આજકાલ કમરનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. શરીરમાં કેલ્શિયમની ઉણપ અને લાંબા સમય સુધી એકજ સ્થિતિમાં બેસી રહેવાથી આ સમસ્યા થાય છે. તે જ સમયે, સ્ત્રીઓમાં આ સમસ્યા માસિક ધર્મમાં ખલેલને કારણે પણ થાય છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોનાના સમયગાળા દરમિયાન ઘરેથી કામ કરવા દરમિયાન લોકોની જીવનશૈલીમાં ઘણો બદલાવ આવ્યો હતો.

લોકો પોતાના ઘરોમાં કલાકો સુધી એક જ મુદ્રામાં બેસીને કામ કરતા હતા. જેના કારણે પીઠના દુખાવાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. અત્યારે પણ 10માંથી 8 લોકો કમરના દુખાવાથી પરેશાન છે. જો તમે પણ કમરના દુખાવાથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આ ઉપાયો અવશ્ય અનુસરો. તો આવો જાણીએ.

મીઠું : સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, શરીરમાં મીઠાનું અસંતુલન હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાનું કારણ બને છે. આ માટે યોગ્ય માત્રામાં મીઠાનું સેવન કરો. ખાસ કરીને ભોજનમાં ઉપરથી મીઠાનું સેવન ન કરો. આ સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. આ સાથે જ, શરીરમાં અસંતુલિત સોડિયમને નિયંત્રિત કરવા માટે પોટેશિયમથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. તેનાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

મીઠું કમરના દુખાવામાં ચોક્કસપણે રાહત આપે છે. પીઠના દુખાવામાં રાહત મેળવવા માટે ડોકટરો પણ મીઠાનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. આ માટે એક વાસણમાં પાણી ગરમ કરો. પાણી ગરમ કરતી વખતે તેમાં એક ચમચી મીઠું ઉમેરો. જો તમે ઇચ્છો તો રોક સોલ્ટનો પણ ઉપયોગ કરી શકો છો.

પાણી ગરમ થાય એટલે ગેસ સ્ટવ પરથી ઉતારી લો. હવે ટુવાલની મદદથી હૂંફાળા પાણીથી કમરને કોમ્પ્રેસ કરો. જો તમે ઈચ્છો તો હોટ વોટર બેગનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં હૂંફાળું ગરમ ​​પાણી નાખો અને તમારી કમરની સીકાઈ કરો. તેનાથી કમરના દુખાવામાં ચોક્કસથી રાહત મળશે.

તવા પર મીઠું થોડું શેકી લો અને રૂમાલમાં બાંધો. આ પછી, પીઠના દુખાવાની જગ્યાએ સીકાઈ કરો. આ ઉપાય કરવાથી કમરના દુખાવામાં પણ આરામ મળે છે. આ સિવાય તમારે દરરોજ વ્યાયામ અને યોગ અવશ્ય કરવા જોઈએ. નિયમિત સમયાંતરે બેસવાની મુદ્રામાં ફેરફાર કરવાનું ભૂલશો નહીં.

અજમો: સૌથી પહેલા અજમાને તવા પર થોડી ધીમી આંચ પર ગરમ કરી લો. ત્યારબાદ અજમો થોડો ઠંડો થાય ત્યારે તેને ચાવતા ચાવતા ગરમ પાણી સાથે ગળી જાવ. તેના નિયમિત સેવનથી પણ કમરદર્દમાં લાભ થાય છે.

નારિયેલ તેલ: આ માટે નારિયેલ તેલમાં 3 – 4 લસણની કળીઓ નાખીને તેને ગેસ પર ગરમ કરી દો. ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી તેલ કાળુ ન થઇ જાય. ત્યારબાદ ગેસ બંધ કરી દો. હવે જયારે તેલ ઠંડુ થાય ત્યારે એક શીશીમાં ભરી દો. આ તેલથી સવારે અને સાંજે પીઠમાં મસાજ કરો.

સોફ્ટ ગાદલા પર ન સુવો: વધુ પડતા સોફ્ટ ગાદલા પર સુવાની ઘણા લોકોની ટેવ છે, પરંતુ સોફ્ટ ગાદલા પર વધુ ન સૂવું જોઈએ. આ ગાદલામાં સુવા અને બેસવામાં આરામદાયક લાગે છે પરંતુ ખુબ હાનિકારક હોય છે. તેની પર સુવાથી સ્પાઇન કોડ શેપલેસ થઇ જાય છે અને લાંબા સમય સુધી સુવાથી સ્પાઇન ધીમે ધીમે નબળી પડવા લાગે છે, તેનુ પરિણામ કમરના દુખાવાના રુપમાં સામે આવે છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *