માથાનો દુખાવો થવો હાલના સમય ઘણા લોકોને થતો હોય છે. જે અત્યારે ખુબ જ સામાન્ય થઈ ગઈ છે. ઋતુમાં થઈ રહેલ પરિવર્તન અને ભાગદોડ ભર્યું જીવન ઉપરાંત અનિયમિત ખાણી પીણી ખાવાની ખરાબ કુટેવનાં કારણે પણ માથાના દુખાવા થતા હોય છે.
માથાના દુખાવા ઘણા કારણોથી થઈ શકે છે. કેમ કે,અપૂરતી ઊંઘ, વઘારે પડતો તણાવ, ડ્રિપ્રેશન ચિંતા, વઘારે સમય ભૂખ્યા રહેવું જેવા અનેક કારણો હોય છે. જો માથાના દુખાવાનો સમયસર ઈલાજ ના કરવામાં આવે તો તે મગજના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે.
માથાના દુખાવા રહેતા હોય તો આપણે કેટલાક બદલાવ લાવવા જોઈએ. જેથી આપણે માથાના થતા દુખાવામાં રાહત મેળવી શકાય છે. માટે આપણે રોજ રાત્રીના સમયે 7 કલાકની ઊંઘ લેવી જોઈએ. અને વધારે તરેલું કે તીખું ખાવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત વઘારે પડતા ગુસ્સા કરવાથી પણ માથાના દુખાવા થતા હોય છે માટે ગુસ્સો કરવાનું ઓછું કરી દેવું જોઈએ.
આજના સમયમાં કોઈ પણ વ્યકતિને થોડું પણ માથું દુખે એટલે મેડિકલ માંથી માથાના દુખાવા મટાડવા માટેની ગોળીઓ ખાવાનું ચાલુ કરી દે છે. પરંતુ વઘારે દવાનું સેવન કરવાથી આપણી કિડની, લીવર અને મગજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. માટે દવાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
માથાના દુખાવા દૂર કરવા માટે આપણે કેટલીક વસ્તુનું ઘ્યાન રાખવું જોઈએ. માથાના દુખાવા દૂર કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી તમે દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત મેળવી શકશો.
માથાના દુખાવાના થાય તે માટે આપણે સમયસર ભોજન કરી લેવું જોઈએ. યોગ્ય સમયે આપણે ભોજન લેવાથી માથાના દુખાવા થવાનું જોખમ ઓછું રહે છે. આ ઉપરાંત ઓફિસ કે ઘરના કામનું ટેન્શન ઓછું રાખવું જોઈએ. કોઈ પણ સમયે કોઈ પણ વ્યકતિ પર ગુસ્સો ના કરવો.
રાત્રીના સમયે હળવું ભોજન લેવું જોઈએ જેથી સરળતાથી પચી જાય. ખોરાક હળવો લેવાથી પેટ ભારે ભારે લાગતું બેઠી જેથી આક્રમણ જેવું રહેતું નથી જેથી પથારીમાં પડતાની સાથે જ ઊંઘ આવી જશે. અને માથાના દુખાવાની સમસ્યા ઓછી થવા લાગશે.
માથાના થતા દુખાવામાં બદામના તેલથી કપાળ પર હળવા હાથે માલિશ કરવી જોઈએ. માલિશ કરવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. જયારે પણ માથું દુખે ત્યારે અન્ય કોઈ પણ કામ પર ઘ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આ માટે તમે સંગીત પણ સાંભરી શકો છો.
માથાના દુખાવા દૂર કરવા માટે ડ્રાયફૂટ્સ નું સેવન ખુબ જ ફાયદાકારક છે. આ માટે બદામ અને અખરોટનું સેવન કરવું સૌથી સારું માનવામાં આવે છે. બદામ અને અખરોટનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે. સાથે મગજની ચેતા તંતુઓ યોગ્ય રીતે કામ કરે છે. જેથી મગજ શાંત થાય છે અને માથાના થતા દુખાવા ઓછા થવા લાગશે.
માથાના દુખાવા ઓછું પાણી પીવાથી પણ થઈ શકે છે. ઓછું પાણી પીવાથી માઈગ્રેનની સમસ્યા પણ થઈ શકે છે. આ માટે દિવસમાં ઓછામાં ઓછું 4 લીટર પાણીનું સેવન કરવું જોઈએ. ગરમીમાં માથું ચડવાની સમસ્યા હોય તો પાણી પીવાનું વઘારી દેવું જોઈએ જેથી માથાના દુખાવામાં રાહત મળે છે.
ઉનાળાની ગરમીમાં સૌથી વધુ માથાના દુખાવા થવાની સમસ્યા થતી હોય છે આ માટે આપણે શરીરને હાઈડ્રેટ રાખવું જોઈએ જેથી માથાનાં થતા દુખાવામાં રાહત મેળવી શકાય છે. માથાના દુખાવા વધુ સમય રહેતા હોય તો એક ટાઈમ પણ ભૂખ્યા રહેવું ના જોઈએ. જો તમે આ રીતે કરશો તો માથાના દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત મેળવી શકાશે.