પ્રાચિનકાળ થી આપણા દેશમાં ડુંગળીનો ઉપયોગ થતો આવ્યો છે. ડુંગળીનું વાવેતર આપણા દેશમાં સર્વત્ર થાય છે. ડુંગળી 2 પ્રકારની આવે સફેદ અને લાલ. લાલ ડુંગળી સફેદ ડુંગળી કરતા ખાવામાં વધુ મીઠી હોય છે. ડુંગળીમાં ગંધક, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડીયમ, લોહ, તંબુ, ક્લોરીન, પ્રોટીન, ચરબી, સાકર અને વિટામીન-એ આ દરેક નું પ્રમાણ હોય છે.

ભોજન સાથે સલાડના રૂપમાં ખાવામાં આવતી કાચી ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે. કાચી ડુંગળીમાં સલ્ફર તત્વ અને જરૂરી વિટામીન હોય છે જે શરીરના બધા રોગોને દૂર કરે છે. કાચી ડુંગળીને સેંડવિચ, સલાડ કે પછી ભેલ વગેરેમાં ઉપરથી નાખીને ખાઈ શકાય છે. અહીંય તમને કાચા ડુંગળી ખાવાથી થતા ફાયદાઓ વિષે જણાવીશું.

લૂ: ઉનાળાની ગરમીમાં લૂ લાગે ત્યારે કરવામાં આવે છે. જયારે પણ લૂ લાગવાની સમસ્યા થાય ત્યારે ડુંગળીનો રસ કાનપટ્ટી ઉપર તેમજ પગના તળિયા અને છાંટી પર માલીશ કરવાથી લૂ નો પ્રકોપ શાંત થાય છે. આ ઉપરાંત લૂ લાગેલી વ્યક્તિને ડુંગળીનો રસ અને લીંબુ નું મિશ્રણ મધમાં શરબત કરી આપવાથી લૂ મટે છે.

પેશાબના રોગો: ઘણા લોકોને પેશાબમાં બળતરા થતી હોય છે તેને દૂર કરવા એક ડુંગળીના નાના ટુકડા કરી 4 થી 5 મિનીટ ઉકાળવા અને તેનું પાણી પી જઈ ટુકડા ખાઈ જવા. આ પ્રયોગ 4 દિવસ કરવાથી પેશાબની બળતરા શાંત થઇ જાય છે.

1 લીટર પાણીમાં 50 ગ્રામ ડુંગળીના કટકા કાપીને નાખો, તેને ધીમા તાપે ઉકાળો.તૈયાર થયેલું પાણી દિવસમાં 3 વાર પીઓ.એક અઠવાડિયા સુધી પ્રયોગ ચાલુ રાખવાથી વારંવાર આવતો પેશાબ બંધ થશે અને બંધ થયેલો પેશાબ છૂટથી કષ્ટ વગર આવશે.

હાડકાંને મજબૂત રાખે છે:- ડુંગળી હાડકાંની અંદર લચીલાપણું હોય છે એને જાળવી રાખે છે. દરરોજ અડધીથી એક કાચી ડુંગળીનું સેવન હાડકા મજબૂત બનાવવા, તમારા કોઈપણ પ્રકારની ગોઠવણ કે કમર તકલીફને, સાંધાના દુખાવાથી તકલીફને દૂર કરવા માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.

વાળ : જયારે પણ વાળ ખરવાની સમસ્યા થાય છે ત્યારે માથાના વાળમાં ડુંગળી નું તેલ લગાવવાથી વાળ ખરતા અટકે છે. આ ઉપરાંત દરરોજ અડધી ડુંગળી ખાવાથી પણ વાળમાં ફાયદો થઇ શકે છે. વાળમાં ખોડો થયો હોય, વાળ સફેદ થઇ ગયા હોય અને તે વાળને કાળા કરવા હોય તો તેમાં ડુંગળી ખાવી અને ડુંગળી નું તેલ બંને ઉપયોગી સાબિત થાય છે.

કેન્સર સામે લડવામાં મદદગાર: ડુંગળી કેન્સર જેવા રોગને મટાડી શકતી નથી પરંતુ ડુંગળીમાં એવા તત્વો જોવા મળે છે જે કેન્સર સામે લડવામાં મદદ કરી શકે છે. માટે જો કોઈ વ્યક્તિ કેન્સરથી ઝઝૂમી રહી છે, તો ડુંગળીનું સેવન કેન્સર સામે લડવામાં મદદ કરી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *