તમે ઘણા લોકોને જોયા હશે જે સરગવો જોઇને જ મોઢુ બગાડતાં હોય છે પરંતુ આજે અમે તમને સરગવાના એવા કેટલાક ફાયદા જણાવીશું કે જેને જાણીને આ મોઢુ બગાડતાં લોકો હવેથી સરગવો ખાવાનું શરૂ કરી દેશે.
સરગવાની લીલીછમ લાંબી પાતળી શીંગમાં અનેક ગુણ સમાયેલા છે આ સાથે જણાવીએ કે સરગવાના પાંદડા ની અંદર જે પ્રોટીન હોય છે જે બીજા ઝાડનાં પાંદડાં ની અંદર હોતું નથી. સરગવાના પાનની અંદર ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહતત્વ, વિટામિન સી, વિટામિન એ, વિટામીન ડી ખૂબ જ પ્રમાણમાં હોય છે.
સરગવાની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે તે કેન્સરના સેલ્સ ને વધતા રોકે છે આ સાથે તેમાં બીટા કેરોટિન પણ હોય છે. જે લોકોને માથાનો દુખાવો વારંવાર થતો હોય તેવા લોકોએ સરગવાનું સેવન શરૂ કરવું જોઈએ. સરગવાનો રસ કાઢીને તેનું ગોળ સાથે સેવન કરવાથી માથામાં થતા ગમે તેવા દુખાવામાં રાહત મળે છે.
સરગવાની સીંગમાં દૂધ કરતાં વધારે કેલ્શિયમ હોય છે જેથી સરગવાનું સેવન કરવાથી નબળા હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં રહેલા આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ પણ હાડકાને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે. સરગવામાં ગાજર કરતાં વધારે માત્રામાં વિટામિન એ, સંતરાં કરતાં વધારે વિટામિન સી અને કેળા કરતા વધુ ફોસ્ફરસ હોય છે
સરગવાના ચૂર્ણ નો ઉપયોગ કરીને ખાંસી,ગળાની ખરાશ અને છાતીમાં જામી ગયેલા કફમાં ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. સરગવા નું ચૂર્ણ નબળી પાચનશક્તિને પણ મજબુત બનાવવાનું કામ કરે છે. સરગવાના ફળમાં ફાઈબર્સ હોય છે જે કબજીયાતની તકલીફ થવા દેતું નથી.
સરગવાની સીંગ વજન ઉતારવામાં ગુણકારી છે. તમને જણાવીએ કે સરગવાની સીંગમાં ડાઇયૂરેટિક ગુણ હોય છે જે શરીરની કોશિકાઓમાં અનાવશ્યક પાણીને ઓછું કરે છે. સરગવાની સીંગ રહેલું ફાઇબર શરીરની ચરબીને ઓછી કરે છે. તે ઇન્યુલિન રેઝિસ્ટન્સ ઓછું કરીને અનાવશ્યક ચરબી જામતીરોકે છે.
સરગવો કિડનીમાં જામેલા અનવાશ્યક કેલશિયમને શરીરમાંથી બહાર કાઢે છે. આ સાથે તે પથરી બનાવા દેતું નથી અને કિડની સ્ટોનથી થતા પેટના દુખાવા અને બળતરામાં પણ રાહત આપે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.