આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

લોકો ફિટ અને હેલ્ધી રહેવા માટે કસરત કરે છે. ખાસ કરીને સવારે ઉઠ્યા પછી કસરત કરવી સારી માનવામાં આવે છે. કસરત તમારો દિવસ ખૂબ સારો બનાવે છે. અને આખો દિવસ શરીરમાં એનર્જી રહે છે, સાથે જ તાજગીનો અનુભવ થાય છે.

વર્કઆઉટ કરવાથી મેટાબોલિઝમ વધે છે, જેનાથી વજન ઘટે છે. વર્કઆઉટ કરવાના શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે આહાર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં વર્કઆઉટ કર્યા પછી ખૂબ જ તરસ લાગે છે. આવી સ્થિતિમાં, દરમિયાન શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કારણ કે વર્કઆઉટ પછી શરીરમાં થાક લાગે છે, જેને દૂર કરવા માટે એનર્જી ડ્રિંકનું સેવન કરવું જોઈએ. ઘણા લોકો વર્કઆઉટ પછી પેક્ડ પીણાંનું સેવન કરે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જો તમારે વર્કઆઉટ પછી સારા પરિણામ જોઈએ છે તો ઘરે બનાવેલા આ પીણાંનું સેવન કરવું જોઈએ.

લસ્સી: ઉનાળાની ઋતુમાં દરેકના ઘરે ઠંડી લસ્સી પીવામાં આવે છે. તેનું સેવન કરવાથી શરીરને અંદરથી ઠંડક મળે છે. લસ્સીમાં કેલ્શિયમ-પ્રોટીન મળી આવે છે, જે તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. તેનું સેવન કરવાથી હાડકા પણ મજબૂત બને છે.તો તમે પણ કસરત કર્યા પછી લસ્સી પી શકો છો.

સંતરાનો જ્યુસ : વર્કઆઉટ કર્યા પછી સંતરાનો રસ પીવો ફાયદાકારક છે. સંતરાના રસમાં વિટામિન-સી અને ઇ મળી આવે છે અને તેનું સેવન કરવાથી દિવસભર એનર્જી મળે છે. સંતરાનો રસ પીવાથી ચરબી વધતી નથી. વર્કઆઉટ કર્યા પછી તરત જ વધારે પડતો ઠંડો જ્યુસ ના પીવો જોઈએ.

લીંબુ પાણી : આ દેશી પીણું છે. ઉનાળામાં શરીરને ઠંડક આપવા માટે ખૂબ જ ફાયદાકારક છે. લીંબુમાં વિટામિન સી છે, જે શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. આ સિવાય લીંબુ પાણીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રહે છે. પરંતુ ધ્યાન રાખો કે લીંબુ પાણીમાં ખાંડનો ઉપયોગ ના કરવો જોઈએ. સામાન્ય પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને તેનું સેવન કરો.

તરબૂચનો રસ : ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડક આપવા માટે તરબૂચના રસનું સેવન કરી શકાય છે. તેમાં 90% પાણી અને મિનરલ્સ મળી આવે છે. આ ડ્રિંકનું સેવન કરવાથી શરીર દિવસભર એક્ટિવ રહે છે અને તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

ગાજર અને નારંગી પીણું : ગાજર અને નારંગીનો રસ પીવાથી તમે આખો દિવસ એનર્જીથી ભરપૂર મહેસુર કરશો. આ પીણામાં વિટામીન-સી અને ઈ મળી આવે છે, જેના કારણે તેનું સેવન કરવાથી વર્કઆઉટ પછીનો થાક દૂર થઈ જાય છે. સવારે ઘરે વર્કઆઉટ કર્યા પછી તમે આ જ્યુસને ઘરે બનાવીને પી શકો છો.

દાડમનો જ્યુસ : જિમ જતા પહેલા અને પછી તમે દાડમના રસનું સેવન કરી શકાય છે. તમે દાડમના રસમાં મધ મિક્સ કરીને પણ પી શકો છો. આ તમને એક્ટિવ રાખવામાં મદદ કરશે. દાડમના રસમાં ફ્લેવોનોઈડ્સ, ફિનોલિક્સ અને એન્ટીઓક્સીડેન્ટ મળે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

તો હવે જયારે પણ વર્કઆઉટ કરો છો, તો વર્કઆઉટ પછી તમે આ હોમમેઇડ ડ્રિંક્સનું સેવન કરી શકો છો. આશા છે કે તમને આ જાણકારી ગમી હશે. આવી જ માહિતી મેળવવા માટે ગુજરાતફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *