સોયાબીન પ્રોટીનનો શ્રેષ્ટ સ્ત્રોત છે જેમાં અનેક રોગો અને ઈન્ફેક્શનનો ઈલાજ છુપાયેલો છે. ખનિજો ઉપરાંત, સોયાબીનમાં વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન એ પણ ભરપૂર છે. તેથી સામાન્ય લોકોથી લઈને જીમ સુધીના લોકો પણ પ્રોટીનની માત્રા માટે સોયાબીનને પ્રાધાન્ય આપે છે. સોયાબીનને લોકો અલગ અલગ રીતે ખાય છે.
સોયાબીન નાસ્તા તરીકે પણ ખૂબ આરોગ્યપ્રદ છે. સોયાબીનમાં પ્રોટીન ઉપરાંત ફાઈબર, અને મિનરલ્સ હોય છે. આ સિવાય તેમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ પણ ઓછું હોય છે. ઉપરાંત, તેમાં કોલેસ્ટ્રોલ કે લેક્ટોઝ નથી. આ રીતે જોઈએ તો સોયાબીન સ્વાસ્થ્ય માટે સારી વસ્તુ છે. સોયાબીનમાં આયર્ન, મેંગેનીઝ, ફોસ્ફરસ, કોપર, પોટેશિયમ અને સેલેનિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે.
સોયાબીનને મર્યાદિત માત્રામાં ખાવામાં આવે વજન વધારવા અને વજન ઘટાડવામાં બંનેમાં મદદ કરે છે. સોયાબીનમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તેથી જે લોકો વજન ઘટાડવા માંગે છે અને વધતા વજનને ઓછું કરવા માંગતા લોકો માટે પણ તે ફાયદાકારક છે.
સોયાબીન ડાયાબિટીસ અને હ્રદય રોગથી બચવામાં પણ મદદ કરે છે. તેમાં હાજર અસંતૃપ્ત ચરબી ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી હૃદય સબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
સોયાબીનમાં ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોવાથી મગજને તેજ કરી માનસિક સંતુલન સુધારી તેમજ મગજ થી લગતી તમામ બીમારીઓ જેવી કે હિસ્ટીરિયા, જ્ઞાન કોષો માં ખામી, યાદશક્તિ માં ખામી જેવા અનેક રોગોમાં લાભદાયક સાબિત થાય છે.
આ સિવાય તે ઘણા પ્રકારના કેન્સર સામે પણ રક્ષણ આપે છે. અમેરિકાની કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, સોયાબીનમાં હાજર ફાઇબર કોલોરેક્ટલ અને કોલોન કેન્સરનું જોખમ ઘટાડે છે.
હાડકાની મજબૂતી માટે સોયાબીન ખૂબ જ જરૂરી છે. ઘણીવાર સ્ત્રીઓ ઘૂંટણ અને પીઠના દુખાવાની ફરિયાદ કરે છે. આ નબળા હાડકાં અથવા ચેતા પર દબાણને કારણે થાય છે. સોયાબીનમાં વિટામિન્સ, મિનરલ્સ ઉપરાંત કેલ્શિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા પોષક તત્વો હોવાથી તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
સોયાબીન જન્મજાત ખામીઓને પણ દૂર કરે છે. તેમાં હાજર વિટામિન બી કોમ્પ્લેક્સ અને ફોલિક એસિડ ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ જરૂરી છે. જોકે સોયાબીનનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.
સોયાબીનના ગેરફાયદા: જો કે, સોયાબીનથી કેટલીક એલર્જી અને નુકસાન થઈ શકે છે. ઉદાહરણ તરીકે, સોયાબીનમાં કેટલાક સંયોજનો છે જે સ્ત્રી હોર્મોન એસ્ટ્રોજનની નકલ કરે છે. તેનાથી મહિલાઓમાં હોર્મોનલ ડિસ્ટર્બ થઈ શકે છે.
બીજી તરફ પુરૂષોમાં તેનું વધુ પડતું સેવન નપુંસકતા અને સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો તરફ દોરી શકે છે. તેથી દરેક વ્યક્તિએ મર્યાદિત માત્રામાં સોયાબીનનું સેવન કરવું જોઈએ.