સિંધવ મીઠું સામાન્ય મીઠાનું પથ્થર સ્વરૂપે મળી આવતું ખનીજ છે. ખનિજ શાસ્ત્રમાં આને હેલાઇટ કહે છે અને આપણી કાઠીયાવાડી ભાષામાં સિંધાલૂણ મીઠું કહે છે. સિંધાલું મીઠું ડાર્ક બલ્યુ, લાલ રંગ, આછો નારંગી અથવા આછો ગુલાબી પડતા રંગનું હોય છે સિંધાલું મીઠું ઘણું ગુણકારી માનવામાં આવે છે. સિંઘાલું નમકને આહાર માં સમાવેશ કરવો જોઈએ.
સિંધાલું મીઠામાં શરીર માટે સૌથી જરૂરી તત્વો જેવા કે લોહ, કેલ્શિયમ, પોટેશિયમ અને ઝિંક હોય છે. જમવામાં મીઠું ન હોય તો આપણા કોઈપણ સ્વાદિષ્ટ પકવાન ફિકા લાગે છે. મીઠાને સ્વાદનો રાજા એટલે જ કહેવામાં આવે છે. માટે દરરોજ રેગ્યુલર મીઠાને બદલે સિંધાલું મીઠા નો વપરાશ કરવો જોઇએ. ખાસ કરીને જે લોકો મીઠાનો ઉપયોગ કરતા હોય જેમ કે છાશમાં, સલાડમાં વગેરે તેમણે સિંધાલું નમક વાપરવું જોઈએ.
સિંધાલું મીઠા થી થતા ગુણકારી ફાયદા :- (૧) શરીરની માંસપેશીઓ સંકોચનમાં લાભ :-સિંધાલું મીઠામાંથી શરીરની માસપેશીઓના સંકોચન દૂર કરે છે અને શરીરને આરામ આપે છે. (૨) શ્વાસની બીમારીઓમાં ફાયદો :- સિંધવ મીઠું થુંક ને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. આવામાં શ્વાસ ની બીમારી માટે ઉપયોગી પદાર્થ છે.
(૩) ચામડી સંબંધી ફાયદાઓ :- ત્વચાથી સંબંધી ઘણી મુશ્કેલીઓનું સમાધાન સિંધવ મીઠાથી મળે છે. સિંધવ મીઠાને હાથ-પગમાં લગાવીને ઘસવાથી ત્વચા સાફ થાય છે અને આ સિવાય પણ તેના ઘણા બધા ફાયદા થાય છે. (૪) ત્રિદોષનાશક :- આયુર્વેદમાં પણ સિંધાલું મીઠાને સૌથી સ્વાસ્થ્યવર્ધક મીઠું કહેવામાં આવે છે કારણ કે તેમા ત્રણ પ્રકારના દોષ એટલે કે કફ,વાત અને પિત્તને દૂર કરે છે.
(૫) વજન ઘટાડવામાં ઉપયોગી :- સિંધવ મીઠામાં ઘણા એવા ઔષધીય ગુણ છે. સિંધવ મીઠું શરીરમાંથી ચરબીને ઓછી કરે છે કારણ કે આમાં ખનીજ પદાર્થ આવેલ હોય છે. એટલા માટે એમાં ચરબીને ઓછી કરવાના ગુણ હોય છે.જે શરીરના પાચન ને યોગ્ય બનાવે છે. (૬) પેટમાં જીવાણુઓનો નાશ કરવા માટે :- સિંધવ મીઠું અને લીંબુ સાથે લેવાથી પેટના જીવાણુ ને મારી નાખે છે અને પેટના જીવાણુઓ થવાવાળી બિમારીઓનો અંત આવે છે.
(૭) પાચનમાં સુધારવા માટે :- સિંધવ મીઠું ખરાબ પાચનના ઉપચારમાં ખૂબ અસરકારક છે. સિંધવ મીઠું એક ઔષધિની જેમ કામ કરે છે જેનાથી પાચનક્રિયામા સુધારો કરે છે સિંધવ મીઠાથી ભૂખ અને ગેસમાં પણ રાહત મળે છે માટે રોજ સિંધવ મીઠાનો રેગ્યુલર ઉપયોગ કરવો જોઈએ.
(૮) ચામડીમાં રહેલા છિદ્રોને કલિન કરવા માટે :- ત્વચા ને કલિન કરવા સિંધુ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. સિંધવ મીઠાના સ્ક્ર્બ થી ઓપન પોષણમાં જામેલી ધૂળ દૂર થાય છે. તેનાથી ચહેરા પરના ખીલ અને ડાઘા પણ દૂર થાય છે. (૯) ડેડ સ્કિન દૂર કરવા માટે :- સિંધવ મીઠા માં આવેલા તત્વ ડેડ સ્કિન કાઢવા માટે ઉપયોગી છે એમાં આવેલા મિનરલ્સ તમારી ત્વચામાં શોષાઇ જશે અને જેનાથી ડેડ સ્કિન દૂર થશે.
(૧૦) લો બ્લડપ્રેશરમાં ઉપયોગી :- બધા લોકો આ વાતને સારી રીતે જાણે છે કે મીઠું બ્લડ પ્રેશર વધારવામાં મદદરૂપ થાય છે જો તમને લો બ્લડપ્રેશરની બીમારી છે. તો છાશમાં સિંધવ-મીઠું નાખીને પીવાથી તમને લાભ મળશે હાઈ બ્લડ પ્રેશરવાળા એ ખાસ રેગ્યુલર મીઠા ની બદલે આ સિંધવ મીઠા નો ઉપયોગ કરવો જોઈએ તેનાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
(૧૧) વોમીટીંગ માં રાહત :- સિંધવ મીઠા સાથે લીંબુનો રસ મેળવી પીવાથી રાહત મળે છે. (૧૨) શરીરમાંથી વિકારોને દૂર કરવા માટે :- રોજ સિંધવ મીઠું ખાવાથી તમારા શરીરમાં લોહીનુ પરિભ્રમણ યોગ્ય રીતે જશે એટલે કે સિંધવ મીઠું ખાવા થી હાનિકારક તત્વો દૂર થઈ જશે.
(૧૩) એસીડીટી માટે :- સિંધવ મીઠા ને પિત્ત પ્રકૃતિવાળા લોકો માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે કે સિંધવ નો ઉપયોગ કરવાના કારણે લોકોના પેટમાં ઉત્પન્ન થતું પિત્ત ઘટી જાય છે. જેને કારણે લોકોને એસિડિટીમાં રાહત મળે છે. (૧૪) ફાટેલી એડી માટે :- મિત્રો ફાટેલી એડીઓ માટે એક ગરમ પાણીની ડોલમાં સિંધવ મીઠું નાખીને પગ ને ડુબાડો તેનાથી તમારી ફાટેલી એડી સારી થઈ જશે.
(૧૫) દાંત માટે :- સિંધવ મીઠા નો ઉપયોગ આયુર્વેદિક દવા બનાવવામાં પણ થાય છે કેમકે સિંધવ ની અંદર રહેલાં મિનરલ્સ તમારાં દાંત સંબંધી દરેક સમસ્યાઓને દૂર કરે છે તથા સિંધવ મીઠાથી દાંત પર હળવા માલિશ કરવામાં આવે તો તમારા પેઢાને મજબૂત કરે છે તથા દાંતની પીળાશ પણ દૂર કરે છે.
(૧૬) હાડકાની મજબૂતી માટે :- ઘણા લોકોને એ નથી ખબર કે આપણું શરીર આપણા હાડકા માંથી કેલ્શિયમ અને ખનીજ ખેંચે છે તેથી આપણા હાડકાંમાં નબળાઈ આવી જાય છે જેથી મીઠાવાળું પાણી કે મિનરલ ઉણપ ની પૂર્તિ કરે છે અને હાડકાની મજબૂતી પૂરી પાડે છે. મોટાભાગે લોકો નવરાત્રી કે ફરાળમા સિંધવ મીઠું ખાતા હોય છે પણ રોજ ખાવામાં સિંધુ મીઠાનો વપરાશ કરવો જોઇએ.