આપણું શરીરમાં જુદા જુદા અંગોનું બનેલું છે અને આ દરેક અંગો જો સારી રીતે કામ કરે તો જ આપણું શરીર સ્વસ્થ્ય રહી શકે છે. શરીરના મહત્વપૂર્ણ અંગોમાં હાડકાનો સમાવેશ થાય છે. હાડકા જેટલા મજબૂત હશે, તેટલા તમે વધુ સ્વસ્થ રહેશો અને તમે વધુ ફિટ રહેશો.

પરંતુ ખોરાકમાં પોષક તત્વોની અછતને કારણે બાળકોના હાડકા જ નબળા પડવા લાગ્યા છે. આ ઉપરાંત આધુનિક જીવનશૈલી અને કોમ્પ્યુટર પર સતત નિર્ભરતાના કારણે યુવાનોમાં હાડકા સંબંધિત સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. કસરત ન કરવાના કારણે શરીર કેલ્શિયમને શોષી શકતું નથી અને હાડકાં અને સ્નાયુઓ નબળા પડી જાય છે.

જો તમારા પણ હાડકા નબળાં પડી ગયા છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીં તમને કેટલાક ઉપાયો જણાવીશું જે ઉપાયો અપનાવીને તમે તમારા હાડકાંને મજબૂત બનાવી શકો છો.

કેલ્શિયમનું સેવન વધારવું: કેલ્શિયમ એ તમારા હાડકાંને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે. દૂધ કેલ્શિયમના શ્રેષ્ઠ સ્ત્રોતોમાંનું એક છે. દરરોજ બે ગ્લાસ દૂધ તમારી દૈનિક જરૂરિયાત માટે પૂરતું કેલ્શિયમ પૂરું પાડે છે. તમે ઈચ્છો તો દૂધ સિવાય તમે દહીં અને ચીઝ પણ લઇ શકો છો. દહીં અને ચીઝ પણ કેલ્શિયમનો ભંડાર છે.

મીઠું ઓછું કરો: મીઠું શરીરમાંથી કેલ્શિયમને વંચિત કરે છે. વધુ પડતું મીઠું પેશાબમાંથી કેલ્શિયમને નીકાલી દે છે. ડોકટરોના જણાવ્યા પ્રમાણે, મીઠું હાડકાં માટે ખૂબ જ જરૂરી છે કારણ કે મીઠામાં આયોડિન હોય છે, જે આપણા હાડકાંને મજબૂતી આપે છે. પરંતુ મીઠાના વધુ પડતા સેવનથી હાડકા પીગળી જાય છે. તેથી, તમારા હાડકાંને મજબૂત કરવા માટે, તમારે તમારા આહારમાં મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ.

વિટામિન ડી: હાડકાની મજબૂતી માટે વિટામિન ડી મહત્વપૂર્ણ છે. કેલ્શિયમ ઉપરાંત, વિટામિન ડી પણ મજબૂત અને સ્વસ્થ હાડકાં બનાવવા માટે જરૂરી પોષક તત્વો છે. વિટામિન ડી મેળવવા માટે તમે સવારે તડકામાં બેસી શકો છો. આ સાથે જ વિટામિન ડી થી ભરપૂર લીલી ભાજીઓ જેવી વસ્તુઓ ખાવાની શરુ કરો.

હાડકાના સ્વાસ્થ્ય માટે કસરત: હાડકાના સ્વાસ્થ્ય માટે કસરત કરવી એ ખુબજ જરૂરી છે આ સાથે કસરત કરવાથી શરીરના બીજા અંગો પણ સ્વસ્થ્ય રહેવાની સાથે સારી રીતે કામ કરે છે. હાડકાંને મજબૂત બનાવવા માટે દોરડું કૂદવું, ચાલવું, સાયકલ ચલાવવી અને સીડી ચઢવી વગેરે કસરત કરી શકો છો.

બ્રેકફાસ્ટ: સવારનો નાસ્તો તમારા હાડકાના સ્વાસ્થ્ય‍‍થ‍ને ઘણી રીતે સુધારી શકે છે. મગફળી અને બદામ પ્રોટીન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે. આ સિવાય અખરોટ અને અળસીમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

પોટેશિયમની માત્રા : પોટેશિયમ હાડકાના સ્વાસ્થ્યમાં સીધી મદદ કરતું નથી, પરંતુ તે કોષોમાંથી કચરો દૂર કરવામાં મદદ કરે છે. હાડકાને મજબૂત બનાવવા માટે શક્કરીયા, સફેદ બટાકા (સ્કીન સહિત), દહીં અને કેળા જેવા ખોરાક ખાવાનું શરુ કરો.

મજબૂત હાડકાં માટે ધૂમ્રપાન છોડો: ઘણા સંશોધનો અનુસાર, ધૂમ્રપાન શરીરને કેલ્શિયમનું શોષણ કરતા અટકાવે છે. જે હાડકાં અને ઘનતામાં ઘટાડોનું કારણ બને છે. તેથી હાડકાની સાથે-સાથે ફેફસા અને હૃદયની બીમારીઓથી બચવા માટે ધૂમ્રપાનની આદત છોડો.

કેફીન ઓછું કરો: દિવસમાં બે કપ કોફી સારી છે, પરંતુ વધુ પડતી કેફીન શરીરની કેલ્શિયમ શોષવાની ક્ષમતાને અસર કરે છે. તેથી જેઓ દૈનિક પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ લેતા નથી, તેઓ માટે કેફીનનું સેવન હાડકાને નુકશાન કરે છે. કોફીનો આનંદ લો, પરંતુ સામે કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓ ખાઓ.

જો તમે પણ અહીંયા જણાવેલા ઉપાયો કરશો તો તમારા હાડકા પણ જીવો ત્યાં સુધી મજબૂત રહેશે અને તમને હાડકાને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *