ઘણા લોકોને તો એવું છે કે ‘સૂર્ય નમસ્કાર’ માત્ર એક યોગ કસરત છે જે પીઠ અને તમારા સ્નાયુઓને મૂળથી મજબૂત કરે છે પણ જે લોકો વારંવાર અનુમાન કરવામાં નિષ્ફળ થઇ જઈએ છીએ કે તે તમારા શરીરની સમગ્ર શારીરિક સિસ્ટમ માટે એક બેસ્ટ વર્કઆઉટ છે. જેને કોઈપણ પ્રકારના સાધન ના ઉપયોગની જરૂર જ નથી. યોગ આપણને આપણા જીવનની કંટાળાજનક દિનચર્યામાંથી મુક્તિ મેળવામાં પણ મદદ કરે છે.

જો તમે સૂર્યનમસ્કાર યોગ્ય રીતે અને ચોક્કસ સમયે કરો તો તમારા જીવનને તે સંપૂર્ણપણે બદલી શકે છે. પરિણામ મેળવવા માટે થોડો વધારે સમય લાગી શકે, પણ તમને ટૂંક સમયમાં તમારા શરીરની ત્વચા ડિટોક્સિફાઇંગ જોવા મળશે જે પહેલા ક્યારેય નહોતી.

માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે દરરોજ સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ કરવી જોઈએ, જે તમારી નેતૃત્વ કુશળતા, સાહજિક ક્ષમતા, નિર્ણય લેવાની ક્ષમતા, અને આત્મવિશ્વાસ વધારે છે. ‘સૂર્યનમસ્કાર કરવાની ઘણી બધી રીતો છે. દરરોજ ફક્ત 10 -15 મિનિટ જ સૂર્યનમસ્કાર કરવાથી શરીર અને મન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

સૂર્ય નમસ્કાર ને ‘ધ અલ્ટીમેટ આસન’ તરીકે જાણવામાં આવે છે, આ તમારી પીઠ તેમજ તમારા સ્નાયુઓને મૂળમાંથી મજબૂત કરે છે અને બ્લડ સુગર લેવલને ઘટાડે છે. તે રક્ત પરિભ્રમણને અને મેટાબોલિઝમ પણ સુધારવાનું કામ છે. એટલા માટે તમારી ત્વચા ચમકદાર બને છે. આ મહિલાઓ માટે અનિયમિત પીરિયડ્સને સુનિશ્ચિત કરે છે.

સૂર્ય નમસ્કાર કરવા માટે દરરોજ સવારે વહેલા ઉઠીને ફક્ત 10 -15 મિનિટનો સમય આપવાથી તમારા જીવનના લગભગ દરેક પાસામાં ઘણું બધું પરિવર્તન લાવી શકે છે. આ કસરતના કેટલાક બેસ્ટ લાભો નીચે જણાવેલ છે.

ત્વચાને ચમકાવા માટે : સૂર્ય નમસ્કાર તમારા બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરે છે જેથી તમારી ત્વચા અને તમારા ચહેરાની ચમકાવત પછી લાવે છે. તે કરચલીઓ, ખીલ અને ઝડપી વૃદ્ધત્વને રોકવામાં પણ ધણી મદદ કરે છે. સારું પરિણામ મેળવવા માટે આ આસન તમારે દરરોજ કરો. ચોક્કસ ફાયદો જોવા મળશે.

પીરિયડ્સમાં મદદ કરે છે : સૂર્ય નમસ્કાર યોગ કરવાથી પીરિયડ્સના વધુ સારા નિયમનમાં પણ મદદ કરે છે. પેટના સ્નાયુઓને સ્ટ્રોંગ કરવા અને પીરિયડ્સ દરમિયાન દુખાવાનો ઓછો અનુભવ કરવા માટે રોજ આસન કરો

બ્લડ સુગર લેવલ ને કંટ્રોલ કરે : સૂર્ય નમસ્કાર દરરોજ કરવામાં આવે તો તે તમારા બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે અને તે હૃદયને લગતી અન્ય બીમારીઓને દૂર રાખવામાં પણ મદદ કરે છે.

માનસિક સ્વાસ્થ્ય માટે સારું : સૂર્ય નમસ્કાર તમે દરરોજ કરો છો, તો તમે ફક્ત તમારા શારીરિક દેખાવમાં જ નહિ પરંતુ માનસિક રૂપથી પણ તમને ફેરફાર જોવા મળશે. સૂર્ય નમસ્કાર કરવાથી તમારી મેમરી પાવર અને નર્વસ સિસ્ટમ ને સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત ચિંતામાંથી મુક્તિ અને શાંત થવામાં પણ મદદ કરે છે. થાયરોડના દર્દી માટે સૂર્ય નમસ્કાર કરવા ખૂબ જ ફાયદાકારક છે.

પાચન તંત્ર ને સુધારે : સૂર્ય નમસ્કાર તમારી પાચન તંત્રની ક્રિયાને સારી રીતે ચલાવવામાં ખુબ જ મદદ કરે છે . તે તમારા પાચન તંત્રમાં લોહી વૃદ્ધિ વધારે છે, જેનાથી તમારા આંતરડા સારી રીતે કામ કરે તેની ખાતરી થાય છે. આગળની મુદ્રા ખાસ કરીને ખેંચીને અંદરથી પેટની જગ્યા વધારવામાં મદદ કરે છે આ તમારી સિસ્ટમમાંથી ફસાયેલા ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે.

શરીરને ડિટોક્સ કરવામાં : સૂર્ય નમસ્કાર તમને શ્વાસ લેવામાં અને શ્વાસ બહાર કાઢવાની પ્રક્રિયાને કાર્યક્ષમ રાખવામાં ખુબ મદદ કરે છે, જેનાથી ફેફસાંને સારી રીતે હવાની અવરજવર થાય છે અને લોહીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનયુક્ત રહેવા માટે તાજો ઓક્સિજન મળી રહે છે. તે કાર્બન ડાયોક્સાઇડ અને બીજા ઝેરી વાયુઓને બહાર કાઢી શરીરને ડિટોક્સીફાઈ કરવામાં મદદ કરે છે.

અનિદ્રા : સૂર્ય નમસ્કાર તમારી ઊંઘ સારી લાવવા માટે ખુબ જ જાણીતું છે. જે તમારા તન, મનને શાંત કરવામાં મદદ કરે છે જેના લીઘે તમને રાત્રે વધુ સારી ઊંઘ આવે છે. તેનો મતલબ એ થાય છે કે તમે આખરે તમે જે ઊંઘની ગોળીઓ લો તેમાંથી કાયમ માટે છુટકાળો મળી જાય.

જોકે સૂર્ય નમસ્કાર દિવસમાં કોઈ પણ ટાઈમે કરી શકાય છે. જો તમે સવારે સૂર્યોદય સમયે કરો તો તેનો યોગ્ય અને ખુબ જ લાભદાયક સાબિત થાય છે. કારણકે જ્યારે સૂર્યના કિરણો તમારા શરીર પાર ડાઈરેક્ટ પાડવાના કારણે શરીરને પુનર્જીવિત કરે છે અને તમારા તન અને મનને તાજગી આપે છે. બપોરે સૂર્ય નમસ્કાર કરવાથી તમારા શરીરને ઉર્જા મળે છે, અને જયારે સાંજે કરવામાં આવે તો તમને આરામ મળે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *