ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે અને વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે. વરસાદની ઋતુમાં વાતાવરણમાં ફેરફાર થવાની સાથે ઠંડા વાતાવરણમાં સૂક્ષ્મ જીવાણુઓમાં વધારો થાય છે જેથીઆપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે.
કમળો, ટાઈફોઈડ, ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરા અને ફ્લૂ આ ઋતુમાં સામાન્ય રોગો છે. આ ઋતુમાં તળેલું અને મસાલેદાર ખાવાની આદત પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે. વરસાદની સિઝન આવતાની સાથે જ પાણીજન્ય રોગો પણ ફેલાવા લાગે છે.
આ ઋતુમાં કમળો, ટાઈફોઈડ, ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરા અને ફ્લૂ આ ઋતુમાં સામાન્ય રોગો છે. આ સિવાય તળેલું અને મસાલેદાર ખાવાની આદત સ્થિતિને વધુ ખરાબ કરે છે. આ બીમારીઓને કારણે દર વર્ષે લાખો લોકોના મોત પણ થાય છે.
આયુર્વેદથી લઈને હોમિયોપેથી, યુનાની, સિદ્ધ, યોગ, અને નેચરોપેથી સુધીની તમામ પ્રણાલીઓ માને છે કે વરસાદની ઋતુમાં પરિવર્તન અને સૂક્ષ્મજીવોમાં વધારો થવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આ આપણને તમામ પ્રકારના વાયરલ, બેક્ટેરિયલ અને ફંગલ ચેપ માટે વધુ સંવેદનશીલ બનાવે છે.
કેટલાક સરળ સાવચેતીનાં પગલાંને અનુસરીને અને જીવનશૈલીને બદલીને આપણે સરળતાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરી શકીએ છીએ અને ચોમાસામાં થતી સામાન્ય બીમારીઓ સામે લડવા માટે શરીરને તૈયાર કરી શકીએ છીએ.
અપચો, ઉલટી, ઝાડા થવાનું જોખમ વધે છે: વરસાદની ઋતુમાં પાચન સંબંધી સમસ્યાઓ વધુ પરેશાન કરવા લાગે છે . પેટમાં દુખાવો, ઝાડા, ઉલટી, કબજિયાત, માથાનો દુખાવો, તાવ, ભૂખ ન લાગવી એ પાચન સંબંધી સૌથી સામાન્ય બિમારીઓ છે. આ સમસ્યાઓને રોકવા માટે, વ્યક્તિએ પુષ્કળ પ્રવાહી લઈને હાઇડ્રેટેડ રહેવાની જરૂર છે.
આદુ ને ખોરાક અથવા ચા સાથે ભેળવીને ખાવાથી ઉબકા, ઉલટી અને ઝાડા ઓછા થાય છે. દુખાવામાં રાહત મેળવવા માટે હિંગ અથવા હિંગના પાણીની પેસ્ટ નાભિમાં અને તેની આસપાસ લગાવવાથી પણ આરામ મળે છે.
પાંદડાવાળા શાકભાજી ન ખાઓ: વરસાદની ઋતુમાં જમીનની નજીક ઉગતા લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન ન કરો. આ શાકભાજી ઘણી બધી ગંદકી અને ભેજને આકર્ષે છે અને ચોમાસા દરમિયાન સાફ કરવું મુશ્કેલ છે. જેના કારણે શરીરમાં અનેક પ્રકારના બેક્ટેરિયા પ્રવેશવાનો ખતરો રહે છે.
મસાલેદાર અને બહારનો ખોરાક ટાળો: વરસાદમાં વધુ પડતો મસાલેદાર ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. આનાથી અપચો, હાઈપરએસીડીટી અને પેટનું ફૂલવું થઈ શકે છે. આ સિઝનમાં રેસ્ટોરન્ટ અને રોડ સાઇડ દુકાનમાં ખાવાનું ટાળવું શ્રેષ્ઠ છે. કારણકે તેમાં જંતુઓ હોઈ શકે છે, જે તમને બીમાર કરી શકે છે.
ચોમાસામાં કડવા શાકભાજી ખાઓ: ફિટ અને સ્વસ્થ રહેવા માટે કડવી શાકભાજી અને શાકનું સેવન કરો. આવી સ્થિતિમાં, કારેલા, લીમડો, મેથી અને હળદર ચેપને દૂર રાખવામાં મદદ કરવા માટે સારા વિકલ્પો છે.
પાચન શક્તિ કેવી રીતે મજબૂત કરવી: દરેક ભોજન પહેલાં આદુનો એક નાનો ટુકડો સિંઘવ મીઠા સાથે ચાવો. આ મિશ્રણ તમને ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરશે. આ ઋતુમાં ઠંડુ કે વાસી ખોરાક ન ખાવો. હંમેશા ગરમ ભોજન લો અને સલાડ જેવા ઓછા રાંધેલા ખોરાકને ટાળો.
સ્વચ્છતાનું ધ્યાન રાખો: વરસાદના દિવસોમાં તમારા ઘરની નજીક સ્વચ્છતાનું ધ્યાન રાખો. ઉપરાંત, તમારા હાથ અને પગને સારી રીતે સાફ કરતા રહો. તમારા પગને સારી રીતે સૂકવ્યા પછી, ત્વચાની કોઈપણ સમસ્યાને રોકવા માટે મલમ અથવા મોઇશ્ચરાઇઝર લગાવો જેમાં એન્ટિફંગલ અથવા એન્ટિબાયોટિક ગુણધર્મો હોય.
ઉપરાંત, જ્યારે તમે બહારથી આવો ત્યારે સ્નાન કરો અને દરરોજ સ્વચ્છ કપડાં પહેરો. જો તમે પણ અહીંયા જણાવેલી બાબતોને ફોલો કરો છો તો તમે પણ ચોમાસામાં ફિટ અને સ્વસ્થ્ય રહી શકો છો અને તમારા પરિવારને બીમારીઓથી બચાવી શકો છો.