આપણા શરીરમાં હોમોગ્લોબિન પૂરતા પ્રમાણમાં હોવું ખુબ જ જરૂરી છે. લોહીની ઉણપ દૂર થવાથી બીમારીનું જોખમ વધી જાય છે. હિમોગ્લોબીન શરીરના ઘણા બઘા કાર્ય કરવામાં મદદ કરે છે.

હીમોગ્લોબિનનું મુખ્ય કામ ફેફસાંથી કોશિકાઓ સુઘી ઓક્સિજન પહોંચાડવાનું અને કોશિકાઓથી ફેફસા સુઘી કાર્બનડાયોક્સાઇડને પહોંચાડવાનું છે. પરંતુ જો શરીરમાં આયર્ન ની ઉણપ થાય છે ત્યારે હિમોગ્લોબીન નું સ્તર પણ ઘટવા લાગશે.

જેથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણમાં પણ ઘટવા લાગશે. પરંતુ તમે આહારમાં કેટલીક વસ્તુનું સેવન કરીને હિમોગ્લોબીનના સ્તરને મેન્ટેન કરી શકાય છે. તો ચાલો જાણીએ કે હિમોગ્લોબિન વઘારવા માટે કઈ વસ્તુનું સેવન કરવું તેના વિશે જણાવીશું.

આયર્નવાળો ખોરાક: આયર્નની ઉણપના કારણે હિમોગ્લોબીન સ્તરમાં ઘટાડો થાય છે. લીલા શાકભાજી, ખજૂર, બદામ, કિસમિસ, અનાજ, કઠોળ, લાલ માસ, વગેરેમાં આયર્ન ભરપૂર માત્રામાં મળી આવે છે. માટે આહારમાં આ બઘી વસ્તુનું સેવન કરવાથી આયર્ન ની ઉણપ દૂર થાય છે અને હિમોગ્લોબીનમાં વઘારો થાય છે.

વિટામન-સી યુક્ત આહાર: શરીરમાં આયર્ન ઉપરાંત વિટામિન-સી યુક્ત આહાર લેવો પણ ખુબ જ જરૂરી છે. માટે જો તમે વિટામિન-સી વાળા આહારનું સેવન કરશો તો તમારા શરીરમાં આયર્નનું શોષણ પણ કરવામાં મદદ કરશે. માટે વિટામિન-સી વાળા આહાર જેવા કે લીંબુ, મોસંબી, આમળાં, સ્ટ્રોબેરી વગેરેનું સેવન કરવું જોઈએ છે.

બીટ: બીટમાં આયર્ન, ફાયબર, પોટેશિયમ, ફોલિકએસિડ, જેવા પોષક તત્વો મળી આવે છે. માટે બીટની સેવન કરવાથી શરીરમાં લાલ રક્તની સંખ્યામાં વઘારો કરે છે. જેથી આયર્નની ઉણપ દૂર થાય છે. માટે નિયમિત બીટનું સેવન કરવું જોઈએ.

ફોલિક એસિડ વાળો ખોરાક: ફોલિક એસિડ એક વિટામિન છે. જે લાલ રક્ત કોશિકાઓ બનાવવામાં મદદ કરે છે. માટે શરીરમાં ફોલિક એસિડના સ્તરને જાળવી રાખવા માટે લીલા શાકભાજી, મગફળી, કેળા, બ્રોકોલી, અંકુરિત કઠોળ વગેરેનું સેવન કરવું જોઈએ.

નિયમિત કસરત કરવી: દરરોજ કસરત કરવી યોગ્ય માનવામાં આવે છે. કસરત કરવાથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે. કસરત કરવાથી હીમોગ્લોબિન ઉત્પન થાય છે. જેથી ખુબ જ સારી રીતે શ્વાસ લઈ શકાય છે. જેથી શરીર સ્વસ્થ, હેલ્ધી અને નિરોગી રહે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *