આ માહિતીમાં તમને જણાવીશું મધ વિષે ની માહિતી જેમાં મધ ના ફાયદા કયા કયા છે, મધ ના ઘરેલું ઉપચાર ,મધ ના પ્રકાર, મધ ના રેગ્યુલર સેવન થી થતા ફાયદા, મધના નુકસાન અને મધ ના ઘરગથ્થું ઉપચારો. મધ વિષે લોકો જાણતા હશે પરંતુ બધા લોકો પાસે મધ વિશેની પુરી માહિતી હોતી નથી.જો તમે પણ મધ વિષે સંપૂર્ણ માહિતી મેળવવા માંગો છો તો આ માહિતી જરૂર વાંચો.
સૌ પ્રથમ જાણીએ મધના કેટલા પ્રકાર છે. આયુર્વેદ પ્રમાણે મધના કુલ 8 પ્રકાર હોય છે જેમાં માક્ષિક મધ, ભ્રામર મધ. ક્ષૌદ્ર મધ, પૌતિક મધ, છાત્ર મધ, આધ્ય્ર મધ, ઔદદ્દાલિક મધ અને દાલ મધ નો સમાવેશ થાય છે. મધના આ પ્રકારના નામ છ પ્રકાર ના મધ મધમાખીઓ નામ પરથી પાડવામાં આવ્યા છે.
હવે જાણીએ દરેક મધ વિષે ટૂંકમાં માહિતી: માક્ષિક મધ: માક્ષિક મધ એ પીળા રંગ ની મોટી માંખીઓએ દ્વારા બનાવવામાં આવે છે જે તેલ જેવા રંગનું હોય છે. આ મધ નેત્ર ના રોગો ને હરનાર, હલકું અને કમળો, અર્શ, શ્વાસ, ઉધરસ, તથા ક્ષય ને મટાડનાર છે.
ભ્રામર મધ: ભ્રામર મધ ભમરાઓ દ્વારા બનાવવામાં આવે છે અને સ્ફટિકમણી જેવું નિર્મળ મધ “ભ્રામર મધ” કહેવામાં આવે છે. આ મધ રક્તપિત્ત ને મટાડનાર, પેશાબની બળતરા ઓછી કરનાર હોય છે. આ મધ વધારે ચીકણું અને ઠંડુ હોય છે.
ક્ષૌદ્ર મધ: ક્ષૌદ્ર મધ લાલાશ પડતા પીળા રંગ ની ઝીણી માંખીઓ દ્વારા બનાવવામાં આવે છે. ક્ષૌદ્ર મધ પિંગળા રંગ વાળું, માક્ષિક મધ ના જેવા જ ગુણો વાળું અને ખાશ કરી ને ડાયાબીટીશ ને મટાડનાર હોય છે. પૌતિક મધ: પૌતિક મધ મચ્છર જેવી અત્યંત ઝીણી, કાળી અને ડંખ થી બહુ જ પીળા કરનારી માંખીઓએ દ્વારા બનાવવામાં આવે છે. પૌતિક મધ રુક્ષ અને ગરમ હોઈ પિત્ત, બળતરા, લોહી વિકાર, તથા વાયુ કરનાર, છે.
છાત્ર મધ: છાત્ર મધ પીળા રંગ ની વરટા નામની માખીઓ દ્વારા બનાવવામાં આવે છે. આ ખાસ કરીને હિમાલય ના વન માં છત્ર જેવા આકાર ના મધપુડા બનાવે છે જેના મધને છાત્ર મધ કહેવાય છે. છાત્ર મધ ચીકણું, ઠંડું, ભારે અને તૃપ્તિ કરનાર હોય છે જે પેટના કીડા, સફેદ કોઢ, રક્તપિત્ત, ડાયાબીટીશ, તરસ તથા ઝેર ને મટાડે છે.
આધર્ય મધ: છાત્ર મધ ભમરા જેવી અને તીક્ષ્ણ મુખો વાળી પીડી માખીઓનું નામ અધર્ય છે અને તેમણે બનાવેલા મધને આધર્ય મધ કહેવાય છે. છાત્ર મધ મધ આંખો માંટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે સાથે તે કફ તથા પિત્ત ને મટાડનાર, તૂરું,કડવું અને બળ તથા પુષ્ટિ આપનારું છે.
ઔદદ્દાલિક મધ: રાફડા માં રહેનારા પિંગળા રંગના ઝીણા કીડાઓ જે પીળા રંગ નું સ્વલ્પ મધ બનાવે છે તે મધને ઔદદ્દાલિક મધ કહેવામાં આવે છે. આ મધ સ્વાદમાં ખુબજ મીઠું, અવાજ મીઠો કરનારું, કોઢ તથા ઝેરને મટાડવામાં ઉપયોગી છે પરંતુ આ મધ તમને ભાગ્યે જ મળી શકે છે.
દાલ મધ: દાલ મધ પુષ્પોમાંથી ઝરીને પાંદડા ઉપર ઠરેલો મધુર, ખાતો અને તૂરો પુષ્પોનો રસમાંથી બને છે. આ મધ હલકું, અગ્નિ પ્રદીપ્ત કરનાર, કફ ને દૂર કરનાર, તુરાશ પડતું, ઉલટી તથા ડાયાબીટીશ ને મટાડનાર છે.
મધ ના ફાયદા: ત્વચા સાફ કરે: મધ એન્ટીઑકિસડન્ટોથી ભરેલુ એક મહત્વનો સ્રોત છે જે તમારા શરીરમાં રહેલા હાનિકારક સુક્ષ્મસજીવો ને સાફ કરવામાં મદદ કરે છે. મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો જોય છે જે તમારી ત્વચાને સ્વચ્છ રાખે છે.
વજન ઉતારવા: જો તમે ડૉક્ટર પાસે વજન ઓછુ કરવા માટે જાઓ તો ડૉક્ટર તમને તમને તમારા ખોરાકમાંથી ખાંડ નું સેવન બંધ કરવાની સલાહ આપશે પરંતુ મધ ન ખાવું જોઈએ તેવી સલાહ આપશે નહીં. મધ વધેલી ચરબીને ઉતારવા અને વજન ઘટાડવા માટે ઉપયોગી છે. મધ અને લીંબુનો રસ ગરમ પાણીમાં નાખીને પીવાથી તે ક્રમશ ચરબી તથા વજન ઘટાડે છે.
કોલેસ્ટરોલ ઘટાડવા: એક અહેવાલ પ્રમાણે મધ ના ઉપયોગ થી કોલેસ્ટ્રોલ માં 3 ટકા જેટલો ઘટાડો કરી શકાય છે. આ સાથે જણાવવામાં આવ્યું છે કે એક મહિનામાં એક વ્યક્તિએ 70 ગ્રામ મધનો આગ્રહ કરવા માં આવ્યો છે જેથી કોલેસ્ટ્રોલ 3 ટકા ઘટાડો કરી શકાય છે. આ સાથે બીજા અહેવાલ પ્રમાણે મધ ના રેગ્યુલર સેવન થી કોલેસ્ટ્રોલ માં 8 ટકા ઘટાડો કરી શકાય છે.
યાદ શક્તિ માં સુધારો: મધ મગજમાં કેલ્શિયમ સહેલાઇથી પહોચાડવા માં મદદ કરે છે. એક અભ્યાસ પ્રમાણે મધના રેગ્યુલર સેવનથી પહેલા કરતા યાદશક્તિમાં વધારો કરી શકાય છે.
ઊંઘ લાવવા: જે લોકોને ઊંઘની સમસ્યા રહેતી હોય તેવા લોકો જો નાના બાળક જેમ ઊંધવા ઈચ્છે છે તો મધનું સુતા પહેલા રેગ્યુલર સેવન કરવું. મધના સેવનથી તમારા ઇન્સ્યુલિનનું પ્રમાણ સહેજ વધવામાં મદદ કરે છે અને મગજમાં ટ્રિપ્ટોફોનને પરવાનગી આપે છે અને ઊંઘવા માં મદદ કરે છે.
ત્વચા માટે મધનો ઉપયોગ: જે લોકો ત્વચા પર ચમક લાવવા ઈચ્છે છે તેવા લોકોએ મધ અને ઈંડા ની સફેદીને મિક્ષ કરીને ચહેરા પર લગાવો. 15 મિનીટ પછી ચહેરાને ધોઈ લેવો. થોડાજ સમયમાં ચહેરા પર ગજબ ની ચમક આવી જશે.
બે ચમચી મધ, એક ઈંડું, બે ચમચી સોયા નો લોટ, એક ચમચી દૂધ ની મલાઈ, આ બધું સારી રીતે મિક્ષ કરીને ઘાટી પેસ્ટ બનાવી લેવી અને ચહેરા પર અને ગરદન પર લગાવવી. આ પેસ્ટને 10 થી 15 મિનીટ પછી ધોઈ લેવું. આ ઉપાય કરવાથી પાર્લર જેવો નિખાર આવી જશે.
1 ચમચી ચોખાના લોટ માં અડધી ચમચી મધ ભેળવીને ચહેરા પર 15 થી 20 મિનીટ લગાવીને રાખી મુકો. પછી ધોઈ નાખો. આ ઉપાયથી ચહેરા પર કરચલીઓ ઝડપથી પડતી નથી. એક ચમચી મધ, ચાર ટીપાં લીંબુનો રસ, અને એક ચપટી મીઠું અને થોડુક પાણી નાખીને સારી રીતે મિક્ષ કરીને ચહેરા પર લગાવી રાખો. 5 થી 10 મિનીટ પછી ચહેરાને ધોઈ લેવો. આ ઉપાય કરવાથી ચહેરા પર નિખાર આવી જાશે
ઘરગથ્થું ઉપચાર મા મધ નો ઉપયોગ: દરરોજ નિયમિત 2 બે થી 4 તોલા મધ લેવામાં આવે તો હૃદય માટે હિતકારી સાબિત થાય છે. કાકડા ની સમસ્યા હોય તો મધ સાથે કોગળા કરવાથી ઘણી રાહત થાય છે. મોઢામાં પડેલા ચાંદા માટે મોઢામાં થોડીક વખત મધ રાખી કોગળો કરો. રોજ સવારે મધ ને પાણીમાં મેળવી લેવાથી બળતરા, ખંજવાળ, અને ફોડલીઓ જેવી ચામડીની અનેક સમસ્યાઓ માંથી રાહત મળે છે.
મધ નું સેવન કરવાથી થતું નુકસાન: કોઈ પણ વસ્તુનું વધુ સેવન કરવામાં આવે તો તેના ફાયદા ની જગ્યાએ નુકશાનકારક સાબિત થાય છે તેજ રીતે મધ નું સેવન કરવાથી જલ્દી થી કોઈ પણ પ્રકાર નું નુકસાન થતું નથી પરંતુ જો વધારેપડતું સેવન થઇ જાય તો અવશ્ય નુકસાન થાય છે. મધ બાળકોએ 20 થી 25 ગ્રામ અને વયસ્કોએ 40 થી 50 ગ્રામથી વધારે મધ એકસાથે ખાવું ન જોઈએ.
આ સાથે લાંબા સમય સુધી વધારે માત્રા માં મધ લેવું ન જોઈએ, મધ નું અજીર્ણ મારી નાખનારું અને અત્યંત હાનીકારક છે. મધનો ઉપયોગ ગરમ કરીને કરવો નહીં. મધને ગરમ કરવાથી તેની અંદર રહેલા બધા જ ગુણો નાશ પામે છે. ઘી અને મધને સરખા પ્રમાણ માં ક્યારેય ભેગા કરવા નહિ, તાવ માં દૂધ, ઘી અથવા મધ વાપરવું ઝેર સમાન સાબિત થઇ શકે છે.