ઋતુ પરિવર્તન થવું એક કુદરતી ક્રિયા છે. આપણે બધા ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે ઘણી બધી રાહ જોઈએ રહ્યા છે, તેવામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે જે ગરમીથી છુટકાળો અપાવામાં મદદ કરશે. દરેક વ્યક્તિ ગરમીથી છુટકાળો મેળવવા માટે વરસાદમાં નાવા જતા હોય છે.
પરંતુ ઋતુમાં પરિવર્તન થતા જ આપણા સ્વાસ્થ્ય ને લગતી અનેક સમસ્યાઓ થવાનું ચાલુ થઈ જતું હોય છે. ઋતુ પરિવર્તન થતા જ શરીરમાં ઘણા બધા ફેરફાર કરવા પડતા હોય છે, પરંતુ આપણે ફેરફાર ના કરવાના કરવાના કારણે ઘણા રોગોના શિકાર પણ થઈ જતા હોઈએ છીએ.
ચોમાસાની ઋતુમાં ખાવા પીવા ની સાથે આપણે રોજિંદા જીવનમાં પણ કેટલાક બદલાવ લાવવા જોઈએ. ચોમાસામાં આપણે હેલ્ધી ડાયટ નો સમાવેશ કરવો જોઈએ. આ માટે આપણે મોન્શુન ઋતુમાં સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે શું ખાવું જોઈએ તેના વિષે જણાવીશું.
મોસમી ફળો ખાઓ : દરેક ઋતુમાં આવતા ફળો ખાવાથી આપણા સ્વસ્થ્ય ને ઘણા બધા ફાયદા થાય છે. આ માટે આપણે મોન્સૂન ઋતુમાં લીચી, નાશપતિ, સફરજન, જાંબુ, ચેરી, દાડમ જેવા ફળોનો સમાવેશ કરવો જોઈએ. જે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી અનેક રોગો સામે રક્ષણ આપે છે.
પાણીવાળા ખોરાક ખાવાના ટાળો: શરીરને ઠંડક અપાવવા માટે આપણે પાણીવાળા ખોરાક નો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ ચોમાસામાં પાણીયુક્ત ખોરાક ખાવાથી શરદી થઇ શકે છે, પરિણામે આપણે માથાનો દુખાવો અને તાવ ની સમસ્યા થઈ શકે છે, આ માટે આપણે તરબૂચ, શેરડી, છાશ, લસ્સી વગેરે જેવા પાણીયુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.
બહારના ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળો: ઋતુમાં પરિવર્તન થતા જ આપણે બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણે બહારના તળેલા ખોરાક ખાવાથી ઘણી બધી મોસંબી બીમારીઓ થવાનું જોખમ વધુ રહેતું હોય છે. આ માટે ચોમાસાની ઋતુમાં બહારના ખોરાક ખાવાનું ટાળવું જોઈએ જેથી આપણું શરીર સ્વસ્થ અને હેલ્ધી રહી શકશે.
વધારે મીઠું ખાવાનું ટાળો: ઋતુમાં પરિવર્તન આવતા જ અપને આપણા આહારમાં ખુબ જ ઘ્યાન આપવું જોઈએ આ માટે આપણે ભોજનમાં સફેદ મીઠાનો ઉપયોગ ટાળીને કુદરતી રીતે મળી આવતા સિંધાલુ મીઠુંનો ઉપયોગ કરો જે ચોમાસામાં બ્લડસુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરશે.
ફ્રિઝનું પાણી ટાળો: ઘણા લોકોને ફ્રિઝનું ઠંડુ પાણી જ પિતા હોય છે, પરંતુ ઋતુમાં પરિવર્તન આવતા જ આપણે ફ્રિઝનું પાણી પીવાનું ટાળવું જોઈએ કારણે ઋતુ પરિવર્તન થતા જ આપણે ફ્રિઝનું ઠંડુ પાણી પીએ તો ગળામાં બળતરા, શરદી, ખાંસી, અને કફની સમસ્યા પણ થઈ શકે છે, આ માટે ફ્રિઝનું પાણી પીવાનું ટાળવું જોઈએ.
હૂંફાળું પાણી પીવો: ચોમાસામાં શરીરમાં રોગપતિકારક શક્તિને મજબૂત બનાવી રાખવા માટે રોજે સવારે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવું જોઈએ, કારણકે હૂંફાળું પાણી પીવાથી શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયા પણ દૂર થાય છે આ ઉપરાંત ખોરાકને પચાવામાં મદદ કરે છે અને આપણી રોગપ્રિતિકારક શક્તિમાં વધારો થાય છે.
લસણ ખાઓ: મોન્શુન સીઝનમાં દરેક વ્યક્તિ વાયરલ ઈન્ફેક્શનના શિકાર બનતા હોય છે એવામાં અનેક વાયરલ ઈન્ફેક્શન થી બચવા માટે આપણે રોજે સવારે એક લસણ ની કાચી કળી ચાવીને ખાઈ લેવી જોઈએ. જે શરદી, ખાંસી અને કફને દૂર કરવામાં મદદ કરે છે. ઈમ્યુનીટીને બુસ્ટ કરવા અને શારીરિક કમજોરીને દૂર કરવા માટે લસણ ખુબ જ ફાયદાકારક છે.
શાકભાજી ખાઓ: શાકભાજી ખાવાથી આપણા શરીરને પૂરતા વિટામિન, મિનરલ્સ અને ખનીજ તત્વો મળી આવે છે, ઋતુ અનુસાર શાકભાજી ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. શાકભાજીને રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખે છે.
ચોમાસામાં દિવસમાં એક વખત આદુંવાળી ચા પીવી જોઈએ જે શરદીમાં રાહત આપશે. ચોમાસાની ઋતુમાં અનેક ચેપી રોગોથી બચવા માટે આપણે રોજે એક ગ્લાસ હૂંફાળા પાણીનો સમાવેશ કરવો જોઈએ. ચોમાસામાં તુલસીના પાન, ઈલાયચી, આદું, લવિંગ, કાળામરી, તજ નો ઉકાળો બનાવીને પીવો જોઈએ જે ચેપી રોગ અને વાયરલ ઈન્ફેક્શન થી બચાવી રાખવામાં મદદ કરશે.