આ લેખમાં તમને યુરિક એસિડ વિષે જણાવીશું. યુરિક એસિડની સમસ્યા ઘણા બધા લોકોમાં જોવા મળે છે. યુરિક એસિડના ઉચ્ચ સ્તરને હાયપર્યુરિસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. આનાથી ગાઉટ નામની બીમારી થઈ શકે છે જેના કારણે સાંધામાં દુખાવો થાય છે.
તમારું શરીર યુરિક એસિડ ઉત્પન્ન કરે છે જ્યારે તે પ્યુરિનને તોડે છે, જે તમારા શરીરમાં કુદરતી રીતે જોવા મળે છે. કેટલાક ખોરાકમાં પ્યુરિન જોવા મળે છે, જેમાં અમુક માંસ જેમ કે લાલ માંસ અને અંગોના માંસ, સારડીન, સૂકા કઠોળ અને બીયરનો સમાવેશ થાય છે.
જ્યારે તમારા લોહીમાં યુરિક એસિડનું સ્તર વધે છે, ત્યારે તે લોહીમાં યુરેટ ક્રિસ્ટલ્સ જમા થઇ જાય છે. તે તમારા લોહી અને પેશાબને એસિડિક પણ બનાવી શકે છે. તમને જણાવીએ કે આયુર્વેદિક ડૉક્ટર કહે છે કે અત્યારના દિવસોમાં યુરિક ઍસિડનું ઊંચું પ્રમાણ અથવા ગાઉટ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે.
અત્યારના સમયમાં મોટી સંખ્યામાં લોકો આને લઈને સંઘર્ષ કરી રહ્યા છે. લોકો આ માટે દરરોજ ગોળીઓનો સહારો લઈને દિવસો પસાર કરી રહ્યા છે. જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ આ સમસ્યાનો સામનો કરી રહ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જીવનશૈલીમાં કેટલાક ફેરફારો સાથે તેને સરળતાથી ઠીક કરી શકાય છે અને તમારે જીવન માટે દવાઓ પર નિર્ભર રહેવાની જરૂર નથી.
યુરિક એસિડમાં વધારો થવાને કારણો: તમારા શરીરની ધીમી ચયાપચય, બેઠાડુ જીવન એટલે કે શારીરિક પ્રવૃત્તિનો અભાવ, પ્રોટીનનું સેવન વધારવું અને ચરબીનું પ્રમાણ ઘટાડવું, રાત્રે ભારે ખોરાક ખાવો, તમારો સુવાનો અને ખાવાનો ચોક્કસ સમય ન હોવો, દિસવમાં પૂરતું પાણી ન પીવું, વધુ ખાઈ લેવું.
યુરિક એસિડ લેવલ કેવી રીતે મેનેજ કરવું: નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જીવનશૈલીમાં ફેરફાર સાથે યુરિક એસિડનું સ્તર સરળતાથી નિયંત્રિત કરી શકાય છે . આવી સ્થિતિમાં, તમારે જીવનશૈલીમાં કેટલીક આદતો કેળવવાની જરૂર છે. આ આદતોમાં નીચે પ્રમાણે છે.
દરરોજ દિસવમાં ઓછામાં ઓછી 30 થી 45 મિનિટ કસરત કરો. શક્ય હોય તો સવારે વાગેલા ઉઠીને કસરત કરો. દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવો. રાત્રિભોજનમાં દાળ/કઠોળ અને ઘઉંનું સેવન ન કરો. રાત્રે રાત્રે 8 વાગ્યા પહેલા ખાવાનો પ્રયત્ન કરો, ખાટાં ફળો જેમ કે આમળા, બેરી વગેરેનું સેવન કરો. ચયાપચય પર કામ કરો, તણાવમાં ન રહો, સારી ઊંઘ મેળવો.
યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે આયુર્વેદિક જડીબુટ્ટીઓ: ગિલોય યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે આયુર્વેદિક જડીબુટ્ટ તરીકે જાણીતી છે. તે સંધિવા અથવા ઉચ્ચ યુરિક એસિડ માટે એક અદ્ભુત અને શ્રેષ્ઠ આયુર્વેદિક વનસ્પતિ છે.
ગિલોયનો ઉપયોગ કેવી રીતે કરવોઃ જો તમારા ઘરમાં ગિલોયનો છોડ છે તો તમે તેનો સરળતાથી ઉપયોગ કરી શકો છો. તેના તાજા પાંદડા અને દાંડીને આખી રાત પલાળી રાખો અને સવારે તેને એક ગ્લાસ પાણીમાં પીસીને તેને અડધું થાય ત્યાં સુધી ઉકાળો, ત્યારબાદ તેને ગાળીને પી લો. તમે તેનો ઉપયોગ અન્ય સ્વરૂપોમાં પણ કરી શકો છો જેમ કે રસ, પાવડર, ટેબ્લેટ.
એકવાર ડોક્ટર કે આયુર્વેદિક નિષ્ણાત પાસે જઈ સલાહ લઈ અને પ્રયોગ કરો જેથી બીજી કોઈ સમસ્યા હોય તો તરત જ નિવારણ આવે. જો તમને આ માહિતી પસંદ આવી હોય અને ઉપયોગી લાગી હોય તો બીજાને મોકલો જેથી તેઓ પણ આ માહિતી વાંચીને પોતાની સમસ્યા દૂર કરી શકે.