંતુલન છે, બહેડા કફ સંતુલન છે અને આમળા પિત્ત સંતુલન કરે છે. વર્તમાન સમયમાં પ્રદૂષિત વાયુ, ખરાબ પાણી, ભોજન વ્યવસ્થાઓ અને કેન્સર જેવી બીમારીઓ હોવાથી ત્રિફળાનું સેવન કરવું જરૂરી છે. કારણ કે તેનાથી તમારા શરીરના નાનામોટા રોગો થતા અટકી જાય છે.
ત્રિફળાના સેવનથી વૃદ્ધાવસ્થાના લક્ષણો દેખાતા નથી. કેટલાક ઋષિમુનિઓ નું કહ્યું છે ત્રિફળાનું ચૂર્ણ અનુપાન 100 ગરમ હરડે, 200 ગ્રામ બહેડા અને આમળા 400 ગ્રામ છે. જો તમે બે કે ત્રણ ચમચી બનાવો તો તેમાં આમળા નું પ્રમાણ વધારે હોવું જોઈએ.
વસંતઋતુમાં ત્રિફળાનું ચૂર્ણ મધ સાથે લેવાથી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ જળવાઈ રહે અને શરીરનું શુદ્ધિકરણ થતું રહે છે. મધ ને અમૃત સમાન માનવામાં આવે છે ગ્રીષ્મ ઋતુમાં હરડેનું ગોળ સાથે સેવન કરવાથી લૂ લાગતી નથી અને ભૂખ પણ સારી લાગે છે. વર્ષાઋતુમાં સિંધાલુણ સાથે ત્રિફળાનું સેવન કરવાથી બળની પ્રાપ્તિ થતી રહે છે.
આ પ્રયોગને કારણે કફનો નાશ થાય છે અને પાચન સંબંધી વિકૃતિઓ દૂર થાય છે. શરદઋતુમાં સાકર સાથે ત્રિફળાનું સેવન કરવાથી ચેપીરોગો ઓછા આવે છે અને શરીરમાં સપ્તધાતુ જળવાઈ રહે છે આ સાથર શારીરિક શક્તિ પણ યથાવત્ રહે છે.
હેમંત ઋતુમાં સૂંઠ સાથે ત્રિફળાનું સેવન કરવાથી તે કફનો નાશ થાય છે અને ભારે ખોરાકનું પાચન થઈ જાય છે .શિશિર ઋતુમાં લીંડીપીપર સાથે ત્રિફળાનું સેવન કરવાથી ભૂખ, તરસ લાગશે અને પાચન બરાબર થશે. આ ઉપરાંત ગેસ થતો નથી
સ્વસ્થ જીવન જીવવા માટે અને વૃદ્ધાવસ્થામાં આત્મ નિર્ભર રહેવા માટે બ્લડ પ્રેશરની ગોળીઓથી મુક્ત રહેવા માટે, ફાસ્ટ ફૂડના રિએક્શન થી બચવા માટે , આંખોની રોશની માટે, વાળને ખરતા અટકાવવા માટે, વાળને જાળવી રાખવા માટે તમારી સુંદરતા જાળવી રાખવા માટે ત્રિફળાનું સેવન સૌથી અસરકારક રીતે કામ કરે છે.
ટૂંકમાં તમને જણાવીએ તો દરેક રોગોથી બચવા ત્રિફળાનું સેવન કરવું જોઈએ. તે કોલેસ્ટ્રોલ માટે ઉપયોગી છે, ડાયાબીટીસ માટે ઉપયોગી છે, પેટ ના દુખાવા માટે ઉપયોગી છે.