આજે તમને એક વાત જણાવીશું જે વાત તમે દરરોજ સવારે અનુસરશો તો તમે આજીવન નિરોગી રહી શકો છો. સવારે તમારે થોડા વહેલા ઉઠીને 20 થી 25 મિનિટ ચાલવાનું છે. સવારે ચાલવાથી બંધ થઇ ગયેલા શરીરના બધા અંગો કામ કરવા લાગે છે જે શરીરની નાની મોટી બધી બીમારીઓ દૂર કરે છે.
આજે તમને એક વાત જણાવીશું જે વાત તમે દરરોજ સવારે અનુસરશો તો તમે આજીવન નિરોગી રહી શકો છો. સવારે તમારે થોડા વહેલા ઉઠીને 20 થી 25 મિનિટ ચાલવાનું છે. સવારે ચાલવાથી બંધ થઇ ગયેલા શરીરના બધા અંગો કામ કરવા લાગે છે જે શરીરની નાની મોટી બધી બીમારીઓ દૂર કરે છે.
સવારે ઉઠીને ચાલવાથી ડાયાબિટીસ નામનો ગંભીર રોગ થતો નથી અને જો ડાયાબિટીસ થયો હોય તો તે કુદરતી રીતે કાબૂમાં આવી જાય છે. માટે સવારે ઊઠીને અવશ્ય ચાલવું જોઈએ. જે લોકો મોટાપાની સમસ્યાથી પીડાય છે, જે લોકોનું વજન વધારે છે, જે વજન ઘટાડવા માટે મથામણ કરી રહ્યા છે એવા લોકોએ સવારે ઊઠીને ચાલવું જોઈએ, કારણ કે ચાલવાથી તેમનું વધેલું વજન કુદરતી રીતે ઘટી શકે છે.
જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા છે, જે લોકોનું બ્લડ જાડું છે, જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા છે એવા લોકોએ જો કોલેસ્ટ્રોલની સમસ્યામાંથી છુટકારો મેળવવો હોય તો ખાવા પીવામાં તેલ અને ચરબી યુક્ત ખોરાકને બંધ કરી દેવો જોઈએ અને તેમણે સવારે ચાલવાનું શરૂ કરી દેવું જોઈએ. આ સાથે જો ભોજનમાં પણ હળદરનો ઉપયોગ વધારી દો તો પણ તમારો કોલેસ્ટ્રોલ છે તે કુદરતી રીતે કાબૂમાં આવી જાય છે.
જે લોકોનું બીપી વધારે રહેતું હોય છે તેવા બધા દર્દીઓ એ દરરોજ ચાલવું જોઇએ અને સાથે મીઠામાં સિંધવ નો ઉપયોગ કરવો જોઈએ. અત્યારના સમયમાં કેન્સર થવાના પ્રમાણો પણ વધી ગયા છે. અન્ય કોઈ પણ કેન્સરના ખતરાને થી બચવું હોય અને ખાસ કોલોન કેન્સર માંથી બચવું હોય તો પણ તમારે ઊઠીને ચાલવાની ટેવ પાડવી જોઈએ.
અત્યારના સમયમાં પીઠનો દુખાવો. કમરનો દુખાવો અને માંસપેશીઓના દુઃખાવા સામાન્ય થતા જોવા મળે છે પરંતુ આ કોઈપણ આ દર્દમાંથી છુટકારો મેળવવો હોય અને જો કુદરતી રીતે સાજું થવું હોય તો સવારે ઉઠીને ચાલવું જોઈએ.
વધતી ઉંમરે હાડકાં નબળા ન પડવા દેવા હોય, હાડકાં મજબૂત રાખવા હોય તો પણ તમારે સવારે ઊઠીને અવશ્ય ચાલવું જોઈએ. સવારે ઊઠીને ચાલવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધવાથી શરીરમાં થતા નાના-મોટા રોગો શાંત રહે છે. જે લોકો ના અંગો જકડાઇ જાય છે અને જે બેઠાડું જીવન છે જેવા લોકો જો ચાલવાની ટેવ પડે તો તેમના અંગો પણ ચાલવાથી સ્મુધ થઈ જાય છે.
આ ઉપરાંત ચાલવાથી માસપેશીઓ મજબૂત થઈ જાય છે, પેટ સંબંધી સમસ્યા એટલે કે ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત થવી, છાતીમાં દુખાવો થવો જેવી બધી સમસ્યાઓમાંથી કુદરતી રીતે છુટકારો મળે છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ મૂત્ર સંબંધી સમસ્યાઓ વધતી જાય છે પરંતુ જો સવારે ચાલવાની ટેવ હોય તો તમે આ સમસ્યાથી બચી શકો છો.
જો તમે લાંબુ આયુષ્ય ઇચ્છતા હોય તો તમારે ચાલવું જોઈએ, કારણકે ચાલવાથી શરીરના બધા જ અંગો સ્વસ્થ અને નિરોગી રહે છે. ચાલવાથી તમારૂં હૃદય પણ સ્વસ્થ અને નિરોગી રહે છે અને હૃદયના એટેકથી પણ સરળતાથી બચી શકાય છ.
જે લોકો અનિંદ્રાની રોગથી પીડાય છે, જે લોકોને સારી ઊંઘ નથી આવતી એવા લોકોએ ઊઠીને ચાલવું જોઈએ. આ ઉપરાંત જે લોકો ડિપ્રેશનના રોગના ભોગ બન્યા હોય, જે લોકોને માનસિક ચિંતાઓ થતી હોય એવા લોકોએ માનસિક શાંતિ મેળવવા માટે ચાલવું જોઈએ. કારણ ચાલવાથી મગજની અંદર ચાલતા વિચારો દૂર થાય છે અને તમને માનસિક શાંતિ મળે છે.
ચાલવાથી તમારું બ્લડ પણ ધીરે ધીરે શુદ્ધ થાય છે. ચાલવાથી તમારા ફેફસાં મજબૂત થાય છે અને શરીરમાં નવી એનર્જી આવે છે. તો અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે અને તમે પણ ચાલવાનું શરુ કરી દેશો.