માઈગ્રેન એક માથાનો દુખાવો છે. જેમાં ઘણા લોકોને અસહ્ય માથાનો દુખાવો થતો હોય છે. જયારે માઈગ્રેન ના કારણે દુખાવો થાય છે ત્યારે એક સાઈડના ભાગમાં દુખાવો થતો હોય છે. જાયે માથાનો દુખાવો થાય છે ત્યારે ચક્કર આવવા, નબળાઈ આવવી, કામ માં મન ના લાગવું જેવી સમસ્યા થાય છે,
આજની ભાગદોડ ભરી જીવન શૈલીમાં ખાવામાં બદલાવ લાવવાના કારણે ગમે તેવી બીમારીઓ હોય છે તેને હરાવી શકાય છે, માઈગ્રેન ન્યુરોલોજીકલ છે જેમાં માથાનો દુખાવો થોડા થોડા અંતરે જોવા મળે છે, માઈગ્રેન નો દુખાવો એક બે કલાક પણ થઈ શકે છે અથવા તો ઘણી વખત 24કલાક પણ દુખાવો રહેતો હોય છે.
માઈગ્રેન બીમારી થવાથી તેનો સમય સર ઈલાજ ના થવાના તે લાંબા સમય સુધી પણ રહી શકે છે, જેના કારણે મગજને ઘણું નુકસાન પણ પહોંચે છે, મગજની એક નસમાં દબાણ રહેવાથી લોહી નું પરિવહન ના થવાના કારણે માઇગ્રેનનો દુખાવો થતો હોય છે.
માઇગ્રેનનો દુખાવો પુરુષોની તુલનામાં મહિલાઓમાં સૌથી વધુ જોવા મળતો હોય છે. માઈગ્રેનની બીમારી કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. માઈગ્રેન થવાના લક્ષણો: માથામાં અસહ્ય દુખાવાની સાથે આંખો માંથી પાણી નીકળવું, નાક જામ થઈ જવું, વારે વારે થાકનો અહેસાસ થાય, ઊંઘ સારી ના આવવી, જેવા લક્ષણો જોવા મળે છે,
માઈગ્રેનના દુખાવા થવાના કારણો: રાતે મોડા સુધી વાંચવું, મોબાઈલ કે લેપટોપ નો ઉપયોગ કરવો, કેફીન યુક્ત પદાર્થનું(ચા કોફી) સેવન વધુ કરવું, દિવસ દરમિયાન 9 કલાક થી વધુ ઊંઘવું, વધારે સમય સુધી કાનમાં હેન્ડ્ફ્રી નાખીને ગીતો સાંભરવા જેવા અનેક કારણો હોઈ શકે છે.
માઈગ્રેનના દુખાવામાં રાહત મેળવવાના ઉપાય:
વધારે પાણી પીવો: પાણી આપણા શરીરના દરેક ને ખુબ જ જરૂરી છે. પરંતુ માઈગ્રેનની બીમારી હોય તેવા દર્દીએ દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવું જોઈએ જેથી શરીર પણ હાઈડ્રેટ રહેશે અને માઈગ્રેનના દુખાવામાં રાહત મળશે.
લીલા શાકભાજી ખાવા: લીલા પાંદડા વાળા શાકભાજી આપણા શરીરને જરૂરી પોષક તત્વોની કમીને પુરી કરે છે આ ઉપરાંત લોહી બનાવવા અને લોહીના પ્રવાહને સુધારવામાં મદદ કરે છે. માટે રોજિંદા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ જેથી માઈગ્રેન જેવી બીમારીમાં રાહત મેળવી શકાય.
ઓમેગા-3 ફેટી એસિડ યુક્ત આહાર: સેલ્મન માછલીમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે જે માઈગ્રેન ના થતા દુખાવામાં રાહત આપે છે, માટે જો તમે માઈગ્રેનના દુખાવા હોય તો માછલી અથવા તો ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ખોરાકનો સમાંવેશ કરવો જોઈએ.
ડ્રાયફ્રુટસનું સેવન: સૂકા ડ્રાયફ્રૂટ્સમાં કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, પોટેશિયમ જેવા અનેક પ્રકારના પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. માટે નિયમ નિયમિત પાને કાજુ, બદામ, અખરોટ, કિસમિસ વગેરેનો સમાવેશ કરવો જોઈએ.
માઈગ્રેન ના દુખાવા થાય ત્યારે યોગ્ય પૌષ્ટિક આહાર લેવો જોઈએ આ ઉપરાંત માઈગ્રેનના દુખાવા થાય ઓ ડોકટરની સલાહ લઈને યોગ્ય સારવાર ચાલુ કરી દેવી જોઈએ જેથી માઇગ્રેનનો દુખાવા કાયમી છુટકાળો મેળવી શકાય છે.