અત્યારે હાલમાં નાના મોટા દરેક વ્યક્તિને શ્વાસને લગતી સમસ્યા રહેતી હોય છે. ખાસ કરી તે સમસ્યા શિયાળામાં સૌથી વધુ જોવા મળતી હોય છે. અસ્થમા ઉપરાંત દમની સમસ્યા રહેતી હોય તો શ્વાસ લેવામાં તકલીફ રહેતી હોય છે. શ્વાસ ચડવાના કારણે શ્વસન માર્ગમાં સોજો આવવાના કારણે નળીઓ સંકોચાય જાય છે.
જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને શ્વાસ લેવાની ગતી ઘીમી થઈ જાય છે, છાતીમાં ખેંચાણ આવવાનું સારું થવાથી શ્વાસ ફૂલવા લાગે અને ખાંસી અવવની શરુ થઈ જાય છે. આ સમસ્યા થવાના કારણે શ્વાસ નકીમાં સોજો આવવાના કારણે નળી સાકરી થાય છે અને આજેના કારણે શ્વાસ લેતા અને બહાર કાઢતી વખતે સીટીઓ વાગવાનું શરૂ થઈ જાય છે.
અસ્થમા થવાનું મુખ્ય કારણ: હવાનું પ્રદુષણ, ધૂળ વાળું વાતાવરણ, શરદી, ફલૂ, ધુમ્રપાન, વઘારે પ્રમાણમાં દવાનું સેવન, કસરત કરવાનો અભાવ, ચિંતા, વારંવાર કફ થવો, જંક ફૂડનું સેવન વગેરે ના કારણે એલર્જી થઈ જાય છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે જેને અસ્થમા કહેવામાં આવે છે.
અસ્થમા થવાના મુખ્ય લક્ષણો: જેવા કે વઘારે ખાંસી આવવી, ધૂળ, ધુમાડો, તીવ્ર વાસ આવી, કોઈ પણ પક્ષી કે પ્રાણીના સંપર્ક માં આવ્યા પછી તરતજ ખાંસી આવવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, બેચેની થવી, માથું ભારે લાગવું, ઉલ્ટી થવી, શરદી ખાંસીની એલર્જી રહેતી હોય વગેરે અસ્થમા થવાના લક્ષણો જોવા મળે છે.
આદું: આદું ખુબ જ ગુણકારી છે. અસ્થમા રોગમાં આદું ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી આદુનો રસ મિક્સ કરીને પીવાથી અસ્થમા રોગમાં ઘણી રાહત મળે છે. આ ઉપરાંત તે દમના રોગમાં ખુબ જ અસરકારક સાબિત થાય છે.
સરસવનું તેલ: અસ્થમા પીડિત દર્દીએ નાક પર સરસવના તેલથી માલિશ કરવી જોઈએ જેથી નાસ સાફ રહે અને શ્વસન તંત્રના માર્ગમાં આવતા સોજાને દૂર કરે છે આ ઉપરાંત તેમાં જમા થયેલ કચરાને દૂર કરી દેછે. જેના કારણે સરળતાથી શ્વાસ લેવાય છે.
લસણ: લસણ ની પ્રકૃતિ ગરમ હોય છે. જે અસ્થમા દર્દી માટે લાભદાયક છે. જે ફેફસાને સાફ રાખે અને શ્વસન માર્ગને ક્લીન કરે છે. આ ઉપરાંત તે શરીરમાં રહેલા હાનિકારક ઝેરી બેક્ટેરિયાનો નાશ કરે છે. માટે એક લસણની કળીને એક કપ દૂઘમાં મિક્સ કરીને ઉકાળીને પી જવું.
આ ઉપરાંત એક લસણની કળી લઈને તેનો રસ કાઢીને પીવાથી પણ ઘણો ફાયદો થાય છે. લસણ નું સેવન કરવાથી ક્યારેય કફની સમસ્યા રહેતી નથી જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી અને અસ્થમા રોગમાં રાહત મળે છે.
મેથી: મેથીના અનેક સ્વાસ્થ્ય વર્ધક લાભો મળી આવે છે. માટે તે અસ્થમા માં રાહત મેળવવા માં મદદ કરે છે. આ માટે એક ગ્લાસમાં પાણી લઈને તેમાં એક ચમચી આદુનો રસ અને એક ચમચી મઘ મિક્સ કરીને ગરમ કરીને પીવાથી શ્વાસ લેવામાં પડતી તકલીફમાં રાહત મળે છે અને અસ્થમા દર્દીને રાહતનો અનુભવ થાય છે.
કપૂર: કપૂર અસ્થમા રોગને કંટ્રોલમાં રાખે છે. માટે એક ચમચી સરસવનું તેલ લઈને તમે એક ટુકડો કપૂરનો નાખીને ગરમ કરો અને તેને ચાટી અને પીઠ પર લગાવી દો. જેના કારણે શ્વસન માર્ગ ખુલવા લાગશે. અને અસ્થમા માં ઘણી રાહત મળશે.
તુલસી: તુલસી અનેકે રોગને દૂર કરવા માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે. માટે તુલસીના થોડા પાન લઈને તેને પીસી દેવા ત્યાર પછી તેમાં એક ચમચી મઘ મિક્સ કરીને ખાઈ જવું. એવું કરવાથી અસ્થમા માં રાહત મળશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.