ઘી વર્ષોથી આપણા રસોડામાં એક અભિન્ન અંગ રહ્યું છે. ઘી ખાવાની સાથે સાથે વાનગીઓનો સ્વાદ વધારવાથી લઈને અનેક રોગોને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘી ને બધા જ પોષક તત્ત્વો અને વિટામિન્સનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે.
ઘીના સેવનથી શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે. દાદીમાના ઘરગથ્થુ ઉપચારમાં પણ ઘી મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણા લોકોએ ઘીના સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ફાયદા વિશે પણ સાંભળ્યું હશે. ઘી ખાવાથી ઘણા અદ્ભુત સ્વાસ્થ્ય લાભો થાય છે એટલા માટે આયુર્વેદમાં ઘીને સૌથી મૂલ્યવાન ખોરાક ગણાવ્યો છે.
કેટલાક અભ્યાસો અભ્યાસો પ્રમાણે ઘી વિટામિન A, વિટામિન E અને વિટામિન K થી ભરપૂર છે. ઘીમાં હેલ્ધી ફેટનું પ્રમાણ પણ જોવા મળે છે, જે તેને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ખાસ બનાવે છે. તો ચાલો જાણીએ ઘીનું સેવન તમારી કઈ બીમારીઓમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
પાચનની સમસ્યા: લોકોની પાચનશક્તિ નબળી છે, જેમને વારંવાર પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ થાય છે, તેમના માટે ઘીનું સેવન શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપચાર બની શકે છે. ઘી બ્યુટીરિક એસિડનો સારો સ્ત્રોત છે, જે આંતરડાની દિવાલોને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
ઘીમાં હાજર એસિડ્સ ચયાપચય અને આંતરડાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. રોજિંદા આહારમાં ઘીનો સમાવેશ કરવાથી શરીરમાં બળતરા ઓછી થાય છે અને પાચનતંત્રને સારું કરે છે. કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકોએ સૂતા પહેલા ગરમ દૂધમાં એક ચમચી ઘી અને એક ચપટી હળદર ભેળવીને પીવાથી કબજીયાતની સમસ્યામાં ફાયદો થાય છે.
વજન ઘટાડવામાં મદદ: ઘી સામાન્ય રીતે વજન વધારવાનો ખોરાક માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેમના માટે તે રામબાણ સાબિત થઈ શકે છે. ઘી અને દૂધ પ્રોટીનથી ભરપૂર હોય છે,
જેમાં એમિનો એસિડ, ઓમેગા-3 અને ઓમેગા ફેટી એસિડ હોય છે જે પાચનશક્તિને સારી બનાવવામાં મદદ કરે છે. પાચનશક્તિ સારી હોવાને કારણે વજનને અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ મળી શકે છે. યોગ્ય માત્રામાં ઘીનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ખાંસી અને શરદીમાં ફાયદાકારક: જો તમે પણ વારંવાર કફ અને શરદીની સમસ્યાથી પરેશાન છો તો ઘીનું સેવન કરવાથી તમને આ સમસ્યાઓથી રાહત મળી શકે છે. હુંફાળા ઘીના થોડા ટીપા નાકમાં નાખવાથી શરદી, ઉધરસ અને નાક ભરાવાની સમસ્યામાં ફાયદો થાય છે. તે શરદીને કારણે થતા માથાનો દુખાવો દૂર કરવામાં પણ મદદરૂપ છે.
વાળને સ્વસ્થ રાખે: જો તમારા વાળ પણ શુષ્ક અને અસ્વસ્થ્ય રહે છે, તો ઘી તમને આમાં મદદ કરી શકે છે. બે ચમચી ઘી, એક ચમચી ઓલિવ ઓઈલ અને કોલ્ડ-પ્રેસ્ડ નારિયેળ તેલમાં મિક્સ કરી, ગરમ કરીને વાળમાં લગાવો અને આખી રાત રહેવા દો. સવારે તેને ધોઈ લો. ઘીમાં હાજર મિલ્ક પ્રોટીન વાળના મૂળને મજબૂત કરવામાં અને ખોવાયેલી ચમક પાછી લાવવામાં મદદરૂપ છે
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.