મિત્રો દૂધ પીવું એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના દરેક લોકો દૂધ પીતા હોય છે. દૂધમાં પ્રોટીન, વસા, કેલરી, કેલ્શિયમ, વિટામિન ડી, બી-2, બી-12, પોટેશિયમ, ફોસ્ફરસ અન સેલેનિયમ જેવા પોષક તત્વ આહારની ગુણવત્તા વધારે છે.
ઠંડા દૂધને પીવાની બદલે ગરમ કરીને પીવાથી તેના ગુણ વધી જાય છે. આજના લેખમાં અમે તમને દૂધમાં એક વસ્તુ ઉમેરીને દૂધ પીવાના ફાયદા વિષે જણાવીશું. તો મિત્રો દૂધમાં સૂંઠ ઉમેરીને, દૂધ પીવાથી અદભુત ફાયદા થાય છે. તો આવો જાણીએ સૂંઠવાળું દૂધ પીવાના ફાયદા વિષે.
તમને જણાવીએ કે સૂંઠમાં આયરન, ફાઈબર જેવા પોષક તત્વો ખૂબ સારા પ્રમાણમાં હોય છે, જેના લીધે આપણા શરીરનું બ્લડ સર્ક્યુલેશન વધુ સારું થાય છે અને મગજમાં સારા પ્રમાણમાં ઑક્સીજન પહોંચે છે.
સૂંઠવાળું દૂધ બનાવવા માટે સૌથી પહેલા દૂધ ગરમ કરો. ત્યારબાદ તેમાં એક ચમચી સૂંઠ પાવડર ઉમેરો અને ઉકાળો. તે પછી દૂધને ગરણી વડે ગાળી લો. હવે આ સૂંઠવાળા દૂધનું રોજ રાત્રે સેવન કરો.
જે લોકોને સાંધામાં સખત દુખાવો થતો હોય તેમના માટે સૂંઠ ખૂબ જ ફાયદાકારક રહે છે. જો તમે રાત્રે સૂતા પહેલા દૂધમાં સૂંઠ નાખીને દૂધ પીવો છો તો તમને થોડા જ દિવસોમાં સાંધાના દુખાવામાં આરામ મળી શકે છે.
આ દૂધ નબળા પાચન તંત્ર વાળા લોકો માટે ખૂબ લાભદાયી હોય છે. જે લોકોને અવાર નવાર કબજિયાત, પેટનો દુખાવો અથવા તો એસિડિટી અથવા તો ખાટા ઓડકાર આવવાની સમસ્યા રહે છે તેમના માટે આ દૂધ ખૂબ લાભદાયી સાબિત થાય છે. પાચનતંત્રને મજબૂત બનાવવાનું કામ આ દૂધ કરે છે.
જે લોકોને વાતાવરણમાં બદલાવને કારણે ગળામાં ખરાશ હોય તેમના માટે પણ સૂંઠ ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ રાત્રે સૂંઠને દૂધમાં ભેળવીને પીવાથી ગળાની ખરાશ થોડા જ દિવસોમાં દૂર થઈ જાય છે. આ ઉપરાંત આ દૂધ ગળાના ઈન્ફેક્શનથી પણ જલ્દી રાહત આપે છે. એક વાતનું ધ્યાન રાખો કે રાત્રે સૂંઠવાળું દૂધ પીધા પછી પાણી ન પીવું.
સૂંઠના સેવનથી શરીરને ગરમી મળે છે અને પરસેવો થાય છે. જયારે પણ તાવ આવે ત્યારે આ દૂધનું સેવન કરવું જોઈએ. આ દૂધ પીવાથી શરીરનું તાપમાન ઓછું થઈ જાય છે.
જો તમને હેડકી આવી રહી છે અને તે અટકવાનું નામ નથી લઈ રહી તો સૂંઠને દૂધમાં મિક્સ કરી ઉકાળો અને ઠંડુ કરી પીવો. આ દૂધ પીવાની થોડી જ મિનિટમાં તમને હેડકીથી રાહત મળશે. જે લોકોને હાડકાની તકલીફ હોય તેમને દરરોજ આ દૂધ પીવાથી ખુબજ ફાયદો થાય છે.