આ લેખમાં તમને બાળકને મોબાઈલની લત પડી ગઈ હોય તો તેને કેવી રીતે આ લતથી છુટકાળો અપાવવો તેના વિષે કેટલીક ટિપ્સ જણાવીશું. આ ટિપ્સ નો ઉપયોગ કરીને તમે તમારા બાળકને મોબાઈલની લેત છોડાવી શકો છો.

આજકાલ મોબાઈલશ્વાસ લેવા જેટલું જ અગત્યનું બની ગયું છે. આજના સમયમાં દરેક લોકો પાસે મોબાઈલ જોવા મળે છે. મોબાઈલથી તમારું ઘણું કામ સરળ થઇ જાય છે પરંતુ જો તમે તેનો વધુ ઉપયોગ કરો તો તમારા માટે નુકશાનકારક સાબિત થાય છે.

હવે તો નાના બાળકો જે એક કે બે વર્ષના હોય તે પણ મોબાઈલ ફોન વાપરવાનું બહુ પસંદ કરે છે. જો કે, આપણે બધા જાણીએ છીએ કે બાળકો માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો કેટલું જોખમી છે.

જો તમે પણ તમારા બાળકના હાથમાં સ્માર્ટફોન આપો છો અથવા તમારા બાળકને ફોનથી દૂર જવાનું બિલકુલ પસંદ નથી, તો આ આદત તમારા બાળકને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે તમારા બાળકોને સરળતાથી મોબાઈલ ફોનથી દૂર રાખી શકો છો.

આઉટડોર રમતો: જયારે તમે તમારા બાળકને બહાર જવાથી રોકો છો, ત્યારે બાળકોને તેમની પસંદગીની રમતો ઘરે જ મળે છે. કેટલાક બાળકો રમકડાં સાથે રમે છે અને કેટલાક મોબાઈલને તેમના મિત્રો બનાવે છે. જો તમારું બાળક ઘરે હોય ત્યારે મોબાઈલનું વ્યસની થઈ જાય, તો સારું છે કે તમે તેને રોજ પાર્કમાં લઈ જાઓ અને તેને ત્યાં તેના મિત્રો સાથે રમવા માટે પ્રોત્સાહિત કરો.

મોબાઈલ ઓછો આપો: ઘણા લોકો પોતાના બાળકને શાંત રાખવા અથવા કોઈ જીદ કરે તો તે જીદને પુરી ન કરવા માટે મોબાઈલ આપવાની લાલચ આપે છે. બાળક મોબાઈલનું નામ સાંભળીને પોતાની જીદ ભૂલી જાય છે. પરંતુ તમને જણાવીએ કે બાળક સામે ક્યારેય મોબાઈલ વિષે વાત ન કરો. બને ત્યાં સુધી બાળકને મોબાઈલથી દૂર રાખો.

જો તમે ઈચ્છો તો તમે તમારા બાળકને તમારો ફોન વાપરવા માટે આપી શકો છો, પરંતુ સાથે જ તેને સમજાવો કે તેને ફોન મર્યાદિત સમય માટે જ વાપરવા માટે આપવામાં આવ્યો છે. જમતી વખતે, ભણતી વખતે, સૂતી વખતે કે બહાર જતી વખતે કે રમતી વખતે સ્માર્ટફોન ન આપો.

બાળક સાથે બેસીને વાત કરો: અત્યારના નવા નવા સ્માર્ટફોનના તેજસ્વી રંગો અને એનિમેશન બાળકોને મોહિત કરે છે. તમે તમારા બાળકોને ફોનના સ્વાસ્થ્યના જોખમો વિશે શિક્ષિત કરો. તેની સાથે વાત કરો અથવા તેને વીડિયો વગેરે બતાવીને સમજાવવાનો પ્રયાસ કરો કે ફોનનો ઉપયોગ બાળકો માટે હાનિકારક છે.

મોબાઈલમાં પાસવર્ડ રાખો: જયારે તમે ઘરની બહાર જાઓ અને મોબાઈલને ઘરે મૂકીને જાઓ ત્યારે બાળક મોબાઈલ લઈને ઉપયોગ કરવા લાગે છે. આ કિસ્સામાં ટેક્નોલોજી તમને મદદ કરી શકે છે. તમારા ફોનમાં પાસવર્ડ રાખો જેથી તમારી ગેરહાજરીમાં બાળક તેનો ઉપયોગ ન કરી શકે.

પ્રકૃતિ સાથે જોડો: બાળકો માટે પ્રકૃતિ નેચરલ થેરેપી તરીકે કામ કરે છે અને તેની મદદથી તમારા બાળકો ફોનથી દૂર રહી શકે છે. તમારા બાળકોને બહાર ગ્રીન સ્પેસ અથવા પાર્ક વગેરેમાં ફરવા લઈ જાઓ. તેનાથી બાળકો પણ તાજગી અનુભવશે અને બાળકોને ત્યાં આપોઆપ તેમની પસંદગીની રમત મળશે.

બાળકની નજીક રહેવાનો પ્રયત્ન કરો: બધા માતા-પિતા તેમના કામ અને જવાબદારીઓમાં ખૂબ વ્યસ્ત હોય છે પરંતુ તેમ છતાં તેમના બાળક માટે સમય કાઢવો ખૂબ જ જરૂરી છે. બાળકો સાથે બોર્ડ ગેમ્સ રમો અથવા રસોઈ અથવા બાગકામ જેવા કાર્યોમાં તેમની મદદ મેળવો. તમે બાળકોને ગાવાનું, પુસ્તકો વાંચવા કે પેઇન્ટિંગ શીખવાનો શોખ પણ શીખવી શકો છો.

જો તમે પણ અહીંયા જણાવેલી ટિપ્સ અનુસરો છો તો તમારા માટે બાળકોને ફોનથી દૂર રાખવાનું એકદમ સરળ બની જશે. માહિતી સારી લાગે તો આગળ મોકલો જેથી બીજા લોકો પણ તેમના બાળકોને મોબાઈલનું વ્યસન છોડાવી શકે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *