સ્વસ્થ જીવન જીવવા માટે આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણા બધા બદલાવ લાવવા પણ ખુબ જ જરૂરી છે. પરંતુ આજની લાઈફટાઈલમાં દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા માંગે છે પરંતુ તેમના પાસે સમયનો પૂરતો અભાવ હોવાના કારણે તે તેમના શરીરના સારા સ્વાસ્થ્ય માટે પૂરતું ઘ્યાન આપવામાં નિષ્ફળ રહેતા હોય છે.

દરરોજ યોગ્ય પૌષ્ટિક આહાર અને કેટલીક હળવી કસરત અને યોગા નો સમાવેશ કરીને આપણે લાંબા સમય સુધી શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે. જો તમે પણ વૃદ્ધા વસ્થામાં શરીરને સ્વસ્થ અને નિરોગી બનાવી રાખવા માંગતા હોય તો રોજિંદા જીવનમાં થોડા બદલાવ લાવવા પણ જરૂરી છે.

જો આપણે રોજિંદા જીવનમાં કેટલાક ફેરફાર કરીશું તો આપણું જીવન તન, મન અને સુખીથી જીવન જીવી શકીશું. આ માટે આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેને ફોલો કરવાથી તમે વૃદ્ધા વસ્થા સમયે પણ સ્વસ્થ રહેવાનો અનુભવ કરશો.

સ્વસ્થ અને હેલ્ધી બની રહેવાની ટિપ્સ:
રોજે હળવી કસરત કરવી: રોજે દિવસમાં સવારે ઉઠીને 30 મિનિટ હળવી કસરત અને યોગા માટે સમય નીકાળો. રોજે કસરતનો સમાવેશ કરવાથી સ્નયુઓ મજબૂત બને છે જો તમારું જીવન બેઠાળુ છે અને બેઠા બેઠા કામ કરવાનું સૌથી વધુ હોય છે તો જરૂર કસરત ને રોજિંદા જીવન માં એક ભાગ બનાવી લેવો જોઈએ જેથી શરીરના દરેક અંગો સ્વસ્થ અને મજબૂત બનશે.

વજન ને કંટ્રોલમાં રાખવું: આપણા શરીરમાં વધારે વજન અને ચરબી હોવાથી ઘણા રોગોનું સંક્રમણ થવાનું જોખમ રહેતું હોય છે. આ માટે આપણે વજન ને કંટ્રોલમાં કરવા બહારના ચરબી યુક્ત આહાર અને ફાસફુડ અને જંકફૂડ સિવાય મેંદા વાળી વસ્તુને ખાવાનું ટાળવું જોઈએ જેથી તમારું વજન કંટ્રોલમાં રહેશે, આ ઉપરાંત વધારે વજન હોય અને કંટ્રોલમાં લાવવું હોય તો રોજે સવારે હૂંફાળા પાણીમાં એક લીંબુનો રસ મિક્સ કરીને ખાલી પેટપી જવાનું છે જે ચંરબીના થર ને ઓગાળશે અને ચરબીને બનવા નહીં દે. જેથી વજન કંટ્રોલમાં રહેશે.

કોઈ પણ કામ માં આળશ ના રાખો: આપણા શરીરને સ્વસ્થ બનાવી રાખવા માટે આપણે કોઈ પણ કામ માં આળશ ના રાખવી જોઈએ, આપણે આપણા શરીરને સક્રિય બની રહે તે માટે આપણે સૌથી વધારે પ્રયત્નો કરવા જોઈએ. જે આપણા શરીરના દરેક અંગોને કાર્ય સીલ બનાવી રાખવામાં મદદ કરે છે.

મીઠાસ વાળી વસ્તુઓથી દૂર રહો: આપણા શરીરને નાની ઉંમરે જ વૃદ્ધા વસ્થા લાવવાનું કામ મીઠી વસ્તુ કરે છે, કારણકે આપણે મોટા ભાગે બધી વસ્તુઓ માં ખાંડ નો ઉપયોગ કરેવ છે જેમાં સૌથી વધુ ગરપણ આવે છે જે આપણા હાડકાને કમજોર બનાવે છે અને સાથે ડેબીટનુ જોખમ થવાનું પણ વધી જાય છે.

ફાયબર યુક્ત આહાર ખાઓ: આ માટે આપણે આહારમાં લીલા શાકભાજી અને કેટલાક ફળોનો સામેવશ કરવો જોઈએ જે ફાયબરથી ભરપૂર મળી આવે છે, જે ચરબીને વધતા અટકાવામાં ખુબ જ મદદ કરે છે, ફાયબર યુક્ત ખોરાક ખાવાથી આપણી પાચનક્રિયામાં સુધારો થાય છે.

રોજે સીઝનમાં મળતું એક ફળ ખાઓ: દરેક સીઝનમાં અલગ અલગ ફળો મળી આવે છે આ માટે આપણે દરેક સીઝનમાં માલ્ટા અલગ અલગ ફળને રોજે કે ખાવાનું છે, જેથી આપણા શરીરને જરૂરી પોષક તત્વો મળી રહેશે અને આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરશે.

પાણી પીવો: પાણી પીવાની પણ સાચી રીત હોય છે, આ માટે પાણીને હંમેશા માટે નીચે બેસીને જ પીવું જોઇએડ, સાથે ક્યારેય પાણીને ઉપર મોઠે થી ના પીવું જોઈએ. પાણીને નીચે બેસીને ઘૂટડે ધુંટડે શાંતિથી પીવું જોઈએ. પાણી આપણા શરીરના દરેક અંગો માટે ખુબ જ જરૂરી હોય છે માટે આપણે દિવસમાં ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણી નીચે બેસીને પીવું જોઈએ. પાણીને નીચે બેસીને પીવાથી ધુંટણમાંના દુખાવા કમરના દુખાવા જેવી સમસ્યાથી બચાવી રાખશે.

આપણે શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે રાત્રિનું ભોજન હળવું કરવું જોઈએ અને ભોજનના 20 મિનિટ પછી ચાલવાનું રાખવું જોઈએ, જેથી આપણે ખાધેલ ખોરાક સરળતાથી પચી જશે. રાત્રીના સમયે 6-7 કલાક ની ઘસઘસાટ ઊંઘ લેવી જોઈએ જે આપણે બીજા દિવસે ફ્રેશ રાખવામાં મદદ કરશે.

અઠવાડિયામાં 4 દિવસ લીમડાના દાતણથી બ્રશ કરવો જોઈએ. શરીરને સ્વસ્થ બનાવી રાખવા માટે તમાકુ, ધુમ્રપાન અને આલ્કોહોલનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જો તમે પણ વૃદ્ધાવસ્થા દરમિયાન શરીરને સ્વસ્થ અને નિરોગી બનાવી રાખવું હોય તો ઉપર જણાવેલ ટિપ્સ ને ફોલો જરૂર કરવી જોઈએ જે આપણે હંમેશા માટે સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *