આજના સમયમાં સફેદ વાળ થવાની સમસ્યા ખુબજ વધી ગઈ છે. પહેલા જમાનામાં 50 વર્ષ પછી માથાના અને દાઢીના વાળ સફેદ થવાની શરૂઆત થતી હતી પરંતુ આજના સમયમાં ઘણા લોકોમાં 10 વર્ષથી જ માથામાં સફેદ વાળ આવવા લાગે છે.
આમ તો વધતી ઉંમરની સાથે વાળ સફેદ થવા ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ આજના સમયમાં નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે તો તેના પણ થોડું ધ્યાન આપવાની જરૂર હોય છે કારણકે જો ધ્યાન ન આપવામાં આવે તો થોડાજ સમયમાં માથાના બધા જ વાળ સફેદ થઇ શકે છે.
ઘણા લોકોના માથામાં સફેદ વાળ દેખાતા જ તેઓ સફેદ વાળથી બચવાના ઉપાયો શોધવા લાગે છે, પરંતુ તેની સારવાર કરતા પહેલા તેનું કારણ જાણવું એ ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે બદલાતી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતો અને તણાવને કારણે વાળ સફેદ થવાની સમસ્યા જોવા મળે છે.
તો ચાલો જાણીએ સફેદ વાળ થવા પાછળના કેટલાક કારણો વિશે
1) વિટામિનની ઉણપ: આપણા દેશમાં સૌથી વધુ સૂર્યપ્રકાશ આવે છે તો પણ બહારના દેશ કરતા ભારતના મોટાભાગના લોકોના શરીરમાં વિટામિન ડીની ઉણપ જોવા મળે છે. આપણામાંથી ભોટાભાગના લોકો જાણતા હશે કે વિટામિનની ઉણપથી હાડકાં નબળાં થવા લાગે છે, પરંતુ શું તમે જાણો છો કે તેના કારણે તમારા વાળ પણ સમય પહેલા સફેદ થવા લાગે છે?.
તમને જણાવીએ કે શરીરને વિટામિન્સ માત્ર સ્વસ્થ શરીર માટે જ નહીં પણ તંદુરસ્ત વાળ માટે પણ જરૂર હોય છે. ઘણા સંશોધનોમાંથી જાણવા મળ્યું છે કે જો તમારા શરીરમાં વિટામિન B-6, B-12, બાયોટિન, વિટામિન-D અથવા વિટામિન Eની ઉણપ છે, તો તમને નાની ઉંમરે જ સફેદ થવાની સમસ્યા થઇ શકે છે.
2) આનુવંશિક કારણ: તમને જણાવીએ કે વર્ષ 2013માં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, અકાળે વાળ સફેદ થવા માટે આનુવંશિક કારણો પણ જવાબદાર હોઈ શકે છે. એટલે કે જો તમારા પરિવારમાં પહેલેથી જ નાની ઉંમરે જ વાળ સફેદ થવાનો કે વાળ ખરવાની સમસ્યા છે, તો તમારા વાળ પણ ઉંમર પહેલા સફેદ થઈ શકે છે.
3) તણાવ અથવા ઊંઘનો અભાવ: આજના સમયમાં સૌથી મોટી દરેક લોકોની સમસ્યા છે તણાવ અને ચિંતા જે વાળ સફેદ થવા પાછળનું પણ સૌથી મોટું કારણ છે. ઘણા લોકો નોકરી કે ધંધાકીય સમસ્યાઓના કારણે ઘણીવાર તણાવથી ઘેરાયેલા જોવા મળે છે અને તેના વિશે સતત વિચાર્યા કરે છે. જે તમારા મગજના કોષોને સીધી અસર કરે છે. જેના કારણે લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગે છે.
આ સિવાય જો શરીરને જરૂરી [પૂરતી ઊંઘ ન લેવામાં આવે તો પણ તેની અસર વાળ પર થાય છે. ઓછામાં ઓછી 8 કલાક ઊંઘ જરૂર લેવી જોઈએ કારણકે ઓછી ઊંઘ પણ તણાવનું કારણ છે અને વાળ સફેદ થઈ જાય છે. તેથી જો તમારે મજબૂત અને સુંદર વાળ જોઈતા હોય તો તમારે તમારી ઊંઘ પર પણ પૂરું ધ્યાન આપવું જોઈએ.
4) વાળમાં તેલનો અભાવ: આજકાલ મોટાભાગના છોકરા હોય કે છોકરીઓ પોતાના વાળમાં તેલ લગાવવાનું ઓછું પસંદ છે. પરંતુ કદાચ તે એ વાતથી અજાણ છે કે જે રીતે શરીરને સારી રીતે ચલાવવા માટે ખોરાકની જરૂર પડે છે તેમ વાળને સ્વાસ્થ્ય, ઘાટા, સુંદર અને કાળા રાખવા માટે વાળમાં તેલ લગાવવું જરૂરી છે.
જો તમે દરરોજ માથામાં તેલ નાખી શકતા નથી તો, અઠવાડિયામાં ઓછામાં ઓછું બે તમારે તેલથી તમારા વાળની માલિશ કરવી જોઈએ. માથામાં તેલની માલીશ કરવાથી વાળના સારા ગ્રોથની સાથે વાળ અકાળે સફેદ થતા નથી.
5) શેમ્પૂનો ઉપયોગ ટાળવો: આજના મોટાભાગના લોકો વાળમાં થોડી ચિકાસ થતા જ વાળમાં શેમ્પુ લગાવે છે અને વાળને સિલ્કી બનાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ કેમિકલયુક્ત શેમ્પુનો ઉપયોગ કરવાથી વાળમાં ખુબજ ગંભીર અસર થાય છે. અને લાંબા સમયે તમારા વાળ મૂળમાંથી થોડા થોડા સફેદ થવા લાગે છે.
તેથી, આ બધા કેમિકલયુક્ત હેર કેર પ્રોડક્ટ્સનો વધુ પડતો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. તમે વાળમાં દેશી ઘરે બનાવેલા શેમ્પુનો ઉપયોગ કરી શકો છો. જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.