આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા વાળ હંમેશા સ્વસ્થ રહે અને સુંદર પણ દેખાય. જે દિવસે આપણા વાળ સારા દેખાય છે તે દિવસે આપણે બધા ખૂબ જ ખુશ અનુભવીએ છીએ. એ વાત સાચી છે કે વાળની ગુણવત્તા આનુવંશિકતા પર આધાર રાખે છે. પરંતુ જો તમે યોગ્ય કાળજી લો તો વાળ સ્વસ્થ અને સુંદર બની શકે છે.
જ્યારે આપણે યોગ્ય કાળજી વિશે વાત કરીએ છીએ, ત્યારે સૌ પ્રથમ જે આપણા મગજમાં આવે છે તે છે મસાજ તેલ, શેમ્પૂ અને કન્ડિશનર, જે રસાયણો અને પ્રિઝર્વેટિવ્સથી ભરપૂર છે. આ સાથે જ, નિષ્ણાતો કહે છે કે તમે તંદુરસ્ત અને સંતુલિત આહારની મદદથી તંદુરસ્ત વાળ મેળવી શકો છો. એટલે કે, ખોરાક લેતી વખતે, તમે શું ખાઈ રહ્યા છો તેના પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
કઈ ખાદ્ય વસ્તુઓ વાળ ખરવાનું કારણ બને છે?: જર્નલ ન્યુટ્રિએન્ટ્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં કેટલાક પીણાઓ સામે આવ્યા છે જે વાળ ખરવાનું કારણ બની શકે છે. આ સંશોધન બીજીંગ ની Tsinghua University ના નિષ્ણાતોએ કર્યું છે. તેમને જાણવા મળ્યું કે કેટલાક એવા પીણાં છે જે 30 ટકા પુરુષોમાં ટાલ પડવાનું કારણ બને છે.
કયા પીણાં વાળ ખરવાનું કારણ બની શકે છે?: સંશોધનમાં પુરુષોના જૂથનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને જાણવા મળ્યું હતું કે મીઠી ચા, કોફી, કોલા અને એનર્જી ડ્રિંકના સેવનથી વાળ ખરી શકે છે. જે પુરૂષો દર અઠવાડિયે એકથી ત્રણ લીટર આવા પીણાં પીવે છે તેમને વાળ ખરવાનું જોખમ વધી જાય છે.
અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે વાળના ફોલિકલ કોષોને વાળના વિકાસ માટે સ્વસ્થ અને સંતુલિત આહારની જરૂર હોય છે. આ માટે દરેકને સ્વસ્થ ચરબી, કાર્બોહાઇડ્રેટ્સ, લીન પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે.
તમને જણાવીએ કે પીણાં સિવાય પુરૂષોમાં વાળ ખરવાની સમસ્યાનું કારણ જિનેટિક હોય છે. એક ઉંમર મર્યાદા પછી તેમના વાળ મહિલાઓ કરતાં વધુ ઝડપથી ખારવા લાગે છે. એવા પુરૂષોમાં જેમના પરિવારમાં પહેલાંથી જ કોઈ વ્યક્તિને ટાલ હોય છે, તેવા લોકોમાં વાળ ખરવાની સમસ્યા વધુ હોય છે. આ સમસ્યાને મેન પેટર્નલ બાલ્ડનેસ કહેવાય છે.
પુરૂષનાં હોર્મોન એન્ડ્રોજનનાં લીધે પણ વાળ ખરવા લાગે છે. આ હોર્મોન ફોલિકલ્સને કમજોર બનાવે છે. જેનાથી ખરેલા વાળ ફરી ઊગવા અશક્ય બની જાય છે. કેટલીક વાર વાળમાં ડ્રેન્ડ્રફ કે ફંગલ ઈન્ફેક્શન થવાના લીધે ટાલના નાના-નાના પેચ દેખાવા લાગે છે.
જો તમારા વાળ પણ ખરે છે અને તમને તેનું કારણ મળી રહ્યું નથી તો તે કારણ આ હોઈ શકે છે. જો તમે પણ વધુ માત્રામાં અહીંયા જણાવેલ પીણાંનું સેવન કરો છો ઓછું કરી દો.