આપણા શરીરના દરેક અંગની કાળજી રાખવી ખુબ જ જરૂરી છે. આ માટે આપણે શરીરના કેટલાક ટેસ્ટ પણ કરાવવા જરૂરી છે. પરંતુ વ્યસ્ત જીવન શૈલી માં આપણે આપણા શરીર ચેકઅપ કરવાનું પણ નજરઅંદાજ કરતા રહીએ છીએ.
જે લાંબા સમયે જાણે અજાણે આપણા શરીરમાં એવી કેટલીક બીમારી ફેલાતી હોય છે જે ટેસ્ટ કરાવ્યા પછી જ ખરાબ પડતી હોય છે માટે આપણે અમુક સમય અંતરે આપણે બોડીનું ચેકઅપ કરાવતા રહેવું જોઈએ.જેથી આપણે શરીરમાં થતા રોગોથી ખુબ જ ઝડપથી દૂર કરી શકીશું.
આપણા શરીરના એક કેટલાક અંગોને છે જેના વગર જીવન જીવવું ખુબ જ મુશ્કેલ બની જાય છે, તેવું અંગ એટલે કે કિડની છે. કિડની આપણા શરીરમાં રહેલ ટોક્સિનને બહાર નીકાળે છે આ ઉપરાંત લોહીને ફિલ્ટર કરી લોહીમાં રહેલ અશુદ્ધિઓને દૂર કરે છે.
પરંતુ આપણી કેટલીક એવી ભૂલો કરીએ છીએ જેના કારણે તેની સીધી અસર આપણી કિડની પર પડતી હોય છે. જે વઘતી ઉંમરે આપણે કિડને નુકસાન પહોંચાડી શકે છે. માટે જો તમે 70 વર્ષની ઉંમર પછી પણ કિડને સ્વસ્થ રાખવી હોય તો કયા નિયમોનું પાલન કરવું જોઈએ તેના વિષે જણાવીશું.
શારીરિક પ્રવૃત્તિ ચાલુ કરો: શારીરિક પ્રવૃત્તિ કરવાથી માત્ર કિડની સ્વસ્થ તો રહે છે સાથે અનેક સ્વાસ્થ્ય લાભો પણ થાય છે માટે રોજે ઓછામાં ઓછી 25-30 મિનિટ સુઘી દિવસની શરૂઆતમાં યોગા, કસરત, જોકિંગ, વોકિંગ વગેરેનો સમાવેશ કરવો જોઈએ, જેથી લાંબા સમય સુઘી કિડને સ્વસ્થ રાખી શકો છો.
પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ: કિડની શરીરમાં બે હોય છે, જે લોહીમાં રહેલ ગંદકી અને અશુદ્ધિઓને દૂર કરવાનું કામ કરે છે. કિડનીને કામ કરવા માટે પાણીની સૌથી વધુ જરૂર રહેતી હોય છે, એટલા માટે કિડનીને સ્વસ્થ અને ચોખી રાખવા પાણી યોગ્ય માત્રામાં પીવું જોઈએ. જેથી શરીરમાં પાણીની ઉણપ પણ નહીં રહે અને શરીર હાઈડ્રેટ રહશે. પાણી યોગ્ય માત્રામાં પીવાથી શરીરમાં રહેલ હાનિકારક ઝેરી બેક્ટેરિયાને પેશાબ વાટે બહાર નીકાળી દેશે.
પૌષ્ટિક આહાર લેવો જોઈએ: કિડની આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે, માટે તેન સ્વસ્થ રાખવા માટે આપણે લીલા શાકભાજી, ફળો, ફણગાવેલ કઠોળ, દૂઘ, દહીં, કહી કેલરી વાળો ખોરાક ખાવા જોઈએ. જેમાં ભરપૂર માત્રમાં પોષક તત્વો મળી આવે છે જે શરીરને પોષક તત્વોની કમીને પૂર્ણ કરશે અને કિડની ઉપરાંત શરીરના બઘા અંગને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરશે.
બહારના આહાર ખાવાનુ ટાળો: કિડ ની જેવા મહત્વ પૂર્ણ અંગને સ્વસ્થ રાખવા માટે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડથી દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત વઘારે તળેલું, મસાલાવાળું, મેંદા વળી વસ્તુઓ વધારે પ્રમાણમાં ખાવાથી કિડનીને નુકસાન થઈ શકે છે માટે આ બહારના આહાર ખાવાનું ટાળવું જોઈએ.
વધુ દવાઓ ના ખાવી: ઘણા લોકો હાથ પગ દુખતા હોય કે માથું દુખતું હોય તો તરત જ મેડિકલ માંથી મળતી દવાઓ ખાઈ લેતા હોઈ છે. પરંતુ વધુ દવાઓ ખાવાથી તેની અસર કિડની પર પડી શકે છે માટે વધારે દવાઓ ખાવું ટાળવું જોઈએ.
ચેકઅપ કરાવો: આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે 35-40 વર્ષની ઉમર પછી કિડની ઉપરાંત શરીરના અનેક ટેસ્ટ કરાવતા રહેવું જોઈએ, માટે વર્ષમાં એક વખત અલ્હા શરીરના ટેસ્ટ કરવા જોઈએ જેથી આપણા શરીરમાં અજાણે થતી બીમારી ખુબ જ વધી ના જાય અને તેને વધતા પહેલા જ રોકી શકીએ માટે શરીરનું ચેકઅપ કરાવતા રહેવું જોઈએ.
આ ઉપરાંત ધુમ્રપાન કરવાની આદત અને આલ્કોહોલ પીવાની આદતના કારણે કિડની પર ખુબ જ ખરાબ અસર થઈ શકે છે. માટે કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે આ ખરાબ આદત ને છોડવી જોઈએ.