કોરોના વાયરસ એ બધા દેશોમાં ખુબજ હાહાકાર મચાવ્યો હતો અને આપણે ભૂલવું ન જોઈએ કે કોરોના વાયરસની સૌથી મોટી અસર આપણા ફેફસાં પર થતી હતી. ફેફસામાં નાના મોટી અસર થવી એ માણસ માટે ગંભીર કહી શકાય છે એટલા માટે આપણા ફેફસાંને હંમેશાં સ્વસ્થ રાખવા આપણા માટે ખુબજ જરૂરી છે.
ફેફસા સારી રીતે કામ ન કરે તો તમને અસ્થમા, બ્રોન્કાઇટિસ, ન્યૂમોનિયા, ટીબી, કેન્સર જેવા જીવલેણ રોગોનો સામનો કરવો પડી શકે છે. સાથે જ તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તો ચાલો જાણીએ ફેફસાને મજબૂત બનાવવા ઉપાયો અને એવા ફૂડ્સ વિશે જે તમારા ફેફસાને મજબૂત બનાવે છે.
હળદર: હળદરમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લામેન્ટરી ગુણ હોય છે. જે સંક્રમણથી બચાવે છે. રોજ સૂતા પહેલાં હળદરવાળું દૂધ પીવાથી લંગ્સ મજબૂત રહે છે અને ઈમ્યૂનિટી વધે છે.
મધ: ભારત માં પ્રાચીન કાળ થી મધ નો ઉપયોગ થતો આવ્યો છે આ સાથે આયુર્વેદમાં મધનું ખૂબ જ મહત્વ છે. પ્રાચીન કાળ થી મધ ને એક ઉત્તમ ખાદ્ય ગણવામાં આવે છે તેના પાછળ ઘણા બધા કારણો છે જેમાં ગણી શકાય છે કે મધમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. તેથી તેનું સેવન કરવાથી ફેફસા હેલ્ધી રહે છે અને ફેફસામાં રહેલાં ઝેરી પદાર્થો દૂર થાય છે. સવારે મધનું સેવન કરવાથી ફેફસા મજબૂત થાય છે.
વધુ પાણી પીવું: કોઈ પણ સજીવનું જીવન ટકાવી રાખવા માટે પાણી ખુબજ જરૂરી છે. પાણી પીવાનું ઓછું કરવું કે બંધ કરવું એ તમારા શરીરમાં ઘણી બધી રીતે નુકશાન પહોંચાડે છે. પાણી શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે જે ફેફસાં સાથે શરીરના બાકીના ભાગ માટે હાઈડ્રેટેડ રહેવું જરૂરી છે. તેથી દિવસ માં વધુ પાણી પીવાનું રાખવું ફેફસા માટે ઘણું સારું છે.
અંજીર: અંજીર ને ડ્રાયફ્રુટ નો રાજા કહેવાય છે કારણકે તેમાં વિટામિન એ, વિટામિન-સી, વિટામિન-કે, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર અને આયર્ન જેવા ચમત્કારિક પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેથી અંજીરનું સેવન કરવાથી ફેફસા વધુ મજબૂત બને છે આ સાથે તે હાર્ટને પણ હેલ્ધી રાખે છે. અંજીર ખાવાથી ચહેરાપરની કરચલીઓ દૂર કરી શકાય છે.
તંદુરસ્ત આહાર લેવો: શરીર યોગ્ય રીતે કામ કરે તે માટે સારો આહાર લેવો ખુબજ જરૂરી છે. સારો આહાર એને કહી શકાય જેમાં પ્રોટીન અને એન્ટીઓકિસડન્ટોની યોગ્ય માત્રા હોય છે. આવો આહાર ખાવાથી શ્વસન સ્નાયુઓ અને ફેફસાંની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. આ સાથે તમે ફેફસાને મજબૂત કરવા માટે મોસમી, લીલા શાકભાજી, દૂધ અને દહીં વગેરે ખાઈ શકો છો.
તુલસી: તુલસી ને માતા તરીકે પૂજવામાં આવે છે કારણકે તુલસી નું મહત્વ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબજ વધુ રહેલું છે. દરરોજ તુલસીના 4 થી 5 પાનને ચાવી ચાવીને ખાવાથી ફેફસાં સ્વસ્થ રહે છે કારણકે તેમાં પોટેશિયમ, આયર્ન, ક્લોરોફિલ, મેગ્નેશિયમ, કેરોટિન અને વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે.
આલ્કોહોલ કે ધુમ્રપાન ન કરવું : કોઈ પણ વ્યસન કરવાથી શરીરમાં ખુબજ નુકશાન થાય છે જેમાં વધુ નુકશાન ફેફસા પર થાય છે. ફેફસા નબળા પડવાથી કે તેને નુકશાન થવાથી સીધી અસર તમારા શરીરમાં જોવા મળે છે જેમાં તમને ખુબજ ગંભીર રોગો કે બીમારીઓ થઇ શકે છે.
લસણ: આધુનિક વિજ્ઞાને કરેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે લસણ અનેક રોગોમાં ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. તેમાં એન્ટીબાયોટિક, એન્ટીફંગલ, એન્ટીવાયરલ ગુણો રહેલા હોય છે આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન જેવા તત્વો પણ હોય છે જે ફેફસાને મજબૂત રાખવામાં મદદ કરે છે. દરરોજ સવારે ખાલી પેટ લસણની 2-3 કળીનું સેવન કરવાથી ખુબજ ફાયદાઓ થઇ શકે છે.