હાથ-પગમાં કળતર અથવા ઝણઝણાટ એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં રહ્યા પછી આપણામાંથી મોટાભાગના લોકો હાથ અને પગમાં કળતર અથવા ઝણઝણાટ અનુભવે છે. સામાન્ય રીતે જ્યારે ઊંઘ દરમિયાન હાથ-પગ દબાણમાં આવે છે ત્યારે આવું થાય છે.
કારણ કે આ સમય દરમિયાન આપણા હાથ અને પગ પર વધુ ભાર આવે છે, જેના કારણે આપણી નસો દબાઈ જાય છે અને તે જગ્યા પર રક્ત પરિભ્રમણ બંધ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે શરીરમાં કેટલાક પોષણની ઉણપને કારણે પણ હાથ-પગમાં કળતર અને ઝણઝણાટ થવાની સમસ્યા થાય છે.
શરીરમાં કેટલાક જરૂરી પોષક તત્વોની અછતને કારણે,પણ હાથ અને પગમાં સુન્નતા અને કળતર થઈ શકે છે. શરીરમાં અમુક વિટામિન્સની કમી નસોને નુકસાન પહોંચાડે છે. કેટલાક વિટામિન્સ નસોને સ્વસ્થ રાખવામાં અને નસોને નુકસાનથી બચાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પરંતુ જ્યારે નસોને નુકસાન થાય છે, ત્યારે તે રક્ત પરિભ્રમણને અસર કરે છે અને લોહી જામવા લાગે છે, જેનાથી નસોમાં અવરોધની સમસ્યા પણ થાય છે. તો ચાલો જાણીએ હાથ અને પગમાં ચેતાના નુકસાન અને કળતર માટે જવાબદાર કેટલાક વિટામિન્સ વિષે. B વિટામિન્સ: વિટામિન B1, B6, B12, વિટામિન B9 અથવા ફોલેટ, વિટામિન ઇ અને એન્ટીઑકિસડન્ટો
હાથ અને પગમાં કળતરનું કારણ: તમારા આહારમાં ઉપરોક્ત વિટામિન્સ પૂરતા પ્રમાણમાં ન હોવાને કારણે હાથ અને પગમાં કળતર થાય છે. જ્યારે તમારા શરીરમાં વિટામીન B-12 ની ઉણપ હોય છે, ત્યારે તે તમારા હાથપગમાં પિન અને સોય ચૂંટવાની લાગણીનું કારણ બને છે. કારણ કે આ વિટામિન નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
વિટામિન B-12 ચેતાઓને રક્ષણાત્મક આવરણ પૂરું પાડે છે, અને ચેતાને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે આ નુકસાન થાય છે, ત્યારે હાથ અને પગમાં કળતરની સમસ્યા થાય છે. વિટામિન B1, B6, B9 અને વિટામિન E જેવા એન્ટિઓક્સિડન્ટ્સ પણ નસોને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
વિટામિન B અને Eની ઉણપને દૂર કરવા શું ખાવું જોઈએ? શરીરમાં પોષણ અથવા આવશ્યક વિટામિન્સની ઉણપ એ આપણી ખાવાની ખોટી આદતો અને ખરાબ જીવનશૈલી છે. પોષકતત્ત્વોથી ભરપૂર આહાર લઈને તમે શરીરમાં પોષણની ઉણપને સરળતાથી દૂર કરી શકો છો. તો અહીં તમને કેટલાક ખોરાક વિષે જણાવીશું તેને તમારા આહારનો ભાગ બનાવી તમે આ વિટામિનની ઉણપ દૂર કરી શકો છો.
વિટામિન B1 ની ઉણપને પુરી કરવા માટે તમે આખા અનાજ, કઠોળ, દાળ, બદામ વગેરેનું સેવન કરી શકો છો. વિટામિન B6 ની ઉણપને દૂર કરવા માટે તમે બટાકા, બદામ, અનાજ, માછલી, ચિકન વગેરેનું સેવન કરી શકો છો, પરંતુ ખાટા ફળો અને વસ્તુઓનું સેવન ટાળો.
વિટામિન B9 ની ઉણપને પુરી કરવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી, સૂર્યમુખીના બીજ, રાજમા, કઠોળ, આખા અનાજ અને સીફૂડનું સેવન કરી શકો છો.
વિટામિન B12ની ઉણપ દૂર કરવા માટે તમે દૂધ, દહીં, ચીઝ, છાશ વગેરે જેવા ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરી શકો છો. આ ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજી અને માછલી વગેરે પણ આના સારા સ્ત્રોત છે.
વિટામિન ઈની ઉણપ દૂર કરવા માટે ડ્રાયફ્રૂટ્સ, નટ્સ અને બીજનું સેવન કરી શકો છો કારણકે તેમાં સારી માત્રામાં વિટામિન ઈની ઉણપ જોવા મળે છે. આ ઉપરાંત તમે ખાવામાં લીલા પાંદડાવાળા શાકભાજી અને રસોઈ માટે વનસ્પતિ તેલનો ઉપયોગ કરો.
નોંધ: સામાન્ય રીતે જોવા આવે તો હાથ-પગમાં ઝણઝણાટની સમસ્યા થોડીવાર પછી સારી થઈ જાય છે, પરંતુ જો તે લાંબા સમય સુધી આ સમસ્યા ચાલુ રહે અને તમે વારંવાર તેનો સામનો કરો છો, તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ડૉક્ટરની સલાહ વિના કોઈપણ ઉપાય લેવાનું ટાળો.