શરીર સ્વસ્થ અને હેલ્ધી રહે તે દરેક વ્યક્તિ ઈચ્છે છે. પરંતુ આપણી ખાણી પીની અને રહેણીકરણીના કારણે આપણા શરીરમાં ઘણી નાની ,મોટી સમસ્યાઓ થઈ શકે છે. એવી એક બીમારી ચામડીને લગતી છે, જેમાં ઘાઘર, ખંજવાળ અને ખરજવું ખુબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે.
જેને ચેપી રોગ કહેવામાં આવે છે.આ ઉપરાંત આપણી કેટલીક બેદરકારીના કારણે પણ ચામડીના રોગો થતા હોય છે. જેમાં ઘણા લોકો ખુબ જ દવાઓ પાછળ ખર્ચો કરી દેતા હોય છે. પરંતુ વધુ ખર્ચ વગર જ ચામડીના રોગોને દૂર કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય અજમાવવા જોઈએ, આ માટે આજે અમે તમે ચામડીના રોગને મૂળમાંથી દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય જણાવીશું.
જયારે ચામડીનો રોગ થાય છે ત્યારે તે વ્યક્તિને ખુબ જ ખંજવાળ આવતી હોય છે.જેના કારણે લોકો ખુબ જ ખંજવાળતા રહેતા હોય છે. જેના કારણે ધાધર જેવા રોગો વધુ ફેલાતા જાય છે. ચામડીને લગતા રોગો શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે.
ઘરેલુ ઉપચાર: કડવો લીમડો: કડવો લીમડો ચામડીના દરેક રોગને મૂળમાંથી સુર કરવામાં સક્ષમ છે, લીમડામાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ જેવું ગુણ મળી આવે છે જે કીટાણુઓનો અંદરથી નાશ કરે છે. આ માટે સૌથી પહેલા લીમડાના 10 પાન લઈ લો. ત્યાર પછી તેને ધોઈને પીસી પેસ્ટ તૈયાર કરો,
હવે એક બાઉલમાં આ પેસ્ટ લઈ તેમાં એક ચમચી દહીં મિક્સ કરો અને ખંજવાળ, ખરજવું કે ધાધર વાળી જગ્યાએ લગાવી દો. આ રીતે દિવસમાં બે વખત લીમડાનો ઉપયોગ કરવાથી થોડા જ સમયમાં ચામડીના રોગમાંથી રાહત મેળવી શકાશે.
લીંબુનો તાજો રસ : વધારે પ્રમાણમાં ધાધરની સમસ્યા હોય તો તે જગ્યાએ લીંબુના રસને લગાવી શકો છો, આ માટે એક બાઉલમાં લીંબુનો રસ કાઢો અને તે રસને રૂ ની મદદથી ધાધર પર લગાવી દો, લીંબુનો રસ સુકાઈ જાય ત્યારે સાદા પાણી વડે કપડાંની મદદથી સાફ કરી લો, એવું દિવસમાં બે વખત કરવાથી ધાધરની સમસ્યામાં રાહત મળે છે,
લીંબુનો રસ ધાધર પર લગાવાથી બળતરા થતી હોય એ સમયે ખંજવાળવું જોઈએ નહીં.ધાધર ચામડીનો એવો ખતરનાક રોગ છે વધુ ને વધુ ફેલાતો જાય છે જેને ફેલાતા રોકીને મૂળમાંથી દૂર કરવામાં લીંબુ ખુબ જ કારગર સાબિત થાય છે.
દાડમના પાનનો ઉપયોગ: આ માટે દાડમના થોડા પાન લઈને પીસીને પેસ્ટ તૈયાર કરો, ત્યાર પછી તેને ધાધર ઉપરાંત ખંજવાળ આવતી હોય એ જગ્યાએ લગાવાથી ખંજવાળ આવતી બંધ થાય છે. ચામડીના રોગમાં દાડમના પાન જડીબુટી સમાન છે.
ચામડીના રોગોથી ના થાય તે માટે આપણે કેટલીક સાવચેતી રાખવી જોઈએ. આ માટે એક બીજાના કપડાં કે ટૂવાલ નો ઉપયોગ કરવાનું બંધ કરો, રોજે કપડાને ઈસ્ત્રી કરીને પહેરવા જોઈએ. ચામડીના રોગ થાય ત્યારે ખાટી વસ્તુ ખાવાથી દૂર રહેવું જોઈએ. દિવસમાં બે વખત સ્નાન કરવું અને શરીરના દરેક પ્રાઇવેટ ભાગને સારી રીતે સાફ કરવા જોઈએ.