અત્યારે હાર્ટ અટેકથી ઘણા લોકો મુત્યુને ભેટિયા છે, તેમાં નાની ઉંમરના લોકો સૌથી વધારે જોવા મળી રહ્યા છે, હાર્ટ અટેક આમ તો મોટી ઉમેરની બીમારી છે, પરંતુ અત્યારની જીવન શૈલી પ્રમાણે નાની ઉંમરે જ હાર્ટ અટેક નું જોખમ પણ ખુબ જ વધી ગયું છે.
હાર્ટ અટેક આવે ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે. હાર્ટ અટેક સાયલેન્ટ કિલરના જેમ આવે છે, જેને આવતા પહેલા કેટલાક લક્ષણો જોવા મળતા હોય છે, જે લક્ષણોને અવગણવામાં આવે તો ઘણું મોટું નુકસાન થઈ શકે છે.
આ માટે આપણે પણ ખરાબ હોવી જોઈએ કે સાયલેન્ટ કિલર જેવા હાર્ટ અટેકમાં કયા લક્ષણો જોવા મળી રહ્યા છે તે પણ ઘ્યાન રાખવું જોઈએ. આ માટે અમે તમને કેટલાક લક્ષણો વિષે જણાવીશું જેની મદદથી તમે હાર્ટ અટેક ના સાયલેન્ટ વેરિયન્ટની પુષ્ટિ કરી શકીશું, અને તેનાથી થતા જીવના જોખમને ઓછું કરશે.
સાયલન્ટ હાર્ટ એટેકના લક્ષણો:
છાતીમાં દુ:ખાવો અને બળતરા: છાતીમાં દુખાવો, બળતરા, છાતીમાં ભારેપણું રહેવું જેવા અનેક લક્ષણો જોવા મળતા હોય છે, આ માટે સાયલેન્ટ હાર્ટ એટેકના આ લક્ષણો દેખાય તો અવગણવા જોઈએ નહીં.
કમર અને પેટમાં દુઃખાવો: હાર્ટ અટેક આવતા પહેલા શરીરના કેટલાક ભાગમાં દુખવો રહેતો હોય છે, જેમ કે, હાથમાં દુખાવા, કમરના દુખાવા, પેટના દુખાવા જેવા લક્ષણો દેખાતા હોય છે, આ માટે આવા લક્ષણો દેખાય તો નજરઅંદાજ કર્યા વગર તાત્કાલિક નજીકના ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
શ્વાસ લેવામાં તકલીફ પડે: શ્વાસ ચડવાની સમસ્યા હાલત ચાલતા જ થઈ જતી હોય છે જેના કારણે ગભરામણ, અકરામન, ચક્કર આવવા જેવા લક્ષણો જોવા મળતા હોય છે, શ્વાસ ચડવાની સાથે છાતીમાં પણ દુખાવો થતો હોય છે, માટે જયારે પણ આવા લક્ષણ જણાય તે સાયલેન્ટ હાર્ટ અટેકના હોઈ શકે છે.
સાયલેન્ટ હાર્ટ અટેક આવે તે પહેલા શરીર પર ખુબ જ પરસેવો થતો હોય છે, અને ધબકારા પણ તેજ થઈ જતા હોય છે, આવા સમયે આપણે ખુબ જ ઘ્યાન રાખવાની જરૂર છે, હાર્ટ અટેક થી બચવા માટે નિયમિત પણે બ્લડ પ્રેશર ચેક ચેક કરાવતું રહેવું જોઈએ આ ઉપરાંત કોલેસ્ટ્રોલ ને નિયંત્રણમાં રહે તેવા ફૂડ નો પણ સમાવેશ કરવો જોઈએ.
આપણા શરીરમાં જયારે લોહીનો પ્રવાહ ધીમો થઈ જાય છે ત્યારે હૃદયને લગતી ગંભીર બીમારી પણ થઈ શકે છે, આ માટે આપણું લોહી જાડું ના થાય અને ગંઠાઈ ના જાય તે માટે આપણે આહારમાં બીટ, ગાજર, કીવી વગેરેનો સમાવેશ કરવો જોઈએ.
હાર્ટ અટેક આવતા શરીરમાં પરસેવો થવો, છાતીમાં દુખાવો થવો, ગળા અને જડબાના ભાગમાં અતિશય દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, જેવા અનેક લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.