આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં દરેક વ્યક્તિ ને પોતાના સ્વાસ્થ્ય ને લગતી કોઈ ને કોઈ તકલીફ હોય છે. આજકાલ દરેક નાની મોટી બીમારીઓ થી પરેશાન હોય છે. આજના સમયમાં વ્યક્તિને કમર અને મણકા ની ગાદી ખસી જવાની તકલીફમાં ખૂબ જ વધારો થયો છે.

આજના સમયમાં લોકોમાં સાંધાના ને લગતી તકલીફો, સંધિવા, ઘૂંટણનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓમાં વધારો થયો છે. ઘણા ઓછા લોકો સાયટીકા કોને કહેવાય તે વિષે જાણતા હશે. પરંતુ તમને જણાવીએ કે જ્યારે મણકા વચ્ચેની ગાદી કરોડરજ્જુમાંથી નીકળતાં ચેતાતંતુ પર દબાણ કરે ત્યારે તેને સાયટીકા કહેવામાં આવે છે.

કમરના નીચેના ભાગમાં દુખાવો થવાનું કારણ એ છે કે જ્યારે ગાદીના દબાણથી પગમાં શરીરની સૌથી મોટી ચેતા પર ઈજા થાય છે ત્યારે કમરના નીચેના ભાગથી શરૂ કરી, પગના પાછળના ભાગે, પગના તળિયા સુધી દુખાવો થાય ત્યારે એ પરિસ્થિતિને સાયટીકા તરીકે ઓળખવામાં આવે છે.

સાયટીકા થવાની શક્યતા સૌથી વધારે એ લોકોને હોય છે જે લોકોનું વજન વધારે હોય છે, જે લોકો બેઠાડુ જીવન જીવે છે, જે લોકો વધુ શ્રમ કરે છે. દરેક દર્દી માટે આ દુખાવાની તીવ્રતા વધુ કે ઓછી હોય શકે છે. મોટાભાગના કિસ્સામાં આ તકલીફ એક જ બાજુના પગમાં થાય છે પરંતુ ક્યારેક તકલીફ વધે તો બીજા પગમાં પણ અસર થાય છે.

જો દુખાવાની સાથે પગના કેટલાક સ્નાયુઓમાં નબળાઈ જણાય અને આ નબળાઈ વધતી રહે અથવા તો પેશાબ કે સંડાસ પરનું નિયંત્રણ ખોરવાઈ જતું લાગે તો તાત્કાલિક ડોક્ટર પાસે જઈને સારવાર કરાવવી જોઈએ કારણકે ક્યારેક આવી સ્થિતિમાં ઓપરેશન કરવવાની જરૂરિયાત ઊભી થાય છે.

આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં, ખાવાની ખરાબ આદતો અને હલનચલનને આજના સમયે કમરની ગાદીના ઘસારા અને તેને લીધે કમરના દુ:ખાવાનું પ્રમાણ વધી ગયું છે. આ સમસ્યાથી પીડિત લોકો એવું માને છે કે આ સમસ્યાથી છુટકારો મેળવવા ઓપરેશન જ કરાવવું પડશે.

જેમ જેમ માણસની ઉંમર વધે છે તેમ તેમ માણસના શરીરમાં ફેરફારો જોવા મળે છે. એવી જ રીતે કમરના મણકામાં પડતા ઘસારા માં પણ આવું જોવા મળે છે પરંતુ તમને જેનો ખ્યાલ આવતો નથી કારણકે આ લાંબા સમય સુધી ચાલતી પ્રક્રિયા છે જે પાછળથી કમરમાં દુ:ખાવો ઉત્પન્ન કરે છે.

તમને જણાવીએ કે કમરના મણકા, તેની ગાદી તથા તેમાંથી નીકળતી નર્વસ એ ખૂબજ સેન્સિટિવ બંધારણ ધરાવે છે તેથી આવી સમસ્યાઓમાં સર્જરીનાં પરિણામ સારાં મળવાની સંભાવના બહુ જ ઓછી રહેલી છે. તેથી આવી સમસ્યાઓમાં સર્જરીનાં પરિણામ સારાં મળવાની સંભાવના બહુ જ ઓછી રહેલી છે.

કોઈન પણ સર્જરી કરાવવાની થાય ત્યારે કોઈ વ્યક્તિ રાજી હોતો નથી પરંતુ આ સર્જરીતી બચવા માટે દર્દીઓ એ સૌ પ્રથમ પોતાના રોગને જાણીને પોતાની રોજીંદા જીવનમાં થતી કેટલીક ભૂલોને સમજીને તેને બદલવાના પ્રયત્ન કરવા જોઇએ, કારણ કે શરૂઆતના સમયમાં આ દુ:ખાવો વધુ હોય છે.

ઘણા લોકો ઉતાવરમાં આવી સમસ્યામાં સર્જરીનો નિર્ણાય કરતા હોય છે. પરંતુ સર્જરી પછી મોટાભગના લોકોને 100% રીકવરી મળતી હોતી નથી. જો તમને અચાનક કમરનો દુ:ખાવો થાય તો તમારે ગભરાવાની જરૂર હોતી નથી, કારણ કે સમય સાથે ક્મરના મણકાનો દુ:ખાવો ઓછો થઈ જાય છે.

તમને જણાવીએ કે સમય સાથે મણકાની ગાદી વધુ સ્ટીફ થઇ (જકડાઈ) જતી હોય છે. સ્ટીફ ગાદી કમરાના મણકાની મુવમેન્ટને સ્ટેબિલાઈઝ કરે છે અને તેમાંથી દુ:ખાવો ઓછો થતો જાય છે. આ પ્રક્રિયા બધા દર્દીઓમાં થતી હોય છે પરંતુ આ ખુબ ધીમી હોય છે.

કસરતો કરવી: દર્દીઓ કમરના દુ:ખાવાથી રાહત મેળવવા કમરની કસરતો દ્ધારા પોતાની જાતે જ ગાદી જોડાવવાની પ્રક્રિયા (સેલ્ફ હીલિંગ)ને ફાસ્ટ કરી શકે છે. કમરની કસરતો કરવી એ ખુબજ જરૂરી છે.

જે રીતે આપણે રોજ ત્રણ ટાઈમ જમીએ છીએ એમ સમજી જરૂરી સમજી દર્દી કસરત કરે તો થોડા જ સમયમાં એ ખૂબ જ સારાં પરિણામો મેળવી શકે છે. કમરની કસરતોમાં મુખ્યત્વે કમરની આસપાસનાં સ્નાયુઓનાં સ્ટ્રેચિંગ, સ્થેન્થનિંગ (મજબુતાઈની કસરતો) કરવામાં આવે છે.

ધ્રુમપાન ન કરવું: જે લોકોએ ધુમ્રપાન કરવાનો શોખ છે, જે લોકો ખૂબ જ વધુ ધુમ્રપાન કરે છે તે લોકો ધુમ્રપાન કરવાનું બંધ કરે તો તેમના શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. અને હીલિંગ પ્રક્રિયા પણ ઝડપી બને છે. જે લોકો લાંબા સમયથી ધ્રુમપાન કરે છે તે લોકોને કમરના દુ:ખાવાની તકલીફો રહેતી હોય છે.

વજન ઊતારવું: જે દર્દીઓને કમરનો દુ:ખાવો હોય અને તેમનું વજન વધુ છે તો તે લોકોએ વજન ઉતારવું જોઈએ કારણકે વજન ઉતારવાથી કમરના મણકા, આસપાસના સ્નાયુ તથા લિગામેન્ટ પરનું ભારણ ઘટે છે તેની અસર ઓછી થાય છે અને કમરના દુ:ખાવામાં પણ રાહત મળે છે.

કેટલીક બાબતોનું ધ્યાન રાખવું: વજન ઊંચકવાની સાચી પદ્ધતિ, સારા ફુટવેર, ઓફિસમાં કામ કરવાના સાચી પદ્ધતિ જેવી કે ટેબલની લંબાઈ તથા કોમ્પ્યુટરની પોઝિશન તથા લાંબાં સમય સુધી એકની એક જગ્યાએ બેસી રહેવું જેવું કેટલીક વસ્તુઓ સુધારવાથી પણ કમરના દુ:ખાવામાં રાહત મળે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *