આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આ માહિતિમાં આપણે જોઈશું શેરડીના રસ વિષે જણાવીશું. શરૂઆત થતાંજ દરેક લોકો ઠંડા પીણાં પીતા હોય છે. પરંતુ તો ઠંડા પીણાંની જગ્યાએ શેરડીનો રસ પીવામાં આવે તો ઘણા બધા શરીરને ફાયદા થાય છે.

શેરડીનો રસ એ ખૂબ જ આરોગ્યવર્ધક અને ગુણકારી માનવામાં આવે છે કારણે કે તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નિશિયમ અને ફોસ્ફરસ જેવા જરૂરી પોષક તત્વો મળી આવે છે. જેનાથી હાડકા મજબૂત બને છે અને દાંતની સમસ્યા પણ ઓછી થાય છે.

શેરડીના રસમાં રહેલા પોષક તત્વો લોહીના પ્રવાહને બરાબર રાખે છે. શેરડીના રસમાં કેન્સર અને મધુમેહ જેવી ગંભીર બીમારીઓ સામે લડવાની પણ શક્તિ હોય છે. તો જાણીએ ઉનાળાનું અમૃત ગણાતા શેરડીના ફાયદા વિષે.

શેરડી ના રસ માંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, મેંગેનીઝ ની ઊંચી માત્રાના કારણે આલ્કલાઈન તરીકે બનાવતા ખોરાક તરીકે ગણવામાં આવે .છે કેન્સર જેવા રોગો આલ્કલાઈન વાતાવરણમાં ટકી શકતા નથી જેથી શેરડીના રસને પ્રોસ્ટેટ કેન્સર અને સ્તન કેન્સર માટે ખૂબ ઉપયોગી ગણવામાં આવે છે.

શેરડીનો રસ એનર્જી બુસ્ટર છે. શેરડીના રસમાં ભરપૂર ગ્લુકોઝની માત્રા રહેલી છે. ગ્લુકોઝની શરીરમાં ત્વરિત એનર્જી આપવામાં મદદ કરે છે અને તે શરીરને ઉનાળામાં ઠંડુ કરવામાં પણ ખૂબ જ ઉપયોગી છે. શેરડીનો રસ ડાયાબિટીસના દર્દીને પણ મદદરૂપ થાય છે.

ડિહાઇડ્રેશન માં ઉપયોગી થઇ શકે: શેરડીના રસમાં રહેલા કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, અને મેન્ગેનીઝ ની ઊંચી માત્રા ડિહાઇડ્રેશન સામે શરીરને રક્ષણ આપે છે. શેરડીનો રસ કિડનીને વધુ કાર્યક્ષમ બનાવે છે. શેરડીનો રસ શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે અને તંદુરસ્ત રાખે છે.

શેરડીના રસમાં રહેલું પોટેશિયમ એક પાચક એજન્ટ તરીકે કામ કરે છે. શેરડીનો રસ તમને તંદુરસ્ત ત્વચા આપે છે. આલ્ફા હાઇડ્રોલિક એસિડ અને ગ્લાયકોલિક એસિડ તરીકે ઓળખાતી શેરડી ચામડી માટે અમૃત સમાન છે.

શેરડીનો રસ પીવાથી આપણા શરીરની પાચનશક્તિ પણ સારી બને છે અને શેરડીનો રસ પીવાથી પાચનતંત્ર સ્થિર રહે છે અને તેનાથી પેટને લગતી બીમારીઓથી બચી શકાય છે.

હૃદયને લગતી બીમારીઓ માં પણ શેરડી ના રસ થી ફાયદો થાય છે. કારણકે એનાથી હૃદયને લગતી બીમારીઓ ને અટકાવવા નું કાર્ય શેરડી કરે છે તેનાથી હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા પણ ઓછી થાય છે.

શેરડીના રસનું સેવન કરવાથી શરીરમાં હાનિકારક કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. જેનાથી ધમનીઓ પણ સ્વસ્થ રહે છે. શેરડીના રસમાં નેચરલ સુગર હોય છે અને તેનાથી ખરાબ કૉલેસ્ટરોલને ઓછું કરવાનું કાર્ય થાય છે. શેરડીનો રસ પીવામાં આવે તો શરીરનું વજન પણ ઓછું કરી શકાય છે અને ત્વચા માટે ખુબજ ફાયદાકારક છે.

શેરડીના જ્યુસમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય એવું આલ્ફા હાઇડ્રોક્સી એસિડ નામનું તત્વ મળી આવે છે જેનાથી આપણી ત્વચાને ઘણો જ ફાયદો થાય છે, જેનાથી ત્વચાને હાઈડ્રેટ રહે છે અને બુઢાપો આવતો અટકે છે. ખીલ થવાનું જોખમ ઓછું થાય છે.

જો શેરડીના રસને નિયમિત રીતે ત્વચા પર લગાવવામાં આવે તો શેરડીના રસથી આપણી ત્વચા તેજસ્વી અને નરમ રહે છે. તો અહીંયા આપણે શેરડી ના રસ ના ફાયદાઓ વિષે જાણ્યું. હવે જાણીએ શેરડી ના રસ ની સાઇડ ઇફેક્ટ કઈ હોઈ શકે છે.

સ્થૂળતા વધારી શકે છે: શેરડીના રસમાં કેલરી વધારે માત્રામાં હોય છે. એક ગ્લાસ રસમાં ૨૬૯ કેલરી હોય છે. આ સાથે સો ગ્રામ શુગર પણ હોય છે જેના કારણે શેરડીનો રસ પીવાથી તમારા શરીરમાં મોટાપો એટલે કે સ્થૂળતા વધી શકે છે.

અનિદ્રાની સમસ્યા થઈ શકે છે: શેરડીના રસમાં એક એવું તત્વ હોય છે આથી જો વધુ પડતું શેરડીના રસનું સેવન કરવામાં આવે તો અનિંદ્રાની સમસ્યા સાથે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. જેમ કે ચક્કર આવવા, પેટ ખરાબ થવુ જેવી ઘણી સમસ્યા થઇ શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *