અત્યારના સમયની ખાવાની ખોટી આદતો અને ખરાબ જીવનશૈલીને કારણે આધુનિક સમયમાં ફિટ રહેવું ખૂબ જ મુશ્કેલ કામ છે. ખાસ કરીને 40 વર્ષની ઉંમર પછી સ્વસ્થ રહેવું કોઈ પડકારથી ઓછું નથી. આ ઉંમરમાં હ્રદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કિડની અને લીવર સંબંધિત રોગોનું જોખમ વધી જાય છે અને અત્યારે તો નાની ઉંમરના લોકોમાં પણ આ સમસ્યા વધવા લાગી છે.
તેથી આધુનિક સમયમાં સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું ખુબજ જરૂરી બની ગયું છે. 40 વર્ષની ઉમર પછી સ્વસ્થ્ય રહેવા માટે યોગ્ય દિનચર્યા, યોગ્ય આહાર, યોગ અને રોજ વ્યાયામનું પાલન કરો. આ સાથે જ સ્વસ્થ રહેવા માટે તમારા આહાર યોજનામાં વ્યાપક સુધારા કરો કારણકે તમારી થોડી પણ બેદરકારીથી તમારી બીમારીનું જોખમ વધી શકે છે.
જો તમે 40+ ગ્રૂપમાં સામેલ છો, તો સ્વસ્થ રહેવા માટે અહીંયા જણાવેલા ડાયટ પ્લાનને અનુસરો. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે 40 વર્ષની ઉંમર પછી વ્યક્તિના ખોરાકમાં દૂધ, દહીં સહિત ડેરી ઉત્પાદનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ કારણકે ડેરી ઉત્પાદનોથી કોલેસ્ટ્રોલ વધી શકે છે.
આ સાથે જ આ ઉંમરે ચયાપચય ધીમું પડી જાય છે. આ માટે સવારના નાસ્તામાં ડેરી ઉત્પાદનોનું સેવન ઓછું કરો અને તમારા આહારમાં ઇંડા, તાજા ફળો વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ કરો. 40 વર્ષ પછી ફળો અને શાકભાજીનું સેવન વધુને વધુ કરવું જોઈએ કારણકે ફળો અને શાકભાજીમાં કેલરી ઓછી હોય છે.
આ સાથે જ ફળો અને શાકભાજીમાં ઘણા ફાયદાકારક પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. આ માટે બપોરના ભોજનમાં વધુને વધુ ફળ અને શાકભાજી ખાઓ.
બપોરના ભોજન પછી સાંજે ડ્રાય ફ્રૂટ્સ અને ફણગાવેલા અનાજ એટલે કે સ્પ્રાઉટ્સ નાસ્તામાં ખાઓ. એક્વાતનું ધ્યાન રાખો કે તળેલી વસ્તુઓનું સેવન બિલકુલ ન કરો. આના કારણે કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો વધી જાય છે.
રાત્રિભોજનમાં વધુ ને વધુ પ્રોટીનયુક્ત ખોરાક લો. આ સાથે જ રોજ યોગ, વ્યાયામ અને વોકિંગ કરો. જમ્યા પછી ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ ચાલવાનું રાખો. ચાલવાથી તમારા શરીરને ઘણો ફાયદો થશે.
જો તમે અહીંયા જણાવેલ ડાયટ પ્લાન ફોલો કરશો તો તમે પણ 40 વર્ષની ઉંમર પછી પણ એકદમ સ્વસ્થ અને હેલ્ધી રહી શકશો. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે.