આપણા દેશમાં શેરડીનું ઉત્પાદન ખુબજ થાય છે. શેરડીમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન જેવા લોહ તત્વો રહેલા હોય છે. એક શેરડીમાં ફાઈબરની માત્ર 13 ગ્રામ જેટલી રહેલી હોય છે આ સાથે તેમાં ફેટ નું પ્રમાણ બિલકુલ હોતું નથી.
શેરડીમાંથી કુદરતી ખાંડ ૩૦ ગ્રામ મળે છે. શેરડીમાં ઘણા પોષક્તત્વો હોય છે જે વ્યક્તિના આરોગ્ય અને ઉર્જાના સ્તરને જાળવી રાખે છે.જેના કારણે વ્યક્તિનો થાક દૂર થાય છે અને શરીરમાં શક્તિ મળે છે. શેરડીના રસમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે જે હાડકા મજબુત કરે છે આ સાથે તે વાળ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.
શેરડીમાંથી સારા પ્રમાણમાં પોટેશિયમ મળી રહે છે જે બ્લડ પ્રેશર ને નોર્મલ રાખવા ઉપયોગી છે. શેરડીના રસમાંથી એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં મળે છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારી ઇન્ફેકશનથી બચાવે છે.
શેરડીનો રસ કોઈપણ પ્રકાર નો તાવ હોય કે પેશાબ માં થતી બળતરા, દર્દ, વગેરે જેવી મુત્રરોગ સબંધી સમસ્યાઓમાં ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. શેરડીનો રસ કેન્સર જેવી બીમારીથી બચાવે છે. શેરડીના રસમાં ઘણી જાતના કેન્સરનો સામનો કરવામાં સહાયક છે.
આ સાથે કેલ્શિયમ, પોટેશિયમ, આયરન અને મેગ્નેશિયમ નું પ્રમાણ તેના સ્વાદને ક્ષારવાળી બનાવે છે જે કેન્સરથી બચાવે છે. શેરડીનો રસ બ્રેસ્ટ કેન્સરનો સામનો કરવા માટે પણ કારગત માનવામાં આવે છે.
શેરડીનો રસ હ્રદય જેવી બીમારીથી પણ બચાવે છે. શેરડીના રસમાં હ્રદય ની બીમારીઓ જેવી હાર્ટ એટેકથી બચાવે છે. આ રસ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લીસરાઈડનું સ્તર નીચું રાખે છે. આ રીતે આ રસ ધમનીઓમાં ફેટ જામવા અને હ્રદય અને શરીરના અંગોની વચ્ચે લોહી નો પ્રવાહ સારો રાખે છે.
શેરડીનો રસ પીવાથી શરીરમાં થતા દુખાવામાં રાહત મળે છે કારણકે શેરડીના રસમાં મેગ્નેશિયમ હોય છે. શેરડીમાં ફોસ્ફરસ પણ રહેલું હોય છે જે દાંત અને પેઢાની તકલીફથી પણ બચાવે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.