દરેક વ્યક્તિને પોતાનું શરીર સ્વસ્થ રાખવું તે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છતો હોય છે કે તે આજીવન માટે સ્વસ્થ રહે અને કોઈ પણ પ્રકારની બીમારી ના થાય. પરંતુ શરીરને સ્વસ્થ રાખવા માટે કેટલીક કાળજી રાખવી ખુબ જ જરૂરી છે.
જો તમે પણ શરીરને આજીવન માટે નિરોગી અને સ્વસ્થ રાખવા માંગતા હોય તો આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેને રોજિંદા જીવનમાં અપનાવી લેવાથી આરોગ્ય સ્વસ્થ રહેશે અને શરીરમાં રહેલ નાની મોટી બીમારી આપમેળે દૂર થઈ જશે.
સ્વસ્થ રહેવાની ટિપ્સ:
મળત્યાગ કરવું: રોજે મળત્યાગ કરવાથી શાંતિ અને શીતળતા મળી રહે છે. મળત્યાગ કરવાથી શરીરમાં થયેલ નાની મોટી અનેક બીમારી દૂર થાય છે, આ ઉપરાંત પેટ પણ એકદમ સાફ રહે છે અને પાચનક્રિયા સારી રહે છે, જેથી પેટના રોગો દૂર થાય છે. પેટના કારણે થતા મોટામોટા રોગો પણ મળત્યાગ નિયમિત કરવાથી દૂર થઈ જાય છે.
રોજે રાતે મળત્યાગ કરવાથી શરીર એકદમ હલકું લાગે છે જેના કારણે રાતે ખુબ જ સારી ઊંઘ આવે છે. સવારે સારી રીતે મળત્યાગ કરવાથી પેટસાફ થાય છે અને પેટનો બધો જ વધારાનો કચરો દૂર થાય છે જે શરીરને ભરપૂર ઉર્જા પ્રદાન કરે છે. માટે વ્યક્તિએ શરીરને આજીવન માટે સ્વસ્થ અને નિરોગી રહેવું હોય તો રોજે સવારે મળત્યાગ કરવો જોઈએ.
કાચો ખોરાક ખાવો: કાચા ખોરાકમાં સૌથી વધુ પોષક તત્વો મળી આવે છે જે શરીરને પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને ખનીજ તત્વોની કમીને પુરી કરે છે. જયારે કોઈ ખોરાક રાંધીને બનાવામાં આવે છે ત્યારે તે ખોરાકમાં રહેલ પોષક તત્વો ખુબ જ ઓછા થઈ જાય છે.
આ માટે વધારે પ્રમાણમાં પોષક તત્વો મેળવવા માટે કાચા શાકભાજી ખાવા જોઈએ. આ ઉપરાંત ખોરાકમાં 6-7 કલાક પલાળેલા કઠોળ અથવા બાફલાં કઠોળ ખાવા જોઈએ, રોજે બપોરના ભોજનમાં કાચું સલાડ પણ ખાવું જોઈએ જે પાચનક્રિયાને સારી બનાવી રાખવામાં મદદ કરે છે. માટે શરીરને સ્વસ્થ બનાવી રાખવા વધારે પ્રમાણમાં કાચો ખોરાક ખાવો જોઈએ.
સુવાના પહેલા સ્નાન કરવું: શરીરને સ્વસ્થ રાખવા માટે સુવાના પહેલા સ્નાન કરવું ખુબ જ જરૂરી છે. રોજે સુવાના પહેલા સ્નાન કરવાથી દિવસ દરમિયાન શરીરમાં લાગેલ કામનો થાક દૂર થઈ જશે, આ ઉપરાંત વધારે પડતું ટેન્સન, તણાવ હોય તો તેને પણ દૂર કરવામાં મદદ કરે છે.
જેના કારણે મગજ શાંત થશે અને એકદમ ફ્રેશ અને તાજગી ભર્યું લાગશે. આ સિવાય રાતે સ્નાન કરીને સૂવાથી ખુબ જ સારી અને ધસધસાટ ઊંઘ આવશે. જે શરીરને સ્વસ્થ રાખશે. આ માટે રોજે સુવાના પહેલા સાવર થી સ્નાન કરવું જોઈએ. પરંતુ સ્નાન કરતા પહેલા ઘ્યાન રાખવું કે ભોજન કર્યા ના દોઢ બે કલાક પછી જ સ્નાન કરવું જોઈએ.
વધારે પાણી પીવું: પાણી આપણા શરીર માટે ખુબ જ આવશ્યક છે, આપણું શરીર 70 % પાણીથી બનેલું છે. આ માટે શરીરને જરૂરિયાત પૂરતું મળી રહે તે ખુબ જ જરૂરી છે, આ માટે રોજે 10-12 ગ્લાસ પાણી પીવું જોઈએ, પાણીને પીવું હોય તો નીચે બેસીને જ પીવું જોઈએ. આ બાબત ખાસ ઘ્યાનમાં રાખવી.
પાણી જયારે પણ પીવો તે પાણી ઠંડુ ના હોવું જોઈએ, ઠંડુ પાણી પીવાથી પાચનક્રિયા ધીમી થઈ જાય છે અને ખોરાક બરાબર પચતો નથી આ માટે પાણી નળ માંથી આવતું હોય અને તે પાણી આખી રાત માટે માટલીમાં ભરીને સવારે જ પીવું જોઈએ. તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક અને ગુણકારી છે.
ખાતી વખતે પેટ ખાલી રાખવું: મોટાભાગે દરેક વ્યક્તિ ભોજન કરવા બેસી જાય છે ત્યારે તે ભરપેટ ભાઈ લેતા હોય છે, આ ઉપરાંત તે અવારનવાર એક બે કલાકે કંઈક ના કઈક ખાતા હોય છે, પરંતુ આ ટેવ સ્વાસ્થ્ય માટે ખુબ જ ખરાબ છે, પેટ ભરીને ખાવાથી અને વારે વારે ખાવાથી પાચનક્રિયા ધીમી પડી જાય છે જેથી ડાયજેશન થતું નથી જેના કારણે કબજિયાત, અપચો ગેસ, જેવા રોગો ઉત્પન્ન થાય છે અને તેના કારણે ચરબી પેટ અને શરીરના અન્ય ભાગમાં જમા થવા લાગે છે
જેના કારણે અનેક પ્રકારના ગંભીર રોગો થતા હોય છે. માટે શરીરમાં રોગ ના આવવા દેવા હોય તો જયારે પણ ભોજન કરવા બેસો ત્યારે પેટ થોડું ખાલી રાખવું જોઈએ અને ફરીથી કોઈ પણ ભોજન કરતી વખતે 6-8 કલાક નો સમય ગાળો રાખીને ભોજન કરવું જોઈએ. જેથી ખાધેલ ખોરાક આસાનીથી પચે છે અને શરીરમાં અનેક રોગો થતા અટકી જાય છે.
જો તમે તમારા શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા ઈચ્છતા હોય તો રોજે આ નિયમોનું પાલન કરશો તો જીવશો ત્યાં સુધી શરીરમાં કોઈ પણ રોગ નહીં થાય.