આપણી આસપાસ લગભગ હજારો લોકો પીડિત છે, માત્ર ફરક એ છે કે અમુક વ્યક્તિ અત્યંત ગંભીર રોગોનો શિકાર છે, અને તે કોઈ એક રોગ છે. પરંતુ આજકાલની ફાસ્ટ જનરેશનમાં તમને હૃદય રોગોના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળશે.
હાર્ટને લગતી બીમારી ખુબ જ જીવલેણ હોય છે, જે દર્દીને અંદરથી ઘાતક હુમલો કરે છે. વર્ષ માં એક વાર 29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે, જેનો હેતુ દરેક લોકોને હૃદય ને લગતી બીમારી સંબંધિત વાકેફ કરવાનો છે.
તેઓને હૃદયની દેખરેખ કેવી રીતે રાખી તે જણાવવું, કારણ કે જો હૃદય સુરક્ષિત હશે, તો દરેક વ્યક્તિ સ્વસ્થ રહી શકશે. દરેક લોકો જાણતા હોય છે કે જયારે હાર્ટ અટેક ની સમસ્યા થાય ત્યારે છાતીમાં દુખાવો થવાનું શરુ થઇ જાય છે.
ત્યારે જ વધુ હાર્ટ એટેક થવાનું જોખમ રહે છે. પરંતુ હૃદય ને લગતી અન્ય બીમારી પણ થઇ થઇ શકે છે, જે જાણવું ખુબ જ જરૂરી છે. તો ચાલો આ લેખમા તેના વિષે વધુ જાણીએ.
1) શ્વાસ ચડવો : દરેક લોકો જાણે છે કે શ્વાસ લેવામાં તકલીફ પડે, છાતીમાં દુખાવો થાય એ હાર્ટ ને લગતા સામાન્ય લક્ષણ છે. આ ઉપરાંત સીડીઓ ચડવા અને ઉતારવામાં જો તમે થાકી જાઓ , અને જો શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો તે હાટને લગતી બીમારી હોઈ શકે છે.
2) પીઠનો દુખાવો : જયારે તમને હૃદય રોગનો હુમલો આવતો હોય ત્યારે, તે વ્યક્તિના પીઢના ઉપરના ભાગમાં દુખાવો થતો હોય છે. આ ઉપરાંત તમને આવી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય જેવી કે છાતીમાં દુખાવો, ઉલ્ટી, ઉબકા આવતા હોય તો તમને હાર્ટ અટેક ની સમસ્યા હોઈ શકે છે.
3) ભૂખ ઓછી લાગવી : જયારે વ્યક્તિને હાર્ટ અટેકની સમસ્યા થવા લાગે છે, ત્યારે ભૂખ લાગવા નું ઓછું થઇ જાય છે, અને વારે ઘડીએ પેશાબ જવું પડે છે અને હૃદય ના ધબકારા ખુબ જ ઝડપથી વધવા લાગે છે. અને આ પણ એક લક્ષણ હોઈ શકે છે.
ઘણી વાર આપણે આ લક્ષણો ને નજર અંદાજ કરીયે છીએ, પરંતુ આ એક હાર્ટ ને લગતી સમસ્યા હોઈ શકે છે. માટે તમારે તેનું ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. તમને આવી કોઈ પણ સમસ્યા થાય તો તમે તેને અવગણશો નહિ, તરત જ ડોક્ટરની સલાહ લેવી. જેથી તરત જ તેની સારવાર થઇ શકે.
બદામ, અખરોટ, સોયાબીન, ફ્લેક્સસીડી, સેલ્મન માછલી ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે, અને હાર્ટ અટેક ની સમસ્યા થવાનું જોખમ ઓછું થઈ જાય છે. તમારે ઉચ્ચ કેલરીવાળા ખોરાક ખાવાનું ઓછું કરવું જોઈએ.
દરેક લોકો એ નિયમિત રીતે સવારે ઉઠી ને ઉઠી ને 15-20 મિનિટ કસરત કરવી જોઈએ. જેથી તમારા શરીરનું બ્લડ સરક્યું લેશન સારું થાય.