આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે આપણે નિયમિત પણે આહાર લેવો જોઈએ. માટે તમે પણ ઘણી વખત એવું પણ સાંભર્યું હશે કે રાત્રીના સમયે ઓછું ભોજન લેવું જોઈએ. હા રાત્રીના સમયે ઓછું ભોજન લેવાથી આપણું શરીર હંમેશા માટે સ્વસ્થ રહે છે.
ઘણા લોકો વજન ઘટાડવા માટે રાત્રીના સમયે ભોજન લેતા નથી હોતા, આ ઉપરાંત કોઈ પણ કામ કરીને થાકી ગયા હોય તો ભોજન કર્યા વગર જ સુઈ જતા હોય છે. પરંતુ એવું કરવાથી આપણા શરીર ને જ તકલીફ પડી શકે છે.
માટે એવું ક્યારેય ના કરવું જોઈએ. માટે આજે અમે તમને ખાલી પેટ સુઈ જવાથી સ્વાસ્થ્ય પર થતા ગંભીર અસર વિશે જણાવીશું. જેથી તમે પણ જાણી શકો કે ભૂખ્યા પેટે સુઈ જવું સારું કે જમ્યા પછી સુઈ જવું તે વિશે વધુ માહિતી આપીશું.
કુપોષણનો શિકાર: જો તમે રાત્રીના સમયે થોડું પણ જમ્યા વગર સુઈ જાઓ છો તો શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે. જેના કારણે માઈક્રોન્યુટ્રીશન ડિફિસિએંસી નું જોખમ પણ વઘે છે. આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મેળવવા જરૂરી છે. માટે જો તમે રાત્રીના સમયે ખાઘા વગર સુઈ જવાની ટેવ હોય તો તેનાથી શરીરમાં કુપોષણની ઉણપ સર્જાય છે.
બીમારીનું જોખમ વઘે: તમારી ખાલી પેટ સુઈ જવની આદત તમારા માટે બીમારીનું જોખમ વઘારે છે. રાત્રીના સમયે ભોજન ના લેવાથી તમારા શરીર પર ખરાબ અસર મેટાબોલિજમ પર પડે છે. માટે સમય સમયસર ભોજન લેવું જોઈએ. આ ઉપરાંત રાત્રીના સમયે થોડું જમ્યા પછી જ ઊંઘવું જોઈએ. દિવસમાં ત્રણ વખત તો જમવું જોઈએ. વધારે નહિ તો થોડું તો જમવાનો આગ્રહ રાખવો. જેથી આપણું શરીર સ્વસ્થ અને હેલ્ધી રાખી શકીએ.
અનિદ્રાની સમસ્યા થાય: ધન લોકો થાકીને આવ્યા હોય કે કઈ પણ ભાવતું ના બનાવ્યું હોય ત્યારે જમ્યા વગર જ સુઈ જતા હોય છે. પરંતુ રાત્રીના સમયે જમ્યા વગર સૂવાથી ઊંઘ આવરી નથી. આ ઉપરત શરીરને ધણી સમસ્યા પણ લાવી શકે છે માટે રાત્રીના સમયે થોડું તો જમવું જ જોઈએ જેથી સારી ઊંઘ આવે.
જાડાપણું: મોટા ભાગે ઘણા લોકો વજન વધારે હોય તો તેને ઘટાડવા માટે ડાયટ કરતા હોય છે જેમાં તે ખાવાનું પણ એક ટાઈમ રાત્રીના સમયે જમવાનું પણ બંધ કરી દેતા હોય છે. પરંતુ એવું કરવાથી તમારું શરીર ઘટવાની જગ્યાએ વઘવા લાગે છે. ખાલી પેટ હોવાથી પેટ ફેટમાં વઘારો થાય છે. માટે રાત્રીના સમયે થોડું ખાવનો આગ્રહ રાખવો જોઈએ. સાવ ખાવાનું બંઘ ના કરવું. નહિ તો જાડાપણા માં વઘારો થઈ શકે છે.
જો તમે પણ રાત્રીના સમયે ભોજન ના કરતા હોય તો આજથી જ ભોજન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. વધારે નહિ તો થોડું ખાઈ ને જ ઊંઘવાની ટેવ રાખવી જોઈએ. જેથી સારી ઊંઘ પણ આવે અને બીજા દિવસે ફ્રેશ પણ રહી શકો.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.