આજના સમયમાં 100 માંથી 60 લોકો એવા જોવા મળશે જે પેટની વધતી ચરબીથી પરેશાન હોય છે, પેટની ચરબી વધવાથી આપણું પેટ બહાર આવે છે અને વજન માં પણ વધારો થતો હોય છે, ચરબી બહાર નીકળવાથી આપણા શરીરનો આકાર પણ ખુબ જ બદલાઈ જતો હોય છે.
પેટની ચરબીને દૂર કરવા માટે ઘણા બધા ડાયટ પ્લાન પણ કરતા હોઈએ છીએ આ ઉપરાંત આપણે દિવસમાં એક ટાઈમ જમવાનું પણ ઓછું કરી દેતા હોઈએ છીએ. ચરબી વધવાના કારણે પણ પેટને લગતી અનેક બીમારીઓ ઉપરાંત અન્ય બીમારીઓ પણ થઈ શકે છે.
આજના યુગમાં સ્ત્રી હોય કે પુરુષ હોય પેટની ચરબી વધવાના કારણે તાણી તકલીફોથી જજુમી રહ્યા હોય છે, વજન વધવાથી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક સાબિત થઈ શકે છે, પેટની ચરબી વધવા પાછળના ઘણા બધા કારણો હોઈ શકે છે જેના કારણે આપણે વજન ઉતારવાના પ્રયત્નો કરીએ છીએ પણ ઉતારી નથી શકતા, પેટની ચરબી વધવા પાછળના કેટલાક કારણો વિષે જણાવીશું.
મેટાબોલિઝમ ધીમું થવું: જેમ જેમ આપણી ઉમર વધતી જાય છે તેમ તેમ મેટાબોલિઝમ ધીરે ધીરે ધટાડો થાય છે. ઘણા લોકો એવા ખોરાક ખાતા હોય છે જેને કારણે તેમની સીધી અસર ચયાપચય ની ક્રિયા પર જોવા મળે છે, જેના કારણે મેટાબોલિઝમ ધીમું થાય છે અને ચરબી વધવા લાગે અને પેટ ફૂલવા લાગે છે. જેના કારણે થાઇરોડ અને ડાયાબિટીસ જેવા રોગો થવાનું જોખમ વધી જાય છે.
અનિયમિત આહાર લેવો: ચરબી વઘવાનું સૌથી મોટું કારણ વધારે ચરબી યુક્ત અને કાર્બોહાઇડ્રેટ વાળા ખોરાક ખાવાના કારણે ચરબીમાં વધારો થાય છે. વધારે પડતા બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડ ખાવાં, મેંદા વળી વસ્તુઓ ખાવાના કારણે ખોરાક પચતો નથી જેના પરિણામે પેટમાં ચરબી જમા થાય છે.
અનિયમિત ખોરાક લેવાના કારણે હૃદય ફ્રોગ, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, વાયરલ ઈન્ફેક્શન જેવા અનેક રોગો થવાનું જોખમ રહેતું હોય છે, માટે અનિયમિત આહાર લેવો એ પેટની ચરબી વધવાનું કારણ છે.
તણાવમાં રહેવું: આખો દિવસ કામના ટેન્શન કારણે ખુબ જ તણાવ મહેસુસ કરીએ છીએ જેના કારણે વજન માં વધારો થઈ શકે છે. કારણકે જયારે આપણા શરીરમાં તણાવ, ડિપ્રેશન, સ્ટ્રેસ રહેતો હોય છે ત્યારે અર્પણ હોર્મોન્સ બદલાતા રહેતા હોય છે. જેના કારણે પેટની ચરબી વધવાનું કારણ તણાવ હોઈ શકે છે.
આલ્કોહોલનું સેવન કરવું: આલ્કોહોલમાં કેલરીનું પ્રમાણ વધુ જોવા મળે છે જેના કારણે વજન વધી શકે છે, નિયમિત પણે આલ્કોહોલ પીતા લોકોમાં પેટની ચરબી વધવાનું સૌથી વધુ જાણવા મળ્યું છે, આ ઉપરાંત વધુ આલ્કોહોલનું સેવન કરવાથી લીવર ને સૌથી વધારે નુકસાન થઈ શકે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જોખમી સાબિત થઈ શકે છે.
પેટની ચરબી વધવા પાછળના આ સૌથી મહત્વના કારણો હોઈ શકે છે, માટે પેટની ચરબીને ઓછી કરવા માગતા હોય તો ચરબી યુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, આ ઉપરાંત તણાવ પણ ઓછો લેવો જોઈએ. વજન ઓછું કરવાનું વિચારી રહ્યા હોય તો આલ્કોહોલ નું સેવન કરવાનું એકદમ બંધ કરી દેવું જોઈએ.
પેટની ચરબી ઓગાળવા માટે રોજે સવારે ઉઠીને જોગિંગ અને વોકિંગ કરવું જોઈએ અને રાત્રિનું ભોજન હળવું લેવું જોઈએ, આ સિવાય આહાર માં સલાડનું સેવન વધારે કરવું જોઈએ જે ચરબીને ઓગળામાં મદદ કરશે, દિવસમાં એક કે બે ગ્લાસ હૂંફાળું પાણી પીવું જોઈએ જે ચરબીને ઓગાળી વજન ને ઓછું કરવામાં મદદ કરશે.