શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે આપણે હેલ્ધી અનેક આહાર ખાતા હોઈએ છીએ. તેવી જ રીતે આપણા શરીરને સંપૂર્ણ રીતે સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે આપણે સારી ઊંઘ લેવી પણ ખુબ જ જરૂરી છે.

માટે હેલ્થ નિષ્ણાત પણ 6 કલાકની ઘાટ નિંદરમાં સુવાની સલાહ આપે છે. સારી અને ઘસઘસાટ ઊંઘ ઘણા બધા કારણોથી આવતી નથી પરિણામે ઊંઘ લાવવા માટે ઘણા લોકો દવાનો સહારો લેતા હોય છે. પરંતુ ઊંઘ મેળવવાની દવા લેવાથી સ્વાસ્થ્ય ને ઘણું નુકસાન પણ થઈ શકે છે.

આ માટે કુદરતી રીતે ઘાટ ઊંઘ મેળવવા માટે આપણે આપણી જીવન શૈલીમાં કેટલાક બદલાવ પણ લાવવા જોઈએ. જેમને પથરીમાં પડતાની સાથે ઊંઘ આવતી નથી તેના પણ ઘણા બધા કારણો હોઈ શકે છે. જેમ કે, રાત્રિનું ભોજન પેટ ભરી ને જમવું, ટેન્સન, તણાવ, વધારે વિચારો આવવા, રાત્રીના સમયે ચીજ, મેંદા અને ચરબી યુક્ત ખોરાક ખાવો જેવા અનેક કારણોથી પથારીઆં સુવા જઈએ ત્યારે ઊંઘ આવતી નથી.

જેના પરિણામે આપણે વધારે સમય આમ તેમ પડખા ફેરવતા રહેવું પડતું હોય છે. આ ઉપરાંત રીતે સુતા પહેલા આપણી કેટલીક ખરાબ ટેવના કારણે પણ ઊંઘ આવતી નથી, જેમ કે મોબાઈલનો ઉપયોગ કરવો, લેપટોપ અને ટીવી નો યુઝ કરવો વગેરે.

આજની નવી જનરેશન રાત્રે 12-1 વાગ્યા સુધી મોબાઈલમાં જ રચયાપચીયા રહેતા હોય છે, તેવા લોકોને પણ સુવા જાય ત્યારે ઊંઘ આવતી નથી અને વિચારોમાં ખોવાઈ જતા હોય છે પરિણામે ઊંઘ ઉડી જાય છે. સારી આને ઘસઘસાટ ઊંઘ મેળવવાનો પણ યોગ્ય સમય હોય છે આ સમયે આપણે સુઈ જઈએ તો આપણી ઊંઘ સંપૂર્ણ રીતે પુરી થઈ જાય છે.

આજે અમે તમને એવી એક ટિપ્સ જણાવીશું જેની મદદથી તમને પથરીમાં પડતાની સાથે જ ઊંઘ આવી જશે. તો ચાલો જાણીએ ઊંઘ મેળવવાની ટિપ્સ અને ઊંઘવા માટેનો સાચો સમય કયો છે તેના વિષે પણ જણાવીશું.

સારી ઊંઘ મેળવવા માટે આપણે મગજમાં આવતા વિચારો, ટેન્સન વગેરે ને દૂર કરવું જોઈએ. આ માટે આપણે સૌથી પહેલા મગજને શાંત કરવું પડશે. મગજને શાંત કરવા માટે રાત્રે સુતા પહેલા આપણે 10-15 મિનિટીનો સમય નીકળવો પડશે. આ 10-15 મિનિટના સમયમાં આપણે મગજને શાંત કરવાનું છે, આ માટે આપણે મેડિટેશન કરવાનું છે.

મડિટેશન કરવાથી આપણા મગજના બધા વિચારો દૂર થઈ જાય છે, અને મગજને શાંત રાખે છે. મેડિટેશન કરવા માટે આપણે એક રૂમમાં જઈને નીચે ચટાઈ પાથરીને બેસવાનું છે. તમને કોઈ પણ હેરાન ના કરે એ માટે રૂમને લોક કરી લો, હવે ચટાઈ પર બેસીને ઘ્યાન મુદ્રામાં બેસી જવું, ત્યાર પછી બંને આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લઈને 5 સેકન્ડ રોકીને ઝડપથી એક જાટકે બહાર નીકળવાનો છે, આ રીતે 10-15 મિનિટ કરવાનું છે.

તમારા મનમાં કોઈ વિચાર ના આવે એ માટે શ્વાસ અંદર બહાર જાય તેના પર ઘ્યાન રાખવું જોઈએ. આવી રીતે રાતે સુતા પહેલા મેડિટેશન કરવામાં આવે તો ખરાબ વિચારો, ટેન્સન, તણાવ વગેરે દૂર થઈ જાય છે અને મગજ શાંત થઈ જાય છે ત્યાર પછી તરત જ સુઈ જવાથી ખુબ જ સારી અને ઘસઘસાટ ઊંઘ આવી જશે.

રાતે સુવાનો સમય આપણે 10 વાગ્યાનો રાખવો જોઈએ. કારણે ઓફિસ, ધંધો અને નોકરી વાળા લોકો 8 વાગ્યા સુધીમાં ઘરે આવી જતા હોય છે. માટે તેમના માટે 10 વાગ્યાનો સમય સૌથી યોગ્ય રહેશે. આ ઉપરાંત આપણે કેટલીક વસ્તુનું ધ્યાન પણ રાખવાનું છે. આ માટે આપણે રાત્રિનું ભોજન હળવું અને ચરબી વગરનું ખાવાનું છે,

રાત્રીના ભોજન પછી થોડું ચાલવું જોઈએ, ભોજન પછી હંમેશા મુખવાસ ખાવો જોઈએ, રાત્રે ઠંડા પીણાં, ચા કોફી, આલ્કોહોલ, બીડી, સિગરેટ, તમાકુથી દૂર રહેવું જોઈએ. આટલું ઘ્યાન રાખવાની સાથે દરરોજ સુતા પહેલા 10-15 મિનિટ મેડિટેશન કરો જેથી પથારીમાં સુતા જ પડખા ફેરવીયા વગર જ સારી અને ઘસઘસાટ ઊંઘ આવી જશે. સારી ઊંઘ લેવાથી શરીર સ્વસ્થ રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *