શું તમે પણ ડાન્સના શોખીન છો? જો હા, તો તમારી આ આદત તમારા મનોરંજન માટે તો સારી છે જ, પરંતુ તેનાથી પણ વધુ તમારા સ્વાસ્થ્ય માટે ઘણી બધી રીતે ફાયદાકરાક છે. નૃત્ય એ સૌથી જૂની કળાઓમાંની એક છે, જેનું યોગ્ય રીતે સંશોધન અને અભ્યાસ કરવામાં આવ્યો છે.

આ કળા તમારા સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક સાબિત થઇ શકે છે. ડાન્સ દરમિયાન, રક્ત પરિભ્રમણ વધે છે, શરીરના બધા અંગો સક્રિય રહે છે, સાથે જ તમે આનંદ અનુભવો છો, આ ત્રણેય વસ્તુ તમારા એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. સંશોધનમાં, નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે લોકો દરરોજ ડાન્સ કરે છે તેમને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત ઘણા ફાયદા થઈ શકે છે.

નૃત્ય પ્રત્યે લોકોની રુચિ અને જાગૃતિ વધારવા દર વર્ષે 29 એપ્રિલે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ઉજવવામાં આવે છે. નૃત્યના સ્વાસ્થ્ય લાભો જાણવા માટે હાથ ધરાયેલા અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું છે કે તમારા માટે ફિટ રહેવા માટે નૃત્ય સૌથી સરળ રીતોમાંથી એક બની શકે છે. નૃત્ય તમારા સ્નાયુઓનો મજબૂત કરે છે, શરીરને નવી તાકાત આપે છે, સહનશક્તિમાં વધારો કરે છે સાથે સાથે તમારી તંદુરસ્તી સુધારે છે.

શારીરિક સ્વાસ્થ્યની સાથે મનને સ્વસ્થ રાખવામાં પણ તેના ફાયદા જોવા મળ્યા છે. નૃત્ય કરતી વખતે તમે પ્રસન્નતા અનુભવો છો, સાથે જ શારીરિક પ્રવૃત્તિથી મૂડ-બૂસ્ટિંગ હોર્મોન્સનું સ્તર વધે છે, જે સ્ટ્રેસ-એન્ગ્ઝાયટી, ડિપ્રેશન જેવી સમસ્યાઓનું જોખમ ઘટાડે છે. તો ચાલો જાણીએ ડાન્સની આદતથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે.

ડાન્સિંગને તમારી જીવનશૈલીનો એક ભાગ બનાવો: આરોગ્ય નિષ્ણાતો કહે છે કે તમારી ઉંમર 10 હોય કે 100 વર્ષની, શારીરિક પ્રવૃત્તિ દરેક ઉંમરના લોકો માટે ખુબજ જરૂરી છે. આવી સ્થિતિમાં ડાન્સિંગ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તમારું મન સંગીતના અવાજ મગ્ન થવાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે.

મન અને શરીરના શારીરિક તાલમેલ સુધારવાની સાથે સાથે શરીરના અંગોમાં લચીલાપણું વધારવા અને રક્તનું પરિભ્રમણ જાળવવામાં તમારા માટે નૃત્યની આદત ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

હ્રદયરોગનું જોખમ ઓછું થાય: ઘણા સંશોધન માં જાણવા મળ્યું છે જે લોકો નિયમિતપણે નૃત્ય જેવી શારીરિક પ્રવૃત્તિઓ કરે છે, તેમને હૃદયની બીમારીઓનું જોખમ ઓછું હોય છે. પુખ્ત વયના લોકોને શરીરને સ્વસ્થ રાખવા માટે દર અઠવાડિયે ઓછામાં ઓછી 150 મિનિટથી 300 મિનિટની મધ્યમ-તીવ્રતાની કસરત કરવાની ભલામણ કરવામાં આવે છે.

ડાન્સની આદત મધ્યમ કસરતની શ્રેણીમાં આવે છે. સંશોધન દર્શાવે છે કે નૃત્ય બ્લડ પ્રેશર અને હૃદયરોગોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે.

મૂડને સારો રાખે: હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડવાની સાથે સાથે ડાન્સ કરવાની આદત પણ તમારો મૂડ યોગ્ય રાખવામાં ઘણી રીતે મદદગાર છે . અભ્યાસો દર્શાવે છે કે આ આદત તણાવ ઘટાડીને તમને ચિંતા અને હતાશાના લક્ષણોથી બચાવવામાં મદદ કરી શકે છે. આ તમારા આત્મવિશ્વાસને વેગ આપે છે જે તમને માનસિક અને ભાવનાત્મક રીતે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આ ઉપરાંત ડાન્સ કરવાના બીજા પણ ઘણા ફાયદાઓ છે: દરરોજ થોડી મિનિટો ડાન્સ કરવાથી સ્નાયુઓના માંસપેશીઓના સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક અસર કરે છે, જેમ કે સ્નાયુઓમજબૂત બનાવવામાં મદદ કરે છે.

આ ઉપરાંત દરરોજ ડાન્સ કરવાથી શરીરની લવચીકતા વધારવામાં મદદ કરે છે. આ સાથે સાથે તે હાડકાને મજબૂત બનાવવાની સાથે સાથે સંધિવા જેવા રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.
ડાન્સ કરવાથી શરીરનું સંતુલન અને તાલમેલ બરાબર રહે છે.

જો તમે પણ આજથી થોડી મિનિટો ડાન્સ કરવાનું શરુ કરશો તો તમને પણ ઘણા સ્વાસ્થ્ય લાભો થઇ શકે શકે છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *