આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

અત્યારના સમયમાં મોટાભાગે ઘણા લોકો અનેક બીમારીથી પીડાઈ રહ્યાં છે. સાંધાના દુખાવા, સ્નાયુના દુખાવા, હૃદયને લગતી સમસ્યા, વજન વઘવા જેવી અનેક બિમારી નાની ઉંમરમાં જ વઘવા લાગી છે. જેથી ઘણા લોકોને ખુબ જ તકલીફનો સામનો કરવો પડતો હોય છે.

જો આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવું હોય અને ઇન્ક બીમારીથી દૂર રહેવું હોય તો આયુર્વેદમાં જણાવ્યું છે કે દરરોજ 30 મિનિટ સવારે વહેલા ઉઠીને ચાલવું જોઈએ. જેથી અનેક નાની મોટી બીમારી શરીરથી દૂર રહે છે.

જો દરરોજ સવારે ઉઠીને ચાલવામાં આવે તો આપણા સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે સવાર સવાર માં સુ ચાલવા નીકળી જવું. એવું પણ ઘણા લોકો વિચારતા હોય છે. પરંતુ તે વ્યક્તિ ચાલવાના યોગ્ય ફાયદા વિશે જાણશે તો તે પણ ચાલવાનું શરૂ કરી દેશે.

દરરોજ ચાલવાથી મોટામાં મોટી બીમારી જેવી કે, ડાયાબિટીસ, કબજિયાત, વજન ઘટાડવું, હાર્ટ અટેક, સાંઘાના દુખાવા જેવી અનેક બીમારીની સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે. માટે આજે અમે તમને ચાલવાથી શરીરને થતા સ્વાસ્થ્ય ફાયદા વિશે જણાવીશું.

હદય રોગથી બચાવે: દરરોજ ચાલવાની આપડી આદત હદયને હંમેશ માટે સ્વસ્થ અને હેલ્ધી રાખે છે. ચાલવાથી હદય રોગનું જોખમ ખુબ જ ઓછું થઈ જાય છે. માટે દરરોજ ઓછામાં ઓછું એક કે બે કિલોમીટર ચાલવું જોઈએ. ચાલવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે જેના કારણે હાર્ટ અટેક નો જોખમ ઓછું થાય છે.

વજન ઘટાડે: વજન ઘટાડવા માટે ચાલવું એ ખુબ જ સારી કસરત માનવામાં આવે છે. ચાલવાથી શરીરમાંથી કેલરી બર્ન થાય છે માટે દરરોજ ઓછામાં ઓછું બે કિલોમીટર ચાલવું જોઈએ. જેથી સરળતાથી વજન ઘટાડી શકો છો.

બલ્ડપ્રેશર કંટ્રોલમાં રાખે: દરરોજ ચાલવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. માટે જો કોઈને બ્લડપ્રેશર ની સમસ્યા હોય તો તેમને દરરોજ ચાલવું હિતકારક છે. જો તમે દરરોજ ચાલો તો આ સમસ્યાથી કાયમી છુટકાળો મેળવી શકો છો. માટે દરરોજ એક કે બે કિલોમીટર ચાલવું જોઈએ.

કેન્સરથી બચાવે: આજના સમયમાં ઘણા લોકોને કેન્સર થી ખુબ જ મુત્યુ પામતા હોય છે. ઘણી વખત આપણી ખરાબ આદત ના કારણે કેન્સરની સમસ્યા રહેતી હોય છે. માટે કેન્સર થી બચવા અને કેન્સરથી લડવા માટે દરરોજ ચાલવાથી કેન્સરનું જોખમ ઓછું થઈ જાય છે. સ્તન કેન્સર દર્દી માટે ચાલવું ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

ડાયાબિટને કંટ્રોલમાં રાખે: ડાયબિટીસ દર્દી માટે ચાલવું ખુબ જ ફાયદાકારક છે. મોટા ભાગે નાની ઉંમરમાં આ બીમારી ઘણા લોકોને થતી હોય છે. ટાઈપ-2 ડાયાબિટીસ એક ખુબ જ ખતરનાક બીમારીમાં એક છે. માટે સુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે દરરોજ સવારે બે કોલોમીટર ચાલવું જોઈએ. જેથી સરળતાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

માંશપેશિયો મજબૂત થાય: દરરોજ ચાલવાથી માંશપેશિયો મજબૂત થાય છે. વોકિંગ કરવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. ચાલવાથી પીઠ અને પગની માંશપેશિયો મજબૂત થાય છે. માટે દરરોજ ચાલવું ખુબ જ લાભદાયક સાબિત થશે.

પાચન ક્રિયા સુઘારે: તમને જણાવી દઈએ કે શરીરમાં ઘણા રોગો આપણી યોગ્ય પાચનક્રિયા ના થવાના કારણે થતી હોય છે. માટે પાચન ક્રિયાને સુઘારવા માટે દરરોજ ચાલવું ખુબ જ જરૂરી છે. જેથી ખાધેલ ખોરાક સનીથી પચે છે અને કબજિયાત, ગેસ, જેવી પેટ ને લગતી સમસ્યા થતી નથી. આ ઉપરત દરરોજ ચાલવાથી પાચનતંત્ર મજબૂત થાય છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *