આજનું જીવન પહેલાના જીવન કરતા બદલાઈ ગયું છે. આજકાલ મોટા ભાગના લોકો ખાવાની ખોટી આદતો અને ખરાબ જીવનશૈલીને કારણે વિટામિન ડીની ઉણપ સામે ઝઝૂમી રહ્યા છે. શરીરમાં હાડકાં, સ્નાયુઓ અને નસોને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે વિટામિન ડી જરૂરી છે.
તમને જણાવીએ કે શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે ઘણી બીમારીઓ થાય છે. વિટામિન ડી શરીરમાં કેલ્શિયમનું શોષણ કરીને સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમને શ્રેષ્ઠ રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર, શરીરમાં થતી પાચન સંબંધી સમસ્યાઓ પણ વિટામિન ડીની ઉણપ સાથે જોડાયેલી છે. આ સાથે વિટામિન ડીની ઉણપ ધરાવતા મોટાભાગના લોકો ડિપ્રેશનના લક્ષણોનો અનુભવ કરે છે.
આવી સ્થિતિમાં, વિટામિન ડીની ઉણપને પૂરી કરવા માટે અને આ બધી સમસ્યાઓથી બચવા તમે આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરી શકો છો. આ ખોરાક ખાવાથી તમે શરીરમાં વિટામિન ડીની ઉણપને સરળતાથી દૂર કરી શકો છો.
દૂધ: દૂધ ઘણા પ્રકારના હોય છે જેમાંથી મોટાભાગના લોકો ભેંસ અને ગાયનું દૂધ પીવે છે. ગાયનું દૂધ કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ઝિંક અને વિટામિન ડીથી ભરપૂર હોય છે. દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી દિવસ માટે જરૂરી વિટામિન ડીના ચોથા ભાગની માત્રા પૂરી થાય છે.
ઈંડા: ઘણા લોકો ઈંડાનું નામ સાંભળતાજ દૂર ભાગે છે પરંતુ આજના સમયમાં ડોક્ટર પણ ઈંડા ખાવાની સલાહ આપે છે. ઈંડામાં સારી માત્રામાં પ્રોટીન હોય છે આ સાથે જ તેમાં વિટામિન ડી પણ જોવા મળે છે. જે લોકો કોઈ કારણસર દૂધ પી શકતા નથી તેમના માટે ઈંડા એક સારો વિકલ્પ છે.
સંતરા: સંતરાનો સમાવેશ વિટામિન ડીથી ભરપૂર ફળોમાં થાય છે. સંતરામાં ભરપૂર માત્રામાં વિટામિન સી, વિટામિન ડી, ફોલેટ અને પોટેશિયમ હોય છે. સંતરાનો જ્યુસ પીવાથી શરીરને ઝિંક, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને અન્ય વિટામિન્સ પણ મળે છે. સંતરાનો જ્યુસ નબળા પડી ગયેલા હાડકાંને મજબૂત કરતા મિનરલ્સને શોષીને શરીરને એનર્જી અને તાકાત આપવાનું કામ કરે છે.
મશરૂમઃ દરરોજ મશરૂમ ખાવાથી શરીરમાં વિટામિન ડીની જરૂરી માત્રા એક દિવસ માટે પૂરી થાય છે. મશરૂમમાં વિટામિન B1, B2, B5 અને કોપર જેવા ખનિજો ભરપૂર હોય છે. પરંતુ તમને જણાવીએ કે વિવિધ પ્રકારના મશરૂમ્સમાં વિટામિન ડીનું પ્રમાણ પણ અલગ-અલગ હોય છે. સફેદ અને પોર્ટબેલા મશરૂમમાં વિટામિન ડી સારી માત્રામાં જોવા મળે છે.
દહીં: ભારતીય ભોજનમાં આજે પણ બપોરે ભોજન સાથે દહીં ખાવાની પરંપરા ચાલુ છે. દહીંમાં વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે. પ્રોટીનથી ભરપૂર, દહીંમાં વિટામિન ડી પણ હોય છે. દહીં પાચનતંત્ર માટે ફાયદાકારક છે સાથે સાથે તે રોગપ્રતિકારક શક્તિ વધારીને હાડકાંને મજબૂત બનાવે છે.
જો તમે પણ વિટામિન ડી ની ઉણપ થી ઝઝુમી રહ્યા છે તો તમારે અહીંયા જણાવેલી વસ્તુઓ ખાવાની શરુ કરી દેવી જોઈએ. આ વસ્તુઓનું સેવન કરવાથી તમે ઘડપણમાં પણ હાડકાની સમસ્યા થશે નહીં.