હેલો દોસ્તો, દરેક ઋતુમાં નાની મોટી બીમારીઓ કોઈ ને પણ થઇ શકે છે. આ એક એવી ઋતુ છે જે અનેક જીવલેણ બીમારી લઈને આવે છે. આ મોસમમાં આપણે થોડી પણ કાળજી ના રાખીએ તો સ્વાસ્થ્ય ભારી અસર પડી શકે છે. મોટા ભાગની ધણી બીમારી મોસમ પ્રમાણે જ આવે છે.
જેમકે શિયાળામાં ફલૂ, શરદી, કફ જેવા જેવી બીમારી થાય છે. ચોમાસામાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા નો ખતરો વધી જાય છે. તે જ રીતે ઉનાળામાં લઉં લાગવી, ફૂડ પોઇજીંગ ડાયેરિયા, ડીહાઇડ્રેટ થવાની શક્યતા વધી જાય છે. એટલું જ નહિ ગરમીમાં તીવ્ર તડકો અને વધારે પરસેવાના લીધે ડીહાઇડ્રેશન થી લોકો બીમાર પડે છે.
અમે તમને આ લેખમાં જણાવી રહ્યા છીએ કે કઈ ઋતુમાં કઈ બીમારીની ઝપેટમાં આવી શકો અને તેનાથી કઈ રીતે બચી શકાય તેના વિષે જણાવીશું.
લૂ લાગવી : લૂ લાગવી એ ગરમીની ઋતુમાં થનારી સૌથી સામાન્ય બીમારીમાંથી આ એક છે. જો તમે લાંબા સમય સુધી તડકામાં ઉભા રહો છો અથવા ક્યાંક તડકામાં બહાર નીકળો છો, તો તમે લૂ ની ઝપેટમાં આવી શકો છો.
લૂ લાગવાથી તાવ, ઉલ્ટી,ચક્કર આવવા, નબળાઈ અનુભવવી, બેભાન થઇ જવું, માથામાં તીવ્ર દુખાવો જેવા લક્ષણ જોવા મળે છે. લૂ થી બચવા માટે તમારે ક્યારેય પણ ખાલી પેટ બહાર ન નીકળવું. અને બને ત્યાં સુધી તડકામાં બહાર ન નીકળવું.
ફૂડ પોઇજીંગ : ગરમી વધારે પડવા ના કારણે થતી આ એક સમસ્યા છે. આ ઋતુમાં વાસી ખોરાકના સેવનથી ફૂડ પોઇજીંગ થાય છે. આ સીઝનમાં વાયરસ, બેક્ટેરિયા, ફંગસ ખુબ જ ઝડપથી ફેલાય છે. એવામાં શરીરની અંદર વાયરસ, બેક્ટેરિયા, ટોક્સિન ગળી જાય તો ફૂડ પોઇજીંગ થઇ શકે છે.
તાવ, પેટમાં દુખાવો, ઉલ્ટી, ડાયરિયા, જીવ મૂંજાવો જેવા લક્ષણો જોવા મળે છે. એટલા માટે આ સીઝનમાં બહારનું ભોજન, ઠંડુ ભોજન ખાવાથી દૂર રહેવું.
ટાઈફોડ : આ બીમારી એક વોટર બોર્ન રોગ છે. જે પ્રદુષિત પાણી પીવાથી થાય છે. વધારે પડતો તીવ્ર તાવ, પેટમાં તેજ દુખાવો, ભૂખ ન લાગવી, નબળાઈ નો અનુભવ જેવા આ ટાઇફોડના લક્ષણ જોવા મળે છે. નાના બાળકોને આની રસી લગાવવા માં આવે છે. આ ઉપરાંત તમે ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવી.
પીળિયો : દૂષિત પાણી અને વાસી ખોરાક લેવાથી થાય છે. પીળીયા ની સમસ્યા થાય છે. જયારે પીળિયો થાય ત્યારે આંખ અને નખ પીળા થવા લાગે છે. અને પેશાબ પણ પીળાસ પડતો થાય છે. જો આની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે કહું જ જીવલેણ પણ થઈ શકે છે.
પીળિયાથી બચવા માટે લિવરને હેલ્દી રાખવું ખુબ જ જરૂરી છે. જો પીળીયો મટી જાય છે તો પણ તમારે થોડાકે મહિના સુધી સાદુ અને હળવું ભોજન જ લેવું અને બહાર નું ફાસ્ટ ફૂડ ન ખાવા.
સ્કિન પર ફોલ્લીઓ થવી : ગરમીની ઋતુ માં પરસેવો વધુ આવે છે. જો તમે ફિટ અને ટાઈટ કપડાં પહેરીયા હોય અથવા પરસેવો શરીરની બહાર ન નીકળી શકે તો સ્કિન પાર ફોલ્લીઓ થાય છે. જેના કારણે શરીર પણ ખંજવાળ ની સમસ્યા થાય છે. તમારે તેના થી બચવા માટે કોટનના કપડાં પહેરવા અને કપડાં થોડા ખુલ્લા પહેરવા.
જો તમે આ બાબતનું ખુબ જ ધ્યાન રાખશો તો ગરમીમાં થનારી આ બધી બીમારીઓથી આસાનીથી બચી શકાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીઓમાં જલ્દીથી રાહત અપાવે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.