શાકભાજી અને ફળો ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે. દર સીઝન પ્રમાણે નવા નવા ફળો બજારમાં જોવા મળે છે. ઘણા ફળો એવા હોય છે જેને તમે સીધા ખાઈ શકો છો જયારે કેટલાક ફળો એવા હોય છે જેને છાલ કાઢીને ખાવા પડે છે.

આપણે ફળોની છાલ કાઢીને છાલને કચરાના ડબ્બામાં નાખી દેખા હોઈએ છીએ. એક એવું જ ફળ છે કેળા. કેળા ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ હોય છે. કેળાં સ્વાદિષ્ટ હોવાની સાથે, કેળામાં ફાઈબર, પોટેશિયમ જેવા જરૂરી પોષક તત્વો અને વિટામિન સી જેવા એન્ટીઑકિસડન્ટો ભરપૂર માત્રામાં હોય છે.

આ સિવાય કેળાની છાલમાં ઘણા ફાયદા જોવા મળે છે પરંતુ આપણે તેને કચરામાં ફેંકી દેતા હોઈએ છીએ. તો ચાલો જાણીએ નકામી ગણાતી કેળાની છાલના ફાયદો અને ઉપયોગ વિષે.

ત્વચા માટે કેળાની છાલનો ઉપયોગ: કેળાની છાલ ચહેરા પર ઘસવાથી ત્વચામાં નિખાર આવે છે સાથે જ ચહેરા પરની કરચલીઓ પણ દૂર થશે. આ સિવાય કેળાની છાલ બંધ આંખો પર રાખવાથી સોજો ઓછો થઈ શકે છે.

કેળાની છાલનો ઉપયોગ ત્વચાને હાઇડ્રેટ કરવા માટે મોઇશ્ચરાઇઝર તરીકે કરી શકાય છે. કેળાની છાલને ખીલના નિશાન પર ઘસવાથી ખીલ દૂર થાય છે. એટલું જ નહીં સોરાયસીસની જગ્યાએ કેળાની છાલ લગાવવાથી ખંજવાળમાં રાહત મળે છે. આ સાથે જો કોઈને મસાની ફરિયાદ હોય તો સારી રીતે પાકેલા કેળાની છાલને મસા પર ઘસો અને તેને આખી રાત રહેવા દો, સવાર સુધીમાં મસો દૂર થઈ શકે છે.

વાળ માટે કોસ્મેટિક પ્રોડક્ટ તરીકે ઉપયોગ: નેચરલ પ્રોડક્ટ્સ કેળાની છાલનો ઉપયોગ હેર માસ્ક તરીકે હેલ્થ અને કોસ્મેટિક પ્રોડક્ટ તરીકે કરી શકાય છે. કેળાની છાલ વાળને નરમ અને ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે. કેળાની છાલ એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોવાથી અને એન્ટીઑકિસડન્ટો મુક્ત રેડિકલને બેઅસર કરે છે, જેનાથી વાળને મજબૂત અને સ્વસ્થ રાખી શકાય છે.

દાંત અને પેઢા માટે ઉપયોગી: સંશોધન મુજબ કેળાની છાલમાં એક્ટિનોમીસેટેમકોમિટાન્સ અને પી. જીન્ગીવાલિસ સામે લડવાવાળા એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો જોવા મળે છે. આ બેક્ટેરિયા પિરિઓડોન્ટલ જેવી પરેશાની એટલે કે પિરિઓડોન્ટિટિસ જેવી સમસ્યાઓનો સામનો કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

કુદરતી ઉપચાર નિષ્ણાતો કહે છે કે કેળાની છાલને દાંત પર ઘસવાથી દાંત અને પેઢાં માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક અઠવાડિયા સુધી તેનો સતત ઉપયોગ કરવામાં આવે તો તે દાંતને સફેદ, ચમકદાર બનાવી શકાય છે.

સનબર્ન અને ખંજવાળથી રાહત આપે: કેળાની છાલ સનબર્ન, પોઈઝન આઈવી ફોલ્લીઓ અથવા જંતુના કરડવાથી થતી ખંજવાળમાં પણ અસરકારક માનવામાં આવે છે. માથાનો દુખાવો થવા પર કેળાની જામી ગયેલી છાલને કપાળ અને ગરદનના પાછળના ભાગે લગાવવાથી દુખાવો ઓછો કરી શકાય છે.

જો તમે પણ કેળાની છાલને નકામી ગણીને કચરાની પેટીમાં નાખી દો છો હવેથી તમે પણ અહીંયા જણાવ્યું તેમ કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *