આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે જેવી રીતે ખોરાક ની જરૂર પડે છે તેવી જ રીતે આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પાણીની જરૂરિયાત પડતી હોય છે. જો શરીરને યોગ્ય માત્રામાં પાણી પૂરું પાડીએ તો આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે.
જો શરીરમાં પાણીની ઉણપ સર્જાય તો અશક્તિ અને થાક જેવું લાગવા લાગે છે. તેવામાં તેવા માં બીમાર પણ થઈ જવાય છે. માટે બને તેટલું વઘારે પાણીનું સેવન કરવું જોઈએ. આશરે દિવસમાં બે લીટર પાણીનું સેવન તો ફરજીયાત કરવું આ ઉપરાંત વઘારે સેવન થાય તો સૌથી સારું છે.
મોટા ભાગે દરેક વ્યક્તિ ઉભા ઉભા પાણીનું સેવન કરતા હોય છે. પરંતુ ઉભા ઉભા પાણી પીવાની આદત એકદમ ખોટી સાબિત થશે. કારણકે ઉભા ઉભા પાણીનું સેવન કરવાથી હાડકા દુખાવા ઉપરાંત અન્ય સમસ્યાનું જોખમ પણ વઘી શકે છે.
આપણા શરીરમાં યોગ્ય માત્રામાં પાણીનું સેવન કરવાથી શરીરમાં તાપમાન જળવાઈ રહે છે. માટે દરરોજ આશરે બે લીટર પાણીનું સેવન તો કરવું જ જોઈએ. આ ઉપરાંત વઘારે થાય તો શરીર માટે ફાયદાકારક છે. શરીરમાં પાણી હોવાથી આખું શરીર ઉર્જાવાન રહે છે.
જો પાણી ઉભા ઉભા પીવામાં આવે તો શરીરને પૂરતું પોષણ મળતું નથી. આ સિવાય સ્વાસ્થ્ય સંબઘીત સમસ્યા વઘવા લાગે છે. આયુર્વેદ અનુસાર જણાવ્યું છે કે જો તમે જમવા માટે બેસીને જમીએ છીએ તે જ રીતે તો પાણી પણ બેઠા બેઠા જ પીવાનો આગ્રહ રાખવો જોઈએ.
જો ઉભા રહીને પાણી પીવામાં આવે તો આપણા શરીરમાં દરેક અંગોમાં ફેલાતું નથી જેના કારણે અમુક જરૂરી અંગો માં પાણીની ઉણપ સર્જાય છે. જો આવું લાંબા સમય સુઘી ચાલતું રહે તો આપણા શરીરમાં ઘણા રોગો પ્રવેશી શકે છે.
આ ઉપરાંત ઉભા ઉભા પાણી પીવાથી મોટા ભાગનું પાણી મૂત્રાશયમાં જમા થાય છે. જેના કારણે તે મૂત્રત્યાગ વખતે તે વેસ્ટ હોય તેવી રીતે બહાર નીકળી જાય છે. જેથી શરીરને યોગ્ય માત્રામાં પાણી મળતું નથી. જેથી તેની સીઘી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે.
જો શરીર માં યોગ્ય માત્રામાં પાણી ના પહોંચે તો અમુક અંગો કામ કરતા નથી જેથી થાક, નબળાઈ અને કમજોરી વઘારે જોવા મળતી હોય છે. આ ઉપર પાણીનો સૌથી વધુ મૂત્રાશયમાં જમા થવાથી વારેવારે પેશાબ લાગવાની સમસ્યા રહેતી હોય છે.
પહેલાના જમાનામાં આપણા દાદા કહેતા હતા કે ઉભા ઉભા પાણી પીવાથી તરસ પણ ઓલવાતી નથી. જેથી વારે વારે પાણી પીવું પડતું હોય છે. જેના કારણે પેટ ભારે થઈ જાય છે. જેના કારણે ઓક્સિજન લેવામાં સમસ્યા થતી હોય છે.
ઉભા ઉભા પની પીવાથી માનસિક તણાવ, હાડકાના દુખાવા, કમર જકડાઈ જવી જેવી સમસ્યા ઉદ્ભવી શકે છે. માટે આ સમસ્યા થી બચવા માટે અને આપણા શરીરના દરેક અંગો સુઘી પાણી પહોંચાડવા માટે હંમેશા બેસીને જ પાણી પીવાની આદત રાખવી જોઈએ.
જો શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવામાં આવે તો શરીરમાં રહેલ હાનિકારક તત્વોને બહાર નીકાળવામાં મદદ કરે છે. બેસીને પાણી પીવાથી તરસ ઓલવાઈ જાય છે. જેથી વારે વારે પાણી પીવું પડતું નથી અને પેશાબ પણ વારે વારે જવું પડતું નથી.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.