દરેક વ્યક્તિ ક્યારેક તો માથાના દુખાવાની સમસ્યામાંથી પસાર થયા જ હશે. ક્યારેક માથાનો દુખાવો થોડા સમયમાં ઠીક થઈ જાય છે તો ક્યારેક તેની પીડા અસહ્ય બની જાય છે. વધારે પડતા માથાના દુખાવાના કારણે તમે ઓફિસનું કામ પણ યોગ્ય રીતે કરી શકતા નથી.
માથાનો દુખાવો દૂર કરવાના સતત પ્રયત્નો પણ તમને તણાવ અને બેચેની તરફ દોરી જાય છે. જો તમે પણ વારંવાર માથાનો દુખવાની સસમાસ્યાથી પરેશાન થઇ રહયા છો તો ચાલો જાણીએ કે તેને કુદરતી રીતે તેનાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય.
ખુબ પાણી પીવો : તબીબી નિષ્ણાતોના મત મુજબ, શરીરમાં પાણીની ઉણપને કારણે ડિહાઇડ્રેશન થાય છે, જેના કારણે માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી સમસ્યાઓ થાય છે. જો તમને વારંવાર માથાનો દુખાવો થાય છે તો તમે દિવસ દરમિયાન કેટલું પાણી પી રહ્યા છો તેના ધ્યાન આપો.
જો તમને માથાનો દુખાવો થાય તો બે ગ્લાસ પાણી પીવો, જો તમારા માથાનો દુખાવો પાછળનું કારણ પાણીની ઉણપ હશે તો તે અડધો કલાકથી ત્રણ કલાકની અંદર ઠીક થઈ જશે.
પુરી ઊંઘ લો : સારી ઊંઘ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે જરૂરી છે. ઊંઘ પુરી ના લેવી અથવા ઊંઘના બદલાતા સમયને કારણે વારંવાર માથાનો દુખાવોની ફરિયાદ કરશો. એક સંશોધન મુજબ જે લોકો 7 કે 8 કલાકની ઊંઘ લે છે તેમને માથાના દુખાવાની ફરિયાદ સૌથી ઓછી હોય છે. પરંતુ એ પણ ધ્યાન રાખો કે વધારે પડતી ઊંઘ લેવાથી પણ માથાનો દુખાવો થઈ શકે છે. તેથી રાત્રે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ જરૂર લો.
આલ્કોહોલનું સેવન ના કરો : સામાન્ય રીતે આલ્કોહોલ માથાના દુખાવાનું કારણ નથી, પરંતુ આધાશીશીના દર્દીઓમાં તે માથાનો દુખાવો પેદા કરી શકે છે. માઈગ્રેનના એક તૃતીયાંશ દર્દીઓ આલ્કોહોલના સેવન પછી માથાનો દુખાવો થવાની ફરિયાદ કરે છે. આ સિવાય આલ્કોહોલ ચિંતાનું કારણ બને છે.
તમારી દિનચર્યામાં યોગનો સમાવેશ કરો : યોગ તેના ઘણા ફાયદાઓ માટે જાણીતું છે જેમ કે લચીલાપણું વધારવા, દુખાવો ઓછો કરવા, તણાવ દૂર કરવામાં મદદ અને જીવનની એકંદર ગુણવત્તા સુધારવા. યોગ તમારા વારંવાર થતા માથાના દુખાવાને ઘટાડી શકે છે.
આદુવાળી ચા પીવો : આદુ તેના એન્ટીઑકિસડન્ટ અને એન્ટી ઈફ્લેમેટરી ગુણ માટે જાણીતું છે. સદીઓથી દવાઓમાં આદુનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય ભોજનમાં પણ તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. સંશોધન મુજબ આદુ માઈગ્રેનના માથાના દુખાવાની ગંભીરતા ઘટાડવામાં ફાયદાકારક સાબિત થાય છે, આ સિવાય તે ઉબકા અને ઉલટી જેવા લક્ષણોને પણ ઘટાડે છે.
જો તમને પણ આ જાણકારી ગમી હોય તો આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ હેલ્થ અને બ્યુટી સબંધિત માહિતી મળતી રહેશે.