ભારતના પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં હરડેના ઘણા લાભો વિશે જણાવવામાં આવ્યું છે. હરડે આરોગ્ય માટે લાભકારી જડીબુટ્ટી તરીકે કામ કરે છે એટલે જ તેને ઔષધિઓનો રાજા તરીકે ગણવામાં આવે છે. તમને જણાવીએ કે આયુર્વેદમાં હરીતકી તરીકે ઓળખવામાં આવે છે.

આ સાથે જણાવીએ કે તેનું વાનસ્પતિક નામ Terminalia Chebula છે. હરડે એક એવી જડીબુટ્ટી છે જેના ફળ, મૂળ અને છાલ બધાનો ઉપયોગ કરવામાં આવે છે. હરડેનું વૃક્ષ ઊંચુ હોય છે જે ભારતમાં ખાસ કરીને નીચલા હિમાલય ક્ષેત્રમાં રાવી નદીના તટથી લઈને પૂર્વ બંગાળ- આસામ સુધી 5000 ફૂટની ઉંચાઈ સુધી મળી આવે છે.

હરડેના મુખ્યભાગમાં 5 રેખાઓ હોય છે અને તેનું ફળ 1 થી 3 ઇંચ સુધીની લંબાઈના અને ઈંડાકાર આકારના હોય છે. આયુર્વેદમાં નાની હરડેનો ખાસ ઉપયોગ થાય છે પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે બજારમાં હરડે બે પ્રકારની મળે છે જેમાં નાના હરડે અને મોટા હરડેનો સમાવેશ થાય છે. તમને જણાવીએ કે મોટા હરડેની પથ્થર જેવી કડક ગોઠલી હોય છે. જયારે નાની હરડેમાં કોઈ ગોઠલી હોતી નથી.

હરડેના ફાયદા: ભૂખ વધારવા માટે: ઘણા લોકોને આખો દિવસ પસાર થઇ ગયા પછી પણ ભૂખ લાગતી નથી પરંતુ જો હરડેનો ઉપયોગ કરવામાં આવે તો ભૂખ લાગી શકે છે. આ માટે બે ગ્રામ હરડે તથા એક ગ્રામ સુંઠને ગોળ અથવા 250 મિલીગ્રામ સિંધવ મીઠા સાથે ઉપયોગમાં લેવાથી ભૂખ લાગે છે આ સાથે હરડેનો મુરબ્બો ખાવાથી પણ ભૂખ લાગે છે.

હરસ મસા: આજના સમસ્યા અનિયમિત જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે હરસ-મસાની સમસ્યા થાય છે. ખુબ તીખું ખાવાથી પણ આ સમસ્યા થઇ શકે છે. આ સમસ્યા માટે હરડેનો ઉકાળો બનાવીને પીવાથી પાઈલ્સ મસાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

આંતરડાની સમસ્યા: જે લોકોના આંતરડાની સફાઈ બરાબર નથી થતી તેના માટે હરડે ખુબ જ ફાયદાકારક છે. તમને જણાવીએ કે હરડેમાં રેસાયુક્ત ગુણ હોય છે જે આંતરડાની સફાઈ કરે છે. હરડેનું સેવન કરવાથી આંતરડામાં રહેલો કચરો અને જુનો મળ બહાર કાઢી આંતરડાની સફાઈ કરે છે.

ચામડી કે ફૂગના રોગો માટે : હરડે ચામડીની સમસ્યાના માટે ફાયદાકારક છે. હરડેમાં ચામડી સંબંધી સમસ્યાઓને દૂર કરવાનો ગુણ હોય છે. ચામડી પર થયેલી ઈજા પર જો હરડેનો લેપ કરવામાં આવે તો ઈજા સારી થાય છે. સાથે તે ચામડીને જલ્દી સારી કરે છે અને ચામડીના ફુગથી થતા રોગ મટાડે છે.

માથાનો દુખાવો: આજના સમયમાં માણસ આખો દિવસ કામ કરે છે અને તણાવમાં રહે છે જેના કારણે ઘણા લોકોને માથાના દુખાવાની સમસ્યા ખાસ રહેતી હોય છે. આ સમસ્યાના ઉપચાર માટે હરડેની ગોટલીને પાણી સાથે વાટીને માથા પર લેપ કરવાથી માથાના દુખાવાની સમસ્યામાં રાહત થાય છે. આ ઉપાયથી માથાના દુખાવામાં શાંતિ થાય છે અને તણાવને દુર કરે છે.

કફ અને શરદી: જયારે પણ ઋતુ બદલાય છે ત્યારે નબળી રોગપ્રતિકારક ના કારણે ઘણા લોકોને તરતજ કફ, શરદી અને ઉધરસ સાથે તાવ આવીને માથું દુખાવા જેવી સમસ્યા થાય છે. આ સમસ્યાથી બચવા માટે હરડે અથવા હરડેનું ચૂર્ણ દૂધ અથવા પાણી સાથે પીવાથી કફ દુર થાય છે આ સાથે માથાનો દુખાવો પણ મટે છે.

હરડે અને સૂંઠને સરખી માત્રામાં લઈને તેનું ચૂર્ણ બનાવી, હુંફાળા પાણીમાં 3 થી 4 ગ્રામ માત્રામાં સવાર અને સાંજ સેવન કરવાથી શરદી, ઉધરસ, અને શ્વાસની સમસ્યા દુર થાય છે. પાચનશક્તિ વધારવા: ઘણા લોકોને ખાધા પછી ખાવાનું પાચન નથી અને ઘણા લોકોને એસીડીટી જેવી સમસ્યા પણ રહે છે.

આ સમસ્યાથી રાહત મેળવવા માટે હરડે ફાયદાકારક સાબિત થાય છે, આ માટે 4 થી 5 ગ્રામ હરડેનું ચૂર્ણ અને તેમાં સાકરનો ભૂકો ભેળવીને સવાર અને સાંજે ભોજન પછી લેવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *